Gujarat Election 2022 : ચૂંટણીના બીજા તબક્કામાં પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપના અનેક નેતાઓ કરશે મતદાન

|

Dec 04, 2022 | 7:58 PM

પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં મતદાન કરવાના છે. જેમાં પીએમ મોદી સવારે 8.30 કલાકે અમદાવાદમાં સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. પીએમ મોદીના મતદાનને લઇને રાણીપની નિશાન સ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Gujarat Election 2022 : ચૂંટણીના બીજા તબક્કામાં પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપના અનેક નેતાઓ કરશે મતદાન
PM Modi And Amit Shah Voting

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકોનું મતદાન સોમવાર અને 5 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જેના પગલે ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં મતદાન કરવાના છે. જેમાં પીએમ મોદી સવારે 8.30 કલાકે અમદાવાદ સાબરમતી વિધાનસભા વિસ્તારમાં આવતા રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. પીએમ મોદીના મતદાનને લઇને રાણીપની નિશાન સ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સવારે 10.30 વાગ્યે, એએમસી સબ ઝોનલ ઓફિસ, કામેશ્વર મંદિર પાસે અંકુર ચાર રસ્તા, નારણપુરા ખાતે મતદાન કરશે. તેમજ રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ ,સવારે 9 વાગ્યે શીલજ ગામ પ્રાથમિક શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ભાજપના નેતાઓના મતદાન કરવાનો સમય અને સ્થળ

  1. નરેન્દ્ર મોદી – સવારે 8.30 વાગ્યે,  નિશાન સ્કૂલ રાણીપ
  2. અમિત શાહ – સવારે 10.30 વાગ્યે, એએમસી સબ ઝોનલ ઓફિસ, કામેશ્વર મંદિર પાસે અંકુર ચાર રસ્તા, નારણપુરા
  3. બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
    અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
    કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
    મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
    એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
    સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
  4. ભુપેન્દ્ર પટેલ – સવારે 9 વાગ્યે , શિલજ ગામ પ્રા.શાળા
  5. ભુપેન્દ્રસિંહ ચુડાસમા – સવારે 9 વાગ્યે,  જુની કચેરી ધોળકા ખાતે
  6. નિતિન પટેલ – સવારે 10 વાગ્યે, સંસ્કાર પ્રા.શાળા કડી
  7. આનંદીબેન પટેલ – શીલજ
  8. શંકર ચૌધરી – સવારે 8 વાગ્યે, બુથ નં- 154 વડનગર પાટણ ખાતે કરશે મતદાન
  9. રંજન ભટ્ટ –  સવારે 9 વાગ્યે ,સરસ્વતી સ્કુલ નિઝામપુરા ખાતે
  10. સુરેન્દ્ર પટેલ – સવારે 9.30 વાગ્યે,  ચીમનભાઈ પટેલ સ્કુલ એસજી હાઈવે ખાતે,ચૂટણી કમિટી મેમ્બર,
  11. જશવંત ભાભોર – ચૂટણી કમિટી મેમ્બર – સવારે 9 વાગ્યે દસાડ દાહોદ ખાતે,
  12. કાનાજી ઠાકોર –  સવારે 9.30 વાગ્યે દરિયાપુર ખાતે, ચૂટણી કમિટી મેમ્બર
  13. કિરીટ સોલંકી – સવારે 10 વાગ્યે રાણીપ ખાતે
  14. દીપીકા સરડવા – સવારે 10 વાગ્યે તુલીપ સ્કુલ બોપલ ખાતે,  ચૂટણી કમિટી મેમ્બર,
  15. પરબત પટેલ – સવારે 8 વાગ્યે ભાચર ગામ થરાદ ખાતે મતદાન કરશે,
  16. દિપસિંહ રાઠોડ સાંસદ – સવારે 9 વાગ્યે ભાગપુર પ્રાંતિજ ખાતે,
  17. હસમુખ પટેલ સાંસદ – સવારે 9.30 વાગ્યે ઘોડાસર અમદાવાદ ખાતે,
  18. મિતેષ પટેલ સાંસદ – સવારે 9 વાગ્યે વાસદ હાઈસ્કુલ આણંદ ખાતે
  19. રતનસિંહ રાઠોડ સાંસદ – સવારે 8.30 વાગ્યે પોઈડા ફળીયું લુણાવાડા ખાતે,
  20. ગીતાબેન રાઠવા સાંસદ – સવારે 10 વાગ્યે ઈંગ્લીશ હાઈસ્કુલ ક્વાંટ ખાતે,
  21. રમીલા બારા સાંસદ – બપોરે 12.30 વાગ્યે વિજયનગર નળ શેરી સાબરકાંઠા ખાતે,
  22. નરહરી અમિન સાંસદ – સવારે 8.45 વાગ્યે નારાણપુરા મ્યુનિસિપલ હોલ વિજય કોલોની ખાતે,
  23. દિનેશ અનાવડિયા – સવારે 8થી 10માં ડિસા બનાસકાંઠા ખાતે ,  સાંસદ,
  24. રાજેન્દ્ર ત્રિવેદી — સવારે 8થી 10માં નવા બજાર વડાદરા ખાતે,
  25. ઋષિકેશ પટેલ – સવારે 8 વાગ્યે જવાહર હાઈસ્કુલ વિસનગર ખાતે
  26. પ્રદિપ પરમાર – સવારે 10 વાગ્યે કલાપીનગર અમદાવાદ ખાતે

Published On - 7:47 pm, Sun, 4 December 22

Next Article