Gujarat Election 2022 : ધોલેરામાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ અને 2 લાખ નોકરીઓના અવસર પેદા થશે : પીએમ મોદી

|

Nov 23, 2022 | 9:04 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગરમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ધોલેરામાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે અને આ પ્રોજેક્ટને કારણે ઓછામાં ઓછા 2 લાખ નોકરીઓના અવસર પેદા થવાના છે

Gujarat Election 2022 : ધોલેરામાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ અને 2 લાખ નોકરીઓના અવસર પેદા થશે : પીએમ મોદી
PM Narendra Modi Bhavnagar

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગરમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ધોલેરામાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે અને આ પ્રોજેક્ટને કારણે ઓછામાં ઓછા 2 લાખ નોકરીઓના અવસર પેદા થવાના છે.જો સપનાં જોવાનું સામર્થ્ય હોય, સંકલ્પ લેવાની પ્રતિબદ્ધતા હોય અને સંકલ્પ માટે ખપી જવાની કોશિશ હોય તો સિદ્ધિ પ્રાપ્ત થઈને રહેતી હોય છે.ગુજરાત એક મોટી હરણફાળ ભરવાનું છે. વિશ્વનું મોટામાં મોટું ગ્રીન હાઇડ્રોજન હબ ગુજરાતના દરિયાકિનારે થવાનું છે. આજે ગુજરાતના દરિયાકિનારે 15000 મેગાવોટ કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થાય છે. દુનિયાના કોઈ દેશ કરતાં સૌથી વધુ મહિલા પાયલોટ ક્યાંય હોય તો ભારતમાં મહિલા પાયલોટ વિમાન ઉડાવે છે.

માછીમાર ભાઈઓનું જીવન આસાન બને, એમની કમાણી વધે એ માટે અમે કામ કરી રહ્યાં છીએ.

પીએમ મોદીએ જણાવ્યું કે અમારા માછીમાર ભાઈઓનું જીવન આસાન બને, એમની કમાણી વધે એ માટે અમે કામ કરી રહ્યાં છીએ.ગુજરાતની સંસ્કૃતિ ઉપરાંત માતા-બહેનો માટે સુરક્ષા અને સન્માનનું વાતાવરણ જોઈને દેશના લોકો કહે છે કે.કાશ હિંદુસ્તાનના ખૂણે-ખૂણે પણ આવી સ્થિતિ હોયએક મા એના દીકરાને જેમ આશીર્વાદ આપે એમ હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી માતાઓ-બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે. એ આશીર્વાદ મારા કામની પ્રેરણા છે.એ આશીર્વાદ મારી સુરક્ષાની ગેરંટી છે..એ આશીર્વાદ સમાજ માટે જીવવા-મરવાની પ્રેરણા આપવાની તાકાત ધરાવે છે.દુનિયાના કોઈ દેશ કરતાં સૌથી વધુ મહિલા પાયલોટ ક્યાંય હોય તો ભારતમાં મહિલા પાયલોટ વિમાન ઉડાવે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ભાજપ એટલે સમસ્યાઓનું સ્થાયી સમાધાન : પીએમ મોદી

ભાવનગરમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એટલે સમસ્યાઓના સ્થાયી સમાધાન માટે દિવસરાત જહેમત કરનારી પાર્ટી છે. કોંગ્રેસ પાસે પાણીની સમસ્યાના બે જ ઉપાય હતા. એક પોલિટિકલ લાગવગ હોય તો હેન્ડપંપ લગાવવાનો અને બરાબર જો કટકીનું કામ મળતું હોય તો ટેન્કર ચલાવવાનું

Published On - 9:03 pm, Wed, 23 November 22

Next Article