Gujarat Election 2022: દહેગામની સભામાં PM મોદીએ કહ્યુ, રાજ્ય શહેરી વિકાસની હરણફાળ ભરશે, ગાંધીનગર અને દહેગામ ટ્વીન સીટી બનશે

|

Nov 24, 2022 | 5:29 PM

Gujarat Election: વડાપ્રધાને આજે પાલનપુર અને મોડાસામાં સભા સંબોધ્યા બાદ દહેગામમાં વિશાળ જનસભા સંબોધી. દહેગામની સભામાં PM મોદીએ સરકારે કરેલા વિકાસકાર્યોને મતદારો સમક્ષ મુક્યા. તેમણે દાવો કર્યો કે હાલમાં જે ગતીએ ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે તેનાથી સ્પષ્ટ લાગી રહ્યુ છે કે ગાંધીનગર અને દહેગામ ટ્વીન સીટી હશે.

Gujarat Election 2022:  દહેગામની સભામાં PM મોદીએ કહ્યુ, રાજ્ય શહેરી વિકાસની હરણફાળ ભરશે, ગાંધીનગર અને દહેગામ ટ્વીન સીટી બનશે
દહેગામમાં PM મોદીએ સંબોધી સભા

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વિધાનસભા ચૂંટણીને લઇને વડાપ્રધાન મોદીએ પોતે જ ગુજરાતમાં પ્રચારના મેદાનમાં ઝંપલાવ્યુ છે. ત્યારે વડાપ્રધાને આજે પાલનપુર અને મોડાસામાં સભા સંબોધ્યા બાદ દહેગામમાં વિશાળ જનસભા સંબોધી. દહેગામની સભામાં PM મોદીએ સરકારે કરેલા વિકાસકાર્યોને મતદારો સમક્ષ મુક્યા. તેમણે દાવો કર્યો કે હાલમાં જે ગતીએ ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે તેનાથી સ્પષ્ટ લાગી રહ્યુ છે કે ગાંધીનગર અને દહેગામ ટ્વીન સીટી બનશે. તેમજ  ગાંધીનગર અને કલોલ પણ ટ્વીન સીટી બનશે.  વડાપ્રધાને જણાવ્યુ કે ગુજરાતના ગામડાઓમાં શહેરો જેવી સુવિધા હશે. અર્થવ્યવસ્થાની દ્રષ્ટ્રીએ આપણે બ્રિટનને પણ પાછળ છોડી દીધુ છે.

20 વર્ષમાં ગુજરાત જાણે સંકટોમાંથી બહાર નીકળી ગયુ: PM મોદી

દહેગામમાં વડાપ્રધાને સભામાં જણાવ્યુ કે, ગુજરાતમાં અમે જે 20 વર્ષમાં કર્યુ છે. તેના કારણે ગુજરાતમાં પાણી, વીજળી, રસ્તા એ વિષયો ગુજરાતે જાણે આત્મસાત કરી લીધા છે. ગુજરાત જાણે સંકટોમાંથી બહાર નીકળી ગયુ છે. 20-25 વર્ષ પહેલા ગુજરાતમાં મુળભૂત સુવિધાઓના વિકાસ તરફ અમે ધ્યાન આપ્યુ અને દેશમાં એક અગ્રણી  રાજ્ય  તરીકે ઉભર્યુ

આપણે અર્થ વ્યવસ્થામાં પ્રથમ ત્રણ સ્થાનમાં આવતા વાર નહીં લાગે: PM મોદી

2014માં આપણી અર્થવ્યવસ્થા દસમાં નંબર પર હતી. જો કે આજે આપણી અર્થવ્યવસ્થા પાંચમા નંબરે છે. 250 વર્ષ સુધી જેણે આપણા ઉપર રાજ કર્યુ હતુ, પહેલા પાંચ નંબરમાં એ હતા. જો કે હવે તેમને પાછળ પાડીને આપણે પાંચમાં નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તેની પણ ખુશી છે. હવે આખી દુનિયા કહે છે કે ભારતને પ્રથમ ત્રણ સ્થાનમાં અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ પહોંચતા વાર નહીં લાગે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ગુજરાતના ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાવાળા બનશે: PM મોદી

20-25 વર્ષ પહેલા પંચાયતોનું બજેટ આખા ગુજરાતનું બજેટ 100 કરોડ રુપિયા હતુ. આજે તે બજેટ સાડા ત્રણ હજાર કરોડ રુપિયા છે. એમાં પણ કેન્દ્ર સરકાર મોકલે એ રકમ જુદી છે.ગુજરાતના ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધા બને તે દિશામાં કામ આગળ વધી રહ્યુ છે.

ભાજપે શિક્ષણને આધુનિક, વૈજ્ઞાનિક બનાવવાની દિશામાં કામ કર્યુ-PM મોદી

25 વર્ષ પહેલા શિક્ષણનું બજેટ દોઢ કરોડ રુપિયા હતુ.આજે તે વધીને 33 હજાર કરોડ રુપિયા છે. જે ગુજરાતના શિક્ષણનું બજેટ છે એટલુ તો ઘણા આખા રાજ્યોનું બજેટ પણ નથી. ભાજપે શિક્ષણને આધુનિક બનાવવાની, શિક્ષણને વૈજ્ઞાનિક બનાવવાની દિશામાં કામ કર્યુ છે.

Next Article