Gujarat Election 2022: ડેડિયાપાડામાં ઢોલ નગારા વગાડીને કર્યો ચૂંટણીનો વિરોધ, કામ નહીં તો મત નહીં કહીને મતદારોએ બતાવ્યો મિજાજ

|

Nov 19, 2022 | 3:17 PM

એક વાર નેતા જીતી જાય પછી મત વિસ્તારમાંથી  ગાયબ થઈ જાય છે અને પોતાના ગામ કે વિસ્તારમાંના પ્રશ્નો 5 વર્ષ સુધી કોઈ ઉકેલતું નથી. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઠાલાં વચનો આપીને ફરી જતા ઉમેદવારો મત લેવા આવે ત્યારે હવે મતદારો પણ ઉમેદવારોને રોકડી ના પરખાવી રહ્યા છે.

Gujarat Election 2022: ડેડિયાપાડામાં ઢોલ નગારા વગાડીને કર્યો ચૂંટણીનો વિરોધ, કામ નહીં તો મત નહીં કહીને મતદારોએ બતાવ્યો મિજાજ
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ગ્રામજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે મતદારો પણ જાગૃત બની જતા હોય છે. ડેડીયાપાડા વિધાનસભાની બેઠક માટે ડેડીયાપાડા તાલુકાના સમોટ ગામના ગ્રામજનોએ પોતાના ગામનો પ્રશ્ન નહીં ઉકેલાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતાં ઉમેદવારોમાં ફફડાટ ફેલાયો છે. એક વાર નેતા જીતી જાય પછી મત વિસ્તારમાંથી ગાયબ થઈ જાય છે અને પોતાના ગામ કે વિસ્તારમાંના પ્રશ્નો 5 વર્ષ સુધી કોઈ ઉકેલતું નથી. જયારે ચૂંટણી આવે છે, ત્યારે ઠાલાં વચનો આપીને ફરી જતા ઉમેદવારો મત લેવા આવે ત્યારે હવે મતદારો પણ ઉમેદવારોને રોકડી ના પરખાવી રહ્યા છે.

ગુજરાત ચૂંટણી 2022:  ઢોલ, નગારા વગાડીને કર્યો વિરોધ

આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સામોટ ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સામોટ ગામના તમામ આગેવાનોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. માત્ર વિધાનસભા જ નહીં પણ આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધેલા છે. જે અનુંસંધાને ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો, બેનરો, ઢોલ નગારા વગાડી ગામમાં વિશાળ વિરોધ રેલી નીકળી હતી. ઢોલ વગાડી ઉમેદવારોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

ગુજરાત ઇલેક્શન 2022: હાઉસિંગની જમીન અપાવે તેને જ આપશે મત

ગ્રામજનોના જણાવ્યા અનુસાર સામોટ ગામના હાઉસિંગની જમીન જે લોકો 50 વર્ષથી ખેડાણ કરે છે. જે આદિવાસી પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે. અતિ પછાત ગામડાઓના આદિવાસી લોકોની જે જમીન હતી એ જમીન હાઉસિંગ વાળાએ કબજો કરી પચાવી પાડી છે. ત્યારે જે પાર્ટીનો પાર્ટીનો ધારાસભ્યનો ઉમેદવાર સામોટ ગામને જમીન બાબતે ન્યાય અપાવવાનું કામ કરશે એમને જ વોટિંગ આપીશું એવું તમામ ગામના લોકોએ ઉમેદવારોને રોકડું પરખાવી દીધું છે.

ગ્રામજનોની જે માંગ જે ઉમેદવાર પૂરી કરવાની ખાત્રી આપશે તેને જ મત આપીશું એમ જણાવ્યું છે. રોષે ભરાયેલ ગ્રામજનોએ જણાવ્યું છે કે આદિવાસીને જમીન જે પૂર્વજો અભણ હતા એ વખતે હાઉસિંગ વાળાએ બીજાને પૂછ્યા વગર સહી કરી આપી દીધેલ હતી. આજદિન સુધી સામોટ ગામના લોકોની માંગ પૂરી થઈ નથી. આમ જે આદિવાસીની જમીન અપાવે એવી માંગ સામોટ ગામના ગ્રામજનો કરી રહ્યા છે. હવે ઉમેદવારો કેવી રીતે ગામનો પ્રશ્ન ઉકેલશે એ હવે જોવું રહ્યું.

વિથ ઇનપુટ ક્રેડિટ: વિશાલ પાઠક, નર્મદા, ટીવી9

Published On - 3:01 pm, Sat, 19 November 22

Next Article