Gujarat Election 2022 Exit Poll Results : ઉત્તર ગુજરાતમાં ભાજપને 18-22 બેઠક મળશે, કોંગ્રેસને નુકશાન, જ્યારે આપ નહિ ખોલી શકે ખાતું

|

Dec 05, 2022 | 8:33 PM

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં કુલ સીટ 32 છે જેમાંથી 18-થી 22 બેઠકો ભાજપને ફાળે આવી શકે છે.જ્યારે કોંગ્રેસને ભાગે 8થી 12 આવી શકે છે..અને આમ આદમી પાર્ટી અહીં ખાતુ જ નહીં ખોલી શકે એવું સર્વે કહે છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓમાંથી ભાજપને પ્રાથમિક સર્વેમાં બહુમતી મળતી દેખાઈ રહી છે.

Gujarat Election 2022 Exit Poll Results : ઉત્તર ગુજરાતમાં ભાજપને 18-22 બેઠક મળશે, કોંગ્રેસને નુકશાન, જ્યારે આપ નહિ ખોલી શકે ખાતું
North Gujarat Exit Polls

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીની 182 બેઠકો માટેનું બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ટીવીનાઇનના એક્ઝિટ પોલમાં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપને 125થી 130 બેઠક ચૂંટણીમાં મળી શકે છે .જ્યારે કોંગ્રેસ 40થી 50 વચ્ચે સમેટાઇ શકે છે.તો આમ આદમી પાર્ટીના દાવાઓ ધરાશાયી પણ થઇ શકે છે .આમ આદમી પાર્ટીને 3થી 5 બેઠક મળી શકે છે.મોદી ફેક્ટર ફરી એકવાર ગુજરાતમાં ચાલ્યું છે.

ગામડાઓમાં આ વખતે શહેરની સરખામણીએ મતદાન પણ ઉંચું રહ્યું

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં કુલ સીટ 32 છે જેમાંથી 18-થી 22 બેઠકો ભાજપને ફાળે આવી શકે છે.જ્યારે કોંગ્રેસને ભાગે 8થી 12 આવી શકે છે..અને આમ આદમી પાર્ટી અહીં ખાતુ જ નહીં ખોલી શકે એવું સર્વે કહે છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓમાંથી ભાજપને પ્રાથમિક સર્વેમાં બહુમતી મળતી દેખાઈ રહી છે.ગામડાઓમાં આ વખતે શહેરની સરખામણીએ મતદાન પણ ઉંચું રહ્યું છે જેનો ફાયદો ભાજપને મળતો હોવાનું જણાઈ રહ્યું છે.

ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વસતિ વધારે

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે પાછલી ચૂંટણીઓમાં ભાજપને ટક્કર આપી મજબૂતી જાળવી હતી.2012માં કોંગ્રેસ પાસે અહીં 17 સીટો હતી, પણ 2017માં પણ પક્ષે આટલી જ સીટો જાળવી રાખી હતી. અહીં કોંગ્રેસ સીટો વધારી નહોતી શકી તો એની સીટો ઘટી પણ નથી. જોકે આ વખતે ભાજપે આ બેઠકો અંક કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.વળી સૌરાષ્ટ્રમાં જેમ પાટીદાર સમાજની વસતિ વધારે છે.તેમ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વસતિ વધારે છે. અહીં 22 બેઠકો પર ઠાકોરોનો પ્રભાવ છે. પણ 14 સીટ પર તો રીતસરની પકડ છે એ જોતાં ઠાકોરો અને ચૌધરી સમાજને રીઝવવામાં પણ ભાજપ ક્યાંક સફળ રહી હોવાનું મનાઈ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જનતાએ મોદીના નામ પર જ મત આપ્યા છે

મોદી ફેક્ટર ફરી એકવાર ગુજરાતમાં ચાલ્યું છે. જનતાએ મોદીના નામ પર જ મત આપ્યા છે તેવી વાત સાબિત થઇ રહી છે. જેમાં મોદી ફેક્ટરના પર 45. 5 ટકા મત આપ્યા છે. જ્યારે ગુજરાત મોડલના મુદ્દે 19.4 ટકા લોકોએ, કેજરીવાલની મફત યોજના મુદ્દે 7. 2 ટકા અને મોંધવારી અને બેરોજગારી મુદ્દે 27.9 ટકા લોકોએ મતદાન કર્યું છે.

Next Article