Gujarat Election 2022: અમરેલીના દરિયાઇ ટાપુ શિયાળબેટમાં દરિયાના માર્ગે પહોંચ્યા EVM

|

Nov 30, 2022 | 4:00 PM

મધદરિયે આવેલા આ ગામમાં 5 બુથ છે. તંત્રએ EVM સહિતની મશીનરી અને સ્ટાફને બોટ મારફતે શિયાળ બેટ ગામ રવાના કર્યો છે. આ મતદાન કેન્દ્ર પર રાજુલા બેઠકનું મતદાન યોજાશે.

Gujarat Election 2022:  અમરેલીના દરિયાઇ ટાપુ શિયાળબેટમાં દરિયાના માર્ગે પહોંચ્યા EVM
અમરેલીના શિયાબેટમાં મધદરિયે પહોચાડાયા ઇવીએમ

Follow us on

લોકશાહીના મહાપર્વમાં એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર ખડેપગે છે. અનેક વિષમ પરિસ્થિતિનો સામનો કરીને પણ તંત્ર પ્રત્યેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે પ્રયાસમાં છે…તંત્રનો આવો જ એક પ્રયાસ અમરેલીમાં જોવા મળ્યો. જાફરાબાદ તાલુકામાં મધદરિયે આવેલા શિયાળ બેટ ગામ પર તંત્રએ મતદાનને લઇને તૈયારીઓ પૂર્ણ કરી છે. શિયાળ બેટ ગામ દરિયાઈ ટાપુ પર આવેલું છે. મધદરિયે આવેલા આ ગામમાં 5 બુથ છે. તંત્રએ EVM સહિતની મશીનરી અને સ્ટાફને બોટ મારફતે શિયાળ બેટ ગામ રવાના કર્યો છે. આ મતદાન કેન્દ્ર પર રાજુલા બેઠકનું મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે કોઇ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર વિષમ પરિસ્થિતિમાં પણ કામ કરી રહ્યું છે ત્યારે આપણે પણ એક જાગૃત નાગરિકની જેમ આપણી ફરજ સમજીને ચોક્કસથી મતદાન કરવું જોઇએ.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ચૂંટણી  પંચે પ્રથમ તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીની કલાકો  બાકી છે.  ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં   સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે.  1 ડિસેમ્બરને ગુરૂવારે  સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે   6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે  પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થશે.

ચૂંટણી પંચના  કમિશ્નર પી. ભારતીએ જણાવ્યું હતું કે  આ પ્રથમ તબક્કાની તમામ બેઠકો પર EVM અને VVPATનું વ્યવસ્થાપન પૂર્ણ થઈ ચૂક્યું છે. મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તૈનાત રહેશે  મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રહેશે. ત્યારે બહોળી સંખ્યામાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચે ગુજરાતની જનતાને અપીલ કરી છે.

Published On - 3:56 pm, Wed, 30 November 22

Next Article