Gujarat Election 2022: સૌરાષ્ટ્રમાં નથી જામતો ચૂંટણી માહોલ, ઉમેદવારોની વધી રહી છે ચિંતા, જાણો શું હોઇ શકે છે કારણ

|

Nov 26, 2022 | 1:31 PM

સૌરાષ્ટ્રમાં હવે ગણતરીના કલાકો જ પ્રચારના બાકી છે. આમ તો ચૂંટણીની જાહેરાતને 23 કરતા વધુ દિવસો થઇ ગયા છે. પરંતુ સૌરાષ્ટ્રની વિધાનસભાની 48 જેટલી બેઠકોમાં ગ્રામ્ય વિસ્તારોને બાદ કરતા ચૂંટણીનો માહોલ જામતો નથી.

Gujarat Election 2022: સૌરાષ્ટ્રમાં નથી જામતો ચૂંટણી માહોલ, ઉમેદવારોની વધી રહી છે ચિંતા, જાણો શું હોઇ શકે છે કારણ
Gujarat Election 2022

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 :  સૌરાષ્ટ્રમાં હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણીના મેદાને રાજકીય પક્ષો જોરશોરથી કુદી પડ્યા છે. છતાં આ વખતની ચૂંટણીમાં રાજકીય માહોલ બરાબર જામ્યો નથી. ચૂંટણી નિરસ જોવા મળી રહી છે. નેતાઓની સભાઓમાં ખુરશીઓ ખાલી રહે છે તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી મોટી સભાઓ કરવાનું જ ટાળી રહ્યા છે. જેના કારણે ઉમેદવારની ચિંતા વધી ગઇ છે. જો કે સવાલ એ છે કે આખરે અહીં ચૂંટણીનો માહોલ કેમ નથી જામી રહ્યો. અથવા હવે બદલાઇ અહીં લોકોનો મિજાજ ગયો છે.

સૌરાષ્ટ્રમાં હવે ગણતરીના કલાકો જ પ્રચારના બાકી છે. આમ તો ચૂંટણીની જાહેરાતને 23 કરતા વધુ દિવસો થઇ ગયા છે. પરંતુ સૌરાષ્ટ્રની વિધાનસભાની 48 જેટલી બેઠકોમાં ગ્રામ્ય વિસ્તારોને બાદ કરતા ચૂંટણીનો માહોલ જામતો નથી. છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવ્યું છે કે દિગ્ગજ નેતાઓની સભાઓમાં પણ ખુરશીઓ ખાલી રહે છે. લોકો સભામાં આવવાનું ટાળી રહ્યા છે જેના કારણે રાજકીય પક્ષોની ચિંતામાં ખુબ જ વધારો થયો છે.

ગુજરાત ચૂંટણી 2022: ચૂંટણીમાં લોકોની નિરસતાના કારણો

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો ચૂંટણી નિરસ થવાના કેટલાક કારણો છે. લોકોએ પોતાનું મન બનાવી લીધું છે. આ ચૂંટણીમાં કોને મત આપવો છે તેનો નિર્ણય લોકોએ લઇ લીધો છે. જેથી હવે તેઓ સભા રેલી,રોડ શો થી દૂર થઇ રહ્યા છે. એક સાથે અનેક સભાઓ-પહેલા કોઇ રાષ્ટ્રીય નેતાઓ બે ત્રણ જિલ્લા વચ્ચે એક સભા કરતા હતા જેના કારણે સભાઓમાં માણસો જોવા મળતા હતા, પરંતુ આ વખતે ભાજપે કાર્પેટ કોમ્બીંગ પ્રચાર કરતા દરેક વિધાનસભામાં મોટા નેતાઓની સભા થઇ રહી છે. જેથી લોકો મર્યાદિત એકઠા થઇ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ગુજરાત ચૂંટણી 2022: એન્ટિ ઇન્કમબન્સી પણ હોઇ શકે એક કારણ

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો જ્યારે સરકાર સામે એન્ટિ ઇન્કમબન્સી હોય ત્યારે પણ લોકો મૌન થઇ જતા હોય છે અને પોતાનો મત આપીને પોતાની નારાજગી વ્યક્ત કરતા હોય છે. ભાજપ દ્વારા પ્રચારનો અતિરેક કરવામાં આવ્યો છે. જેની સામે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચારથી દુર છે. રાહુલ ગાંધી એક દિવસ આવીને બે ચૂંટણી પ્રચાર કર્યા. પરંતુ હવે ક્યારે આવશે તે નક્કી નથી,બીજી તરફ ચૂંટણી જાહેર થયા પહેલા આમ આદમી પાર્ટી જે રીતે સક્રિય જોવા મળી હતી તે ચૂંટણી પછી ગુમ થઇ ગઇ છે અને તેની સભાઓ મર્યાદિત થઇ ગઇ છે.

સામાન્ય રીતે ચૂંટણી જાહેર થયા બાદ ચોકે ચોકે ચૂંટણીની જ ચર્ચા હોય છે પરંતુ આ વખતની સ્થિતિ અલગ છે. પહેલી વખત ભાજપ કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ સક્રિય રીતે પ્રચાર કરી રહી છે. છતાં લોકોમાં કોઇ ખાસ ઉત્સાહ નથી. ત્યારે હવે સવાલ એ છે કે શું આ શાંતિ ચૂંટણીના પરિણામમાં કોઇ તોફાન લાવશે.

(વિથ ઇનપુટ-મોહિત ભટ્ટ, રાજકોટ)

Next Article