Gujarat Election 2022: કોંગ્રેસમાં ભંગાણ, જામકંડોરણાના તાલુકા પ્રમુખે આપ્યું રાજીનામું

|

Nov 20, 2022 | 3:47 PM

જામકંડોરણા તાલુકના કૉંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ રાજીનામું આપી દીધું છે. સુરેન્દ્રસિંહ વાળાએ કૉંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ સુરેન્દ્રસિંહે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

Gujarat Election 2022: કોંગ્રેસમાં ભંગાણ, જામકંડોરણાના તાલુકા પ્રમુખે આપ્યું રાજીનામું
જામકંડોરણા તાલુકાના કૉંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ રાજીનામું આપ્યું

Follow us on

કોંગ્રેસમાં ભંગાણ પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો જે હજું સુધી અટક્યો નથી. જામકંડોરણા તાલુકાના કૉંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ રાજીનામું આપી દીધું છે. સુરેન્દ્રસિંહ વાળાએ કૉંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ સુરેન્દ્રસિંહે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ઉમેદવાર પણ જાહેર થઈ ગયા છે. તેમ છતાં અત્યાર સુધી ઉમેદવારે જામકંડોરણાની મુલાકાત નથી લીધી જેને લઈને કાર્યકર્તાઓમાં પણ ખુબજ રોષ જોવા મળ્યો હતો. અહીં નોંધનીય વાત એ છે કે, 74 જેતપુર જામકંડોરણા વિધાનસભા બેઠક વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા જેતપુર તાલુકા પ્રમુખે પણ રાજીનામું આપ્યું હતું. આશંકા વ્યક્ત કવરામાં આવી રહી છે કે, સુરેન્દ્રસિંહ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ શકે છે.

અઠવાડિયા અગાઉ ઝાલોદમાં  2000થી વધુ કાર્યકર્તાઓએ આપ્યું હતું રાજીનામુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં તોડજોડનું રાજકારણ પણ ગરમાયું છે જેમાં દાહોદની ઝાલોદ વિધાનસભામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ન બદલાતા 2000થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે. તેમજ કોંગ્રેસ દ્વારા મિતેષ ગરાસિયાને ઉમેદવાર તરીકે જાહેર કરાતા સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. તેમજ રૂપિયા લઇને ટિકિટ આપી હોવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓનો નિરીક્ષકો સામે આક્ષેપ કર્યો છે. તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 ટર્મથી ઝાલોદ વિધાનસભા કોંગ્રેસના કબ્જામાં છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

કોંગ્રેસમાં ટિકિટ બાબતે કકળાટ

આ ઉપરાંત, ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થઇ ત્યારથી કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે અને તે અગાઉ પણ કોંગ્રેસમાં બેઠક અને ઉમેદવાર બાબતે અસંતોષ બહાર આવતો રહ્યો છે. વડોદરામાં માંજલપુર બેઠક પર તસવીન સિંઘનું નામ જાહેર કરવામાં આવતા કોંગ્રેસમાં વિવાદનો વંટોળ શરૂ થયો હતો. ઉમેદવારની ભૂમિકા અંગે ખુદ કોંગ્રેસના સિનિયર નેતાઓ અજાણ છે. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ તે સમયે કહ્યુ હતું કે ઉમેદવાર અંગે મને વધારે ખબર નથી. જયારે માંજલપુર બેઠક અંગે મીડિયાએ તીખા સવાલો કરતા શહેર જિલ્લા પ્રભારી પંકજ પટેલ અકળાયા હતા. મીડિયાને કહ્યું આડાઅવળા સવાલો નહીં કરવાના. જોકે પત્રકારોએ વિરોધ નોંધાવતા શહેર પ્રમુખે મીડિયાની માફી માગી હતી.

Next Article