Gujarat Election : હવે ઉતર ગુજરાતમાં પકડ મજબૂત કરવા AAP ની મથામણ, આ થીમ પર 6 દિવસની યાત્રા કરશે મનિષ સિસોદિયા

|

Sep 21, 2022 | 9:31 AM

આમ આદમી પાર્ટી (AAP) પોતાને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત ગણી રઈ રહી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં તેઓને હજી સુધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી. જેથી લોકો સુધી પહોંચવા માટે હવે ઉતર ગુજરાતમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Election : હવે ઉતર ગુજરાતમાં પકડ મજબૂત કરવા AAP ની મથામણ, આ થીમ પર 6 દિવસની યાત્રા કરશે મનિષ સિસોદિયા
Manish Sisodia gujarat visit

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જેમ-જેમ નજીક આવી રહી છે,તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટી (political party) એડી ચોટીનુ જોર લગાવી રહી છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં મહતમ બેઠકો હાંસલ કરવા મેદાનમાં ઉતરી છે. દિલ્લીના મુખ્યપ્રધાન કેજરીવાલ (Arvind kejriwal) બાદ હવે નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. મનીષ સિસોદિયા(Manish sisodia)  છ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. મનિષ સિસોદિયા સાબરમતી ગાંધી આશ્રમથી ઉત્તર ગુજરાતમાં (North gujarat) આમ આદમી પાર્ટીની યાત્રાનો પ્રારંભ કરાવશે.

ઉતર ગુજરાતમાં પરિવર્તન લાવવા AAP ની હાકલ

મનિષ સિસોદિયા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરશે. ‘બસ હવે પરિવર્તન જોઈએ’ ના થીમ પર 6 દિવસ સુધી આ યાત્રા યોજાશે.આ થીમ પર ઉત્તર ગુજરાતમાં (Gujarat) અલગ અલગ જગ્યાએ યાત્રા અને સભાઓ ગજવશે. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પોતાને  વધુ મજબૂત ગણાવી રહી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં તેઓને હજી સુધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી. જેથી લોકો સુધી પહોંચવા માટે હવે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અરવિંદ કેજરીવાલે વડોદરામાં વધુ એક વખત કરી વચનોની લ્હાણી

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડોદરામાં (vadodara) પ્રજાને વધુ એક વાયદો કર્યો છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના અમલી બનાવવાનો વાયદો આપ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. રાજ્ય સરકાર કર્મચારીઓના પ્રશ્નોને ઉકેલવામાં રસ દાખવતી નથી. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના આક્રોશને એનકેશ કરવાનો પ્રયત્ન કર્યો અને ગુજરાતના સરકારી કર્મચારીઓને અંદરખાને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અપીલ કરી.

Next Article