Gujarat Election 2022: મહેસાણામાં ચૂંટણી સંદર્ભે વિવિધ ફરીયાદોના નિકાલ માટે કંટ્રોલરૂમ કાર્યરત, 7 બેઠક માટે યોજાશે મતદાન

|

Dec 04, 2022 | 12:30 PM

મતદાર ચૂંટણી પંચ દ્વારા માન્ય કરેલ, અન્ય પુરાવા દેખાડીને મતદાન કરી શકશે. વધુમાં મતદાર માહિતી સ્લિપ ફકત મહિતી આપવા માટે છે, જેને પુરાવા તરીકે દર્શાવી શકાશે નહિ. ચૂંટણીતંત્રની માર્ગદર્શિકા મુજબ મતદાર અને અન્ય કોઇપણ વ્યક્તિ મતદાન મથકે મોબાઈલ ફોન લઇ જઇ શકશે નહિ.

Gujarat Election 2022:  મહેસાણામાં ચૂંટણી સંદર્ભે વિવિધ ફરીયાદોના નિકાલ માટે કંટ્રોલરૂમ કાર્યરત, 7 બેઠક માટે યોજાશે મતદાન
Election process done in Mehsana

Follow us on

ગુજરાત ચૂંટણી 2022: મહેસાણા જિલ્લામાં આવતીકાલે વિધાનસભા 7 બેઠકમાં આગામી 05 ડિસેમ્બરને સોમવારના રોજ સવારે 08 કલાકથી સાંજે 05 કલાક દરમિયાન મતદાન થનાર છે. જિલ્લાના તમામ 1869 મતદાન મથકોમાં શાંતિપૂર્ણ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજજ બન્યુ છે.  આજે  સવારે 8 વાગ્યાથી  મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા વિસ્તારોમાં આવેલ ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી પોલિંગ સ્ટાફ મતદાન સામગ્રી અને ઈવીએમ સાથે, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ  મોકલવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે 05 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાના મતદાનની મહેસાણા જિલ્લામાં મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરાઇ છે.  સાંજ સુધીમાં તમામ ઇવીએમ વીવીપેટની ફાળવણી  પણ થઈ જશે. જિલ્લામાં 1869 મતદાન મથકો માટે 10 હજાર પોલિંગ સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયો છે. મહેસાણા જિલ્લાના તમામ મતદાન મથકો અને અન્ય જગ્યાઓ માટે પોલીસ સ્ટાફ તેમજ કેન્દ્ર્રીય અર્ધલશ્કરી દળો તૈનાત કરાયા છે. વધુમાં જિલ્લામાં 1869 મતદાન મથકોમાંથી  941 મતદાન મથકો પર વેબકાસ્ટીંગ કરાશે જેનું  જિલ્લા કક્ષાએ તેમજ આર.ઓ કક્ષાએ નિરીક્ષણ કરવામાં આવશે.   તેમજ  જિલ્લા કલેકટરે નાગરિકોને મતદાન કરવાની અપીલ પણ કરી હતી.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુજરાત ઇલેક્શન  2022:  મહેસાણામાં 49 સખી મતદાન મથકો તેમજ 2 યુવા સંચાલિત મતદાન મથકો

ચૂંટણીપંચે મતદાન જાગૃતિ માટે જે નો અભિગમ દર્શાવ્યો છે તે પ્રમાણે જિલ્લામાં મહિલાઓ માટે   49 સખી મતદાન મથકો તથા  02 યુવા સંચાલિત મતદાન મથકો, 07 મોડલ પોલિંગ સ્ટેશન અને 07 ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.   મહેસાણા જિલ્લામાં 80 વર્ષથી ઉપરના મતદારો તેમજ પીડબલ્યુ ડી મતદારોએ મતદાન મથકોએ મત આપવા નિર્ણય કર્યો છે તેવા મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલ સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવશે. જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે દરેક પ્રકારની ફરીયાદો માટે આર.ઓ અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે.

મતદાન મથકે નહીં લઈ જવાય મોબાઇલ

ઉલ્લેખનીય છેકે EPIC ઉપરાંત મતદાર ચૂંટણી પંચ દ્વારા માન્ય કરેલ, અન્ય પુરાવા દેખાડીને મતદાન કરી શકશે .વધુમાં મતદાર માહિતી સ્લિપ  ફકત મહિતી આપવા માટે છે,જેને પુરાવા તરીકે દર્શાવી શકાશે નહિ. ચૂંટણીતંત્રની માર્ગદર્શિકા મુજબ મતદાર અને અન્ય કોઇપણ વ્યક્તિ મતદાન મથકે મોબાઈલ ફોન લઇ જઇ શકશે નહિ. જેથી સ્વાભાવિક રીતે, પુરાવા તરીકે મોબાઈલ માં ફોટો પણ બતાવી ને મત આપ શકાશે નહી. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદારોને મત આપી લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

Next Article