Gujarat Election 2022: પ્રથમ તબક્કામાં 55 બેઠકો પર જીતનો દાવો કરતા કોંગ્રેસી નેતા બીજા તબકકાના મતદાન પહેલા કરી શકે છે મોટી જાહેરાત, જાણો શું છે સમગ્ર વિગતો

|

Dec 02, 2022 | 2:45 PM

રાજ્યમાં બીજા અને અંતિમ તબક્કાના મતદાન માટે આજે અને આવતીકાલે  વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં જોડાયા  છે ત્યારે  કોંગ્રેસના  અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે  ભિલોડામાં ચૂંટણી પ્રચાર કરશે તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ આજે  મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં  જોડાયા છે.  તો બીજી તરફ  આપના પંજાબના સીએમ ભગવંત માન ચૂંટણી પ્રચારમાં જોડાશે અને આપ પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરશે.

Gujarat Election 2022: પ્રથમ તબક્કામાં 55 બેઠકો પર જીતનો દાવો કરતા કોંગ્રેસી નેતા બીજા તબકકાના મતદાન પહેલા કરી શકે છે મોટી જાહેરાત, જાણો  શું છે સમગ્ર વિગતો
કોંગ્રેસના નેતાઓએ કર્યુ મતદાન

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ મોટી જાહેરાત કરવાના મૂડમાં છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ ઓબીસી નેતાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. ખાસ તો કોંગ્રેસ OBC મુખ્યપ્રધાન અને અન્ય 3 નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યૂલા ઉપર કામ કરી રહી છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા 5 ડિસેમ્બર પહેલા જ આ જાહેરાત થાય તેવી શક્યતા છે. કારણ કે બીજા તબક્કામાં ઓબીસી મતદારોની સંખ્યા વધુ છે. આજે કોંગ્રેસના પ્રચારનો મોરચો મલ્લિકાઅર્જુન ખડગેએ સંભાળ્યો છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં આ જાહેરાત થાય તેવી શકયતા સેવાઈ રહી છે.  ગત રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતું ત્યારે આજે પત્રકાર પરિષદને સંબોધતા  કોંગ્રેસના પ્રવકતા પવન ખેડાએ કહ્યું હતું કે  અમે 89 માંથી 55 બેઠકો જીતીશું. તો કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે  ભાજપ હારી રહ્યું છે એના કારણે વડાપ્રધાને અમદાવાદમાં રોડ શો કરવા પડે છે અને   આદિવાસી વિસ્તારમાં ઊંચું મતદાન ભાજપના સૂપડા સાફ થઈ જશે તેવી પરિસ્થિતિ દર્શાવી રહ્યું છે.  તેમજ તેમણે દાવો કર્યો હતો કે  શહેરી વિસ્તારમાં જ્યાં કોંગ્રેસ નબળું છે ત્યાં પણ અમારા તરફી મતદાન થયું  છે.

ગુજરાત  ઇલેક્શન 2022:   આજે મલ્લિકાઅર્જુન  ખડગે અમદાવાદમાં કરી રહ્યા છે પ્રચાર

રાજ્યમાં બીજા અને અંતિમ તબક્કાના મતદાન માટે આજે અને આવતીકાલે  વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં જોડાયા  છે ત્યારે  કોંગ્રેસના  અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે  ભિલોડામાં ચૂંટણી પ્રચાર કરશે તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ આજે  મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં  જોડાયા છે.  તો બીજી તરફ  આપના પંજાબના સીએમ ભગવંત માન ચૂંટણી પ્રચારમાં જોડાશે અને આપ પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરશે.

ગુજરાત  ઇલેક્શન 2022: વડાપ્રધાને પાટણમાં કોંગ્રેસ ઉપર કર્યા વાક્પ્રહાર

આજે વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં જોડાયા છે ત્યારે વડાપ્રધાન મોદીએ પાટણ ખાતે જણાવ્યું હતું કે કોંગ્રેસે અત્યારથી જ ઇવીએમ ઉપર માછલા ધોવાનું શરૂ કરી દીધું છે અને  કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને જેમાં પોતાનુ ભલુ ન દેખાય એ કામ કરતા જ નહોતા. તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે કામ કર્યું હોય તો મત આપજો. એક સમયે એવી સિસ્ટમ હતી કે લાંચ વગર કામ નહોતા થતા. ભ્રષ્ટાચારીઓ સામે પગલા લીધા તો કેટલાકના પેટમાં તેલ રેડાય છે.

Published On - 2:32 pm, Fri, 2 December 22

Next Article