Gujarat Election 2022: ચૂંટણી પહેલા દ્વારકા જિલ્લા કોંગ્રેસને ફટકો, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા ભાજપમાં જોડાશે

|

Nov 18, 2022 | 12:19 PM

ચૂંટણી પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાવાના છે. પૂર્વ ધારાસભ્ય સાથે ગોરીયા પરિવારે પણ ભાજપનો ખેસ ધારણ કરવાના છે.

Gujarat Election 2022: ચૂંટણી પહેલા દ્વારકા જિલ્લા કોંગ્રેસને ફટકો, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા ભાજપમાં જોડાશે
પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન આગળ વધી રહ્યું છે અને દરેક ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે હજુ પણ પક્ષપલટાની મૌસમ યથાવત જોવા મળી રહી છે. જામ ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપને સાથ આપવાનું નક્કી કરી લીધુ છે. તેઓ પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાવાના છે.

ચૂંટણી પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાવાના છે. પૂર્વ ધારાસભ્ય સાથે ગોરીયા પરિવારે પણ ભાજપનો ખેસ ધારણ કરવાના છે. મેરામણ ગોરીયાનું અગાઉ અનેક વખત ભાજપમાં જોડાવાની વાતો થઇ હતી. ત્યારે આજે વિધિવત ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસે ખંભાળિયા બેઠક પર આ વખતે વિક્રમ માડમને ટિકિટ આપી છે. જેના કારણે મેરામણ ગોરીયામાં નારાજગી હતી. ત્યારે અંતે તેમણે કોંગ્રેસ છોડી ભાજપમાં જવાનું નક્કી કર્યુ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પર આ વખતો કાંટે કી ટક્કર જોવા મળવાની છે. કારણકે આ બેઠક પર ભાજપમાંથી મૂળુભાઇ બેરાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે દિગ્ગજ નેતા વિક્રમ માડમને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી પણ આ જ બેઠક પર ચૂંટણી લડવાના છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Next Article