Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપ પ્રચંડ બહુમતથી ફરીથી સરકાર બનાવશે : અમિત શાહ

|

Nov 20, 2022 | 9:03 PM

Gujarat Election 2022 : ગુજરાતમાં પીએમ મોદી અને અમિત શાહ ભાજપ માટે હાલ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. જેમાં ટીવીનાઇન સત્તા સંમેલન ગુજરાત  કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે  ચૂંટણીના પરિણામ જે પણ હોય પરંતુ  ગુજરાતમાં ભાજપ પ્રચંડ બહુમતથી ફરીથી સરકાર બનાવશે

Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપ પ્રચંડ બહુમતથી ફરીથી સરકાર બનાવશે : અમિત શાહ
Amit Shah

Follow us on

Gujarat Election 2022 : ગુજરાતમાં પીએમ મોદી અને અમિત શાહ ભાજપ માટે હાલ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. જેમાં Tv9ના સત્તા સંમેલન ગુજરાત કાર્યક્રમમાં  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે  ચૂંટણીના પરિણામ જે પણ હોય પરંતુ  ગુજરાતમાં ભાજપ પ્રચંડ બહુમતથી ફરીથી સરકાર બનાવશે અને આ વખતે ભાજપ જીતના તમામ રેકોર્ડ તોડશે. અમિત શાહે કહ્યુ ગુજરાતના લોકો બધુ જાણે છે. અમે જે કહ્યુ તે કરી બતાવ્યુ છે. અમારા ચૂંટણી એજન્ડામાં રામ મંદિર, કલમ 370 નાબૂદી, ત્રિપલ તલાક સહિતના મુદ્દાઓ હતા. ક્લિયર મેજોરિટી બનતા જ અમારી સરકારે એક ઝાટકે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાનુ કામ કર્યુ

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ

અમિત શાહે જણાવ્યું હતું કે હું  દિવાળીથી અત્યાર સુધી 42 બેઠકો પર ગયો છું. તેમજ આ બેઠકો પર મને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ જોવા મળી છે. જેમાં આમ આદમી પાર્ટી જોવા નથી મળતી. તેમજ આમ આદમી પાર્ટીની આ પ્રથમ ચૂંટણી છે. તેમનએ  એક પણ ચૂંટણી ગંભીરતાથી લીધી નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોંગ્રેસે આત્મચિંતન કરવુ જોઈએ

કોંગ્રેસ આરોપ લગાવે છે કે ભાજપ અમારા લોકોને તોડી રહી છે. આ આરોપ અંગે અમિત શાહે  જણાવ્યુ કે અમારા પર આરોપ લગાવતા પહેલા તેમણે આત્મચિંતન કરવુ જોઈએ કે તેમના લોકો છોડીને કેમ જઈ રહ્યા છે.

વીર સાવરકરની રાષ્ટ્રભક્તિ પર કોઈ સવાલ હોઈ જ ન શકે

અમિત શાહે જણાવ્યુ કે, વીર સાવરકરની રાષ્ટ્રભક્તિ વિશે કોઈ સવાલ હોઈ જ ન શકે. તેમના દેશ માટેના યોગદાનને ભૂલી ન શકાય. વીર સાવરકરે અંગ્રેજોની નીતિઓ પર પુસ્તક લખ્યુ હતુ અને અંગ્રેજોએ એ પુસ્તક પર પ્રતિબંધ મુક્યો હતો. વીર સાવરકર દેશના વીર સપૂત હતા આથી જ વિરોધીઓ પણ તેને વીર સાવરકર કહેવુ પડે છે. રાહુલ ગાંધીના નિવેદન અંગે અમિત શાહે કહ્યુ કે તેમને કોઈ ગંભીરતાથી લેતુ હોય એવુ મને લાગતુ નથી.

હું પક્ષનો સામાન્ય કાર્યકર છું. તેમજ પડદા -પોસ્ટર લગાવી આગળ વધ્યો

ગુજરાત ચૂંટણી સમયે 182 બેઠકો માટે ભાજપમાં 4200 ઉમેદવારોએ લડવા માટેની દાવેદારી કરી,આ અંગે અમિત શાહે જણાવ્યુ કે જેટલી જીતવાની સંભાવના વધુ એટલા ટિકિટ માટેના દાવેદાર પણ વધુ હોય છે. અમિત શાહે કહ્યું કે હું પક્ષનો સામાન્ય કાર્યકર છું. તેમજ પડદા -પોસ્ટર લગાવીને અને બુથથી આગળ વધ્યો છે.

Published On - 8:15 pm, Sun, 20 November 22

Next Article