Gujarat Election 2022 : Big Debate On Bus: વડોદરામાં ચૂંટણીના ચોરો કાર્યક્રમમાં દરેક પાર્ટીમાં યુવા અને શિક્ષિત ઉમેદવારો મુદ્દે થઈ ચર્ચા

|

Nov 30, 2022 | 11:48 PM

Gujarat Election 2022: ટીવી નાઈનની ઈલેક્શનવાળી બસ વડોદરા પહોંચી છે. ત્યારે  ચૂંટણીનો ચોરો આજે  વડોદરામાં પારૂલ યુનિવર્સિટીના પ્રાંગણમાં જામ્યો છે. જ્યારે  ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે ભાજપ નેતા ધર્મેશભાઈ પંડ્યા, કોંગ્રેસના નેતા ભાવિતભાઈ અમીન તથા રાજકીય વિશ્લેષક ડૉ પવન ત્રિવેદી પણ  જોડાયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે.  તેવા સમયે ટીવીનાઈન દ્વારા ઈલેક્શનને લઈને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઈન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ વડોદરાના પહોંચી છે. ત્યારે  ચૂંટણીનો ચોરો આજે  વડોદરાની પારૂલ યુનિવર્સિટીના પ્રાંગણમાં જામ્યો છે. જ્યારે  ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે ભાજપના નેતા ધર્મેશભાઈ પંડ્યા, કોંગ્રેસના નેતા ભાવિતભાઈ અમીન તથા રાજકીય વિશ્લેષક ડૉ પવન ત્રિવેદી પણ  જોડાયા હતા.

યુવાનો શા માટે કોંગ્રેસને પસંદ કરે?

આ અંગે કોંગ્રેસના નેતા ભાવિતભાઈ અમીને જણાવ્યુ કે નવા જે મતદારો આ ચૂંટણીમાં મતદાન કરવાના છે. ત્યારે અભ્યાસ પુરો કર્યા બાદ તેમની નજર રોજગારી તરફ દોડાવે છે. આજે યુવા વોટર્સ બેરોજગારીથી પરેશાન છે. વારંવાર પેપર લીક થાય છે. તેના માટે જવાબદાર કોણ ? ભાજપ તરફ સિસ્ટમ ફેઈલ ગઈ છે. જેનું પરિણામ આજનો યુવાન ભોગવી રહ્યો છે.

પાર્ટીમાં યુવા ઉમેદવારોનો મોટો રોલ હોવો જોઈએ ?

આ અંગે રાજકીય વિશ્લેષક ડૉ પવન ત્રિવેદીએ જણાવ્યુ કે જો યુવાઓ કંપની ચલાવી શકતા હોય તો રાજ્ય ચલાવી શકે. જો યુવાનો મલ્ટી મિલિયન બિલિયન, ટ્રિલિયન ઈન્ડસ્ટ્રી ચલાવી શકતા હોય તો એક રાજ્યના ચલાવી શકે? તેમણે જણાવ્યુ કે આ રાજ્યનું દુર્ભાગ્ય છે કે અમારા યુવાનોને અમે રાજનીતિમાં જગ્યા નથી આપી શક્તા. દરેક પોલિટિકલ પાર્ટીએ યુવાનોને જગ્યા આપવી જોઈએ.

182 બેઠકો પર મતદાન થવાનું છે જેમા 788 ઉમેદવારો મેદાને છે જેમા માત્ર 156 ઉમેદવારો જ એવા છે જે યુવા છે. શું પાર્ટી શિક્ષિત ઉમેદવાર અને યુવા ઉમેદવાર મામલે ગંભીર નથી?

આ સવાલ પર ભાજપના નેતા ધર્મેશ પંડ્યાએ જણાવ્યુ કે હું નગરપાલિકાની ચૂંટણી લડ્યો ત્યારે મારી ઉમર માત્ર 30 વર્ષ હતી. તેમણે કહ્યુ હું પણ યુવાનીમાં ઈલેક્શન લડીને આગળ આવ્યો અને ધીમે ધીમે ઘડાતો ગયો છુ. ગુજરાતીમાં કહેવત છે ઘરડા જ ગાડા વાળે.

ભાજપમાં 50+ની સંખ્યા બહુ મોટી છે જેમા યુવાઓ માત્ર 3 છે

યુવાનોની જરૂર દેશને છે જ પરંતુ દરેક વસ્તુમાં અનુભવ પણ ક્યાંકને ક્યાંક જરૂરી હોય છે. બિઝનેસમાં પણ ક્યારેક વડીલોનુ માર્ગદર્શન લેવુ પડે છે.

શું યુવા ઉમેદવારો હોવા જોઈએ ? શિક્ષિત ઉમેદવારો હોવા જોઈએ ?

કોંગ્રેસના નેતાએ જણાવ્યુ કે કોંગ્રેસ હંમેશા યુવાઓની સાથે જ ઉભી રહેલી છે. તેમણે રાજસ્થાનનું ઉદાહરણ આપ્યુ. સચિન પાયલોટનું ઉદાહરણ આપ્યુ. બીજા રાજ્યોમાં પણ યુવા ચહેરાઓને આગળ લાવ્યા છે. તેમણે જણાવ્યુ કે જેટલી પણ યુનિવર્સિટીઓ બનેલી છે તેમા યુવા ચહેરાઓ જે નેતાઓ હતા તે આજે પણ કોઈને કોઈ જગ્યાએ કોંગ્રેસ પાર્ટીમાં છે જ.
182 માંથી માત્ર 2 ઉમેદવારો એવા છે જે 18થી 29 વર્ષના છે. જેના પર રાજનેતાઓ એવુ કહે છે કે રાજકારણમાં પરિપક્વતા પણ જરૂરી છે. પાર્ટીંમાં જોડાય. પાર્ટીમાં સક્રિય થાય તે પછી પાર્ટી ઉમેદવાર બનાવતી હોય છે.

શુ શિક્ષિત અને યુવા ઉમેદવાર આસાનીથી યુવાઓ સાથે કનેક્ટ ન થઈ શકે?

રાજકીય વિશ્લેષક ડૉ પવન ત્રિવેદીએ જણાવ્યુ કે યુવાન માત્ર ઉમરથી નક્કી ન થવો જોઈએ, જો એ વ્યક્તિ 24 કલાકમાં 18 કલાક કે 20 કલાક નરેન્દ્ર મોદી કામ કરી શક્તા હોય તેને પણ યુવાન ગણી શકીએ. ડૉક્ટર્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી કરેલા યુવાઓએ પણ રાજનીતિમાં આગળ આવવુ જોઈએ.

ભાજપના મેનિફેસ્ટોમાં કેજીથી લઈને પીજી સુધીનુ દીકરીઓ માટે ફ્રી શિક્ષણ મુદ્દે કોંગ્રેસના નેતાએ કહ્યુ કે ગરીબ માતાપિતાના બાળકો પણ સારી શાળામાં ભણી શકે તેના માટેનો RTEનો કાયદો પણ કોંગ્રેસ લાવી છે. હાલ જ્યાં ચોરો ચાલી રહ્યો છે તેના ફાઉન્ડર મેમ્બર જયેશભાઈ પટેલ કોંગ્રેસના હતા. કોંગ્રેસ હંમેશા શિક્ષણ મુદ્દે ગંભીર રહી છે. કોંગ્રેસના ભાવિતભાઈ અમીને ભાજપ પર આરોપ લગાવ્યો કે અમે અમારા મેનિફેસ્ટોનાં કેજીથી પીજી સુધીનું શિક્ષણ દીકરીઓને ફ્રી આપવાની વાત કરી ભાજપવાળાએ એ જ મુદ્દાને તેમને સંકલ્પ પત્રમાં સમાવ્યો છે.

આ અંગે ભાજપના નેતા ધર્મેશ પંડ્યાએ જણાવ્યુ કે અત્યાર સુધી કેજીથી શરૂ કરીને સ્કૂલ સુધીનું શિક્ષણ ભાજપની સરકારે મફત મળી જ રહ્યુ છે. હવે તેને પીજી સુધી અપગ્રેડ કરવામાં આવ્યુ છે.

Next Video