Gujarat Election : ભાજપના ચીલે જ મતદારોને રીઝવી રહ્યું છે AAP, પણ શું કોઈ મજબુરી છે કે મોદીનું નામ સુદ્ધા લેતા નથી કેજરીવાલ ?

|

Aug 10, 2022 | 7:23 AM

'ગુજરાત મૉડલ' દ્વારા ભાજપે સતત બીજી વખત સમગ્ર દેશમાં વાહ વાહ મેળવી છે. જો કે, કેજરીવાલ ભાજપ (BJP) પર પ્રહાર કરવામાં કોઈ કસર છોડતા નથી, પરંતુ તેઓ PM મોદીનું નામ લેવાનું ટાળી રહ્યા છે.

Gujarat Election : ભાજપના ચીલે જ મતદારોને રીઝવી રહ્યું છે AAP, પણ શું કોઈ મજબુરી છે કે મોદીનું નામ સુદ્ધા લેતા નથી કેજરીવાલ ?
Gujarat election 2022

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly election)  હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે,ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા કમર કસી રહી છે. BJP અને કોંગ્રેસ સિવાય આ વખતે આમ આદમી પાર્ટી (AAP)પણ એડી ચોટીનુ જોર લગાવી રહી છે. AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)  ગુજરાતમાં સખત મહેનત કરી રહ્યા છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જ તેમણે ભાજપના ગઢમાં ત્રણ દિવસ વિતાવ્યા છે અને આજે તેઓ ફરી ગુજરાતની (Arvind kejriwal gujarat visit) મુલાકાતે છે. કેજરીવાલ ‘દિલ્હી મૉડલ’ની મદદથી લોકોને રીઝવવાના પ્રયત્નો કરી રહી છે, ‘ગુજરાત મૉડલ’ દ્વારા ભાજપે સતત બીજી વખત સમગ્ર દેશમાં વાહ વાહ મેળવી છે. જો કે, કેજરીવાલ ભાજપ (BJP) પર પ્રહાર કરવામાં કોઈ કસર છોડતા નથી, પરંતુ તેઓ PM મોદીનું નામ લેવાનું ટાળી રહ્યા છે.

કેજરીવાલ PM મોદીનું નામ લેવાનું ટાળી રહ્યા છે !

રાજકીય નિષ્ણાતોનું માનીએ તો કેજરીવાલ રણનીતિ હેઠળ PM મોદીનું (PM Narendra Modi) નામ લેવાનું ટાળી રહ્યા છે. છેલ્લા 2 દાયકાથી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા છે. ગુજરાતમાં ત્રણ વખત મુખ્યમંત્રીનુ પદ સંભાળ્યા બાદ તેઓ છેલ્લા 8 વર્ષથી દેશના વડાપ્રધાન છે. મોટાભાગના ગુજરાતીઓ તેમને રાજ્યના ગૌરવ તરીકે જુએ છે. ભાજપ (BJP party)  વિરુદ્ધ સત્તા વિરોધી લાગણીઓ હોઈ શકે છે, પરંતુ મોદીનો જાદુ હજુ પણ ગુજરાતમાં છે. પીએમ મોદીની આ લોકપ્રિયતાને કારણે ભાજપ તેમના નામ અને કામ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. તેને કારણે જ AAP ‘મોદી Vs કેજરીવાલ’ બનાવવાનું ટાળી રહ્યા છે.

લોકસભા ચૂંટણીમાં AAP ને નુકશાન થયુ

તમને જણાવી દઈએ કે, 2014 થી 2019 સુધી અરવિંદ કેજરીવાલ PM મોદી વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવતા હતા. કેટલીકવાર તેણે આવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો જેના માટે તેની આકરી ટીકા થઈ હતી. વારાણસીમાં PM મોદી સામે ચૂંટણી લડનાર અરવિંદ કેજરીવાલે 2019ની લોકસભા ચૂંટણી બાદ પોતાની રણનીતિ બદલી છે. હવે દિલ્હીના CM કેજરીવાલ પીએમ મોદીની જગ્યાએ બીજેપીનું (Gujarat BJP) નામ લઈ રહ્યા છે. એવું માનવામાં આવતું હતું કે મોદી વિરુદ્ધના નિવોદનોને કારણે પાર્ટીને લોકસભા ચૂંટણીમાં નુકસાન થયું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પંજાબ જીત્યા બાદ ફરી એકવાર AAP નું વલણ બદલાયું

પંજાબ (Punjab election) જીત્યા બાદ ફરી એકવાર AAP નું વલણ બદલાયું છે. દિલ્હી વિધાનસભામાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતુ કે, ભાજપના બંને મોટા નેતાઓ તેમનાથી ડરે છે. જો કે કેજરીવાલ હાલમાં પીએમ મોદીને લઈને બેવડી રણનીતિ પર કામ કરી રહ્યા છે. ભલે તેઓ દિલ્હીમાં PM મોદી પર સીધું નિશાન નથી તાકી રહ્યા, પરંતુ ગુજરાતમાં તેઓ રાજ્ય સરકારના કામની જ વાત કરે છે. તેઓ ભાજપની ટીકા કરતાં મફત વીજળી, પાણી, રોજગાર જેવા મુદ્દા પર આકરા પ્રહારો પણ કરે છે.

Next Article