Gujarat Election 2022: ગોંડલના રીબડામાં કિન્નાખોરીનો અનિરુદ્ધસિંહ જાડેજાનો આક્ષેપ, ભાજપ ઉમેદવાર ગીતા બાએ કર્યું મતદાન,  EVM ખોટકાઇ જતા મતદારોમાં રોષ

Gujarat Election 2022: ગોંડલના રીબડામાં કિન્નાખોરીનો અનિરુદ્ધસિંહ જાડેજાનો આક્ષેપ, ભાજપ ઉમેદવાર ગીતા બાએ કર્યું મતદાન, EVM ખોટકાઇ જતા મતદારોમાં રોષ

| Edited By: | Updated on: Dec 01, 2022 | 4:46 PM

Gujarat Election 2022: ગોંડલ ભગવતપરા શાળા ન.5માં evm ખોટવાયું હતું. બુથ ન. 135 નું evm ખોટવાયું હતું. જેના કારણે હજુ સુધી મતદાન શરૂ ના થતા મતદારોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

Gujarat Election 2022: ગોંડલ સીટ માટે કોંગ્રેસને ટેકો જાહેર કરનાર અનિરૂદ્ધસિંહ જાડેજાએ રીબડામાં કિનાખોરી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. રીબડામાં 80 વર્ષથી વધુ ઉંમરના વ્રુદ્ધોને ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજા મતદાન મથક અંદર ઇન્ટરવ્યૂ આપે છે રીબડામાં મીડિયાને દૂર રાખવામાં આવતા હોવાનો પણ આક્ષેપ થયો છે. પ્રિસાઇડીંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરતો હોવાનો અનિરુધ્ધસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

મતદાનના આજના દિવસે સાંસદ રમેશ ધડુકે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન ટીવી9 સાથેની વાતચીતમાં ભાજપની જીતનો આશાવાદ તેમણે સેવ્યો હતો. સાસંદે આ મુલાકાત દરમિયાન મતદાન કરવા લોકોને અનુરોધ કર્યો છે.

ગોંડલના ભાજપ ઉમેદવાર ગીતા બાએ કર્યુ મતદાન

ગોંડલમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. ગોંડલના ભાજપના ઉમેદવાર ગીતાબાએ પણ મતદાન કર્યું છે. ગોંડલની સ્વામી ના. ગુરુકુલ ખાતે તેમણે મતદાનનો ઉપયોગ કર્યો હતો. ગીતાબા એ પ્રચંડ બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગીતાબા જાડેજાએ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

ગોંડલમાં ઇવીએમ ખોટકાયું, મતદારોમાં રોષ

ગોંડલ ભગવતપરા શાળા ન.5માં evm ખોટવાયું હતું. બુથ ન. 135 નું evm ખોટવાયું હતું. જેના કારણે હજુ સુધી મતદાન શરૂ ના થતા મતદારોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

ગોંડલઃ બે ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

ગોંડલ વિધાનસભા બેઠક પર બે ક્ષત્રિય ઉમેદવારો એવા જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ખરાખરીનો ખેલ છે. ભાજપે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી. ચૂંટણી જાહેર થયા બાદ જયરાજસિંહ -અનિરુદ્ધસિંહ દ્વારા ખૂબ આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે ગોંડલ સીટ પૂરતો કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.

 

Published on: Dec 01, 2022 12:19 PM