Gujarat Election 2022 : રાજકોટમાં રાહુલ ગાંધીની સભા પૂર્વે કોંગ્રેસમાં ભડકો, કોંગ્રેસ અગ્રણી સહિત 100 કાર્યકરો ભાજપમાં જોડાયા

|

Nov 20, 2022 | 11:49 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી  2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 21 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તે પૂર્વે જ રાજકોટ કોંગ્રેસના મોટો ભડકો થયો છે. જેમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત 100 કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

Gujarat Election 2022 : રાજકોટમાં રાહુલ ગાંધીની સભા પૂર્વે કોંગ્રેસમાં ભડકો, કોંગ્રેસ અગ્રણી સહિત 100 કાર્યકરો ભાજપમાં જોડાયા
Gujarat Congress Bjp

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી  2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 21 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તે પૂર્વે જ રાજકોટ કોંગ્રેસના મોટો ભડકો થયો છે. જેમાં કોંગ્રેસ અગ્રણી સહિત  100 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ કાર્યકરો ભાજપના રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાના સમર્થનમાં જોડાયા છે. જેમાં કૉંગેસ છોડી કાર્યકરો ફટાકડા ફોડી વાજતે ગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, ધનસુખ ભંડેરી અને બેઠકના ઇન્ચાર્જ જીતુ કોઠારી સહીતએ કોંગ્રેસ છોડી આવેલા કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 21 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે. રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક-એક જન સભા સંબોધશે. રાહુલ ગાંધી 21 નવેમ્બરે બપોરે 1 કલાકે સુરત અને બપોરે 3 કલાકે રાજકોટમાં પ્રચાર કરશે.

રાજકોટની ચાર વિધાનસભા બેઠક રાજકોટ પૂર્વ બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર મનસુખ કાલરીયા છે રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર હિતેશ વોરા છે તથા રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર સુરેશ બથવાર છે તેઓના પ્રચાર માટે રાહુલ ગાંધી બપોરે 3:30 વાગ્યે રાજકોટ આવી પહોંચશે અને શાસ્ત્રી મેદાન ખાતે જન સભાને સંબોધન કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Published On - 11:39 pm, Sun, 20 November 22

Next Article