Gujarat Election 2022: સહપ્રભારી બન્યા બાદ શનિવારે પ્રથમ વાર ગુજરાત આવશે આપ નેતા રાઘવ ચઢ્ઢા, જનતાનો જાણશે મિજાજ

Gujarat Election 2022: આમ આદમી પાર્ટીના સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે સવારે રાજકોટ જશે. જ્યાં તેઓ પાર્ટટીના કાર્યકર્તાઓ અને સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરશે.

Gujarat Election 2022: સહપ્રભારી બન્યા બાદ શનિવારે  પ્રથમ વાર ગુજરાત આવશે આપ નેતા રાઘવ ચઢ્ઢા, જનતાનો જાણશે મિજાજ
રાઘવ ચઢ્ઢા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 10:13 PM

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ને ધ્યાનમાં રાખીને, તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમા ખાસ કરીને આ વખતે આમ આદમી પાર્ટી (AAP) ચૂંટણી પ્રચારમાં તમામ તાકાત લગાવી રહી છે. આ બધા વચ્ચે આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ગુજરાતના સહ પ્રભારી બન્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે સવારે રાજકોટ પહોંચશે. જ્યાં તેઓ પાર્ટીના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ રાઘવ ચઢ્ઢા બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને સાંજે મહાત્મા ગાંધીના બાળપણના નિવાસસ્થાનની મુલાકાત લેશે અને તેમના આશિર્વાદ લેશે.

આપના રાઘવ ચઢ્ઢા એક કુશળ રાજકારણી અને સંચાલક છે. ત્યારે આમ આદમી પાર્ટી રાઘવ ચઢ્ઢાની એન્ટ્રી બાદ ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો અને ગુજરાતના યુવાનો વચ્ચે જોશ-શોરથી ઉતરવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે, આમ આદમી પાર્ટીને આશા છે કે રાઘવ ચઢ્ઢાની ગુજરાતની મુલાકાત પછી, શહેરી- ગ્રામીણ વિસ્તારોમાં અને યુવાનો વચ્ચે પાર્ટીને ફાયદો થશે. જો કે આપ યુવાનોમાં ઘણી લોકપ્રિય પણ છે. તેથી, આપ પાર્ટી તેનો લાભ લેવા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર અભિયાનની તૈયારીઓ માટે ચઢ્ઢાને મોકલી રહી છે.

સહ -ઇન્ચાર્જ બન્યાબાદ પ્રથમવાર ગુજરાતની મુલારાતે રાઘવ ચઢ્ઢા

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત માટે એક મહત્વપૂર્ણ સૂત્રધાર અને સહ પ્રભારીની ભૂમિકામાં રહ્યા છે. આવી સ્થિતિમાં, આપએ તેમને ગુજરાતમાં પાર્ટી બાબતોના સહ પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ચઢ્ઢા દિલ્હી અને પંજાબમાં મહત્વપૂર્ણ હોદ્દા પર કામ કરી ચુક્યા છે. આપને જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢા એક કુશળ રાજકારણી અને સંચાલક માનવામાં આવે છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેના કારણે પંજાબમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

દિલ્હી અને પંજાબમાં નિભાવી ચુક્યા છે મહત્વપૂર્ણ જવાબદારી

ઉલ્લેખનીય છે કે રાઘવ ચઢ્ઢા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ દ્વારા આમ આદમી પાર્ટીએ પંજાબની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. રાઘવ ચઢ્ઢાના કહેવાથી જ ભગવંત માનને પંજાબમાં મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને પરિણામ એ આવ્યું કે પંજાબમાં આપની ઐતિહાસિક જીત મેળવી. અગાઉ, રાઘવ ચઢ્ઢા દિલ્હી અને પંજાબમાં મહત્વપૂર્ણ હોદ્દા પર કામ કરી ચુક્યા છે. તો પંજાબમાં, AAP એ 117 માંથી 92 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં મોકલ્યા હતા.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">