Gujarat Election 2022: મતદાન કેન્દ્રમાં હોય છે દિવાસળી, પેન, લાખથી માંડીને 96 પ્રકારની સ્ટેશનરીનો ખજાનો, જાણો મતદાન મથકના રસપ્રદ તથ્યો

|

Dec 04, 2022 | 3:31 PM

તમને જાણીને નવાઈ લાગશે કે એક મતદાન મથક માટે  96 પ્રકારની  સ્ટેશનરીનો વપરાશ થાય છે.  તો ચાલો જાણીએ  કે એક મતદાન મથકમાં શાહીથી માંડીને અન્ય કઈ કઈ  ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

Gujarat Election 2022:  મતદાન કેન્દ્રમાં હોય છે દિવાસળી, પેન, લાખથી માંડીને 96 પ્રકારની સ્ટેશનરીનો ખજાનો, જાણો મતદાન મથકના રસપ્રદ તથ્યો
પોલિંગ બૂથમાં વપરાય છે અઢળક સ્ટેશનરી

Follow us on

તમે મત આપવા જાવ ત્યારે તમારી આંગળી પર નિશાન માટે ઉપયોગમાં લેવામાં આવતી શાહીથી માંડીને  પેન સુધીની ઘણી વસ્તુઓ પોલિંગ બૂથમાં ઉપયોગમાં લેવામાં આવે છે.  આપણે ચાર-પાંચ મિનિટમાં મતદાન કરીને આપણી નૈતિક ફરજ નિભાવીએ છીએ. આપણી આ ફરજ માટે ઉભા કરવામાં આવતા બૂથ પાછળ કેટલી મહેનત કરવામાં આવે છે તે બાબતથી આપણે અજાણ છીએ. એક વાર પોલિંગ પાર્ટી બૂથ ઉપર પહોંચી જાય તે બાદ ત્યાં જ રાતવાસો કરતી હોય છે. એ દરમિયાન ચૂંટણી સામગ્રીઓની સુરક્ષા કરવાની હોય છે. ચૂંટણી યોજાવાની હોય ત્યારે વીવી પેટ અને ઇવીએમની સાથે સાથે  અન્ય ઘણી નાની મોટી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.  તમને જાણીને નવાઈ લાગશે કે એક મતદાન મથક માટે  96 પ્રકારની  સ્ટેશનરીનો વપરાશ થાય છે.  તો ચાલો જાણીએ  કે એક મતદાન મથકમાં શાહીથી માંડીને અન્ય કઈ કઈ  ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

પોલિંગ પાર્ટીના સામાનમાં કુલ 270  વસ્તુઓ હોય છે  ઇવીએમ અને વીવીપેટ ઉપરાંત 28 પ્રકારના બંધારણિય કવર અને 15  પ્રકારના બિનબંધારણિય કવરો સાથે  ઢગલા જેટલો સામાન હોય છે. પીનથી લઇ પતરી સુધી, દિવાસળીનું બોક્સ, મિણબત્તી, લાખ સહિતની વસ્તુઓ પોલિંગ પાર્ટીને આપવામાં આવે છે  મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજાય તે માટે છેલ્લા ત્રણેક માસથી તનતોડ મહેનત કરી રહેલા વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજ રવિવારે સવારના આઠ વાગ્યાથી શહેર અને જિલ્લાના નિયત રવાનગી મથકો ઉપરથી પોલિંગ પાર્ટીઓને રવાના કરવામાં આવી હતી. શહેરની પાંચ બેઠકો ઉપરની તમામ પોલિંગ પાર્ટીઓ બપોર સુધીમાં તેમના સંબંધિત બૂથ ઉપર પહોંચી ગઇ હતી. જ્યારે, ગ્રામ્ય વિસ્તારના ચૂંટણીકર્મીઓ સુરક્ષા કવચ સાથે સાંજ સુધીમાં વિનાવિઘ્ને પોતાના મતદાન મથક ઉપર પહોંચી જાય એવું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રામ્ય વિસ્તારના ચૂંટણીકર્મીઓ માટે આયોજન

દસેય બેઠકો માટે નિયત કરવામાં આવેલા રવાનગી કેન્દ્રો ખાતે સંબંધિત પ્રતિપ્રેષક અધિકારીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બૂથની સંખ્યા પ્રમાણે ટેબલો ઉપરથી ઇવીએમ, વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આની પ્રથમ પ્રક્રીયા ટીમનું ગઠન હોય છે. સંબંધિત આરઓ દ્વારા છેલ્લું રેન્ડમાઇઝેશન કરી પોલિંગ સ્ટાફને ડ્યુટી આપવામાં આવે છે અને તે પ્રમાણે ટીમના સભ્યોને એકત્ર કરી આ સામગ્રી આપવામાં આવે છે. કોઇ અનિવાર્ય સંજોગોમાં કોઇ કર્મચારી ગેરહાજર હોય તો તેના સ્થાને અનામત સ્ટાફમાંથી કોઇને ફરજ સોંપવામાં આવે છે. કુલ પોલિંગ સ્ટાફના 10  ટકા સ્ટાફને અનામત રાખવામાં આવે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પોલિંગ પાર્ટી સાથે ઇવીએમ, વીવીપેટ સહિતની કુલ 96  પ્રકારની સ્ટેશનરી સામગ્રી હોય છે. જેની કુલ સંખ્યા 270 થાય છે.  મજાની વાત એ છે કે, આ સામગ્રીમાં દિવાસળીની પેટી, મીણબત્તી, ભૂંસાઈ ન જાય તેવી શાહી, વિશિષ્ટ નિશાનીવાળા રબ્બરના સિક્કા, હરિફ ઉમેદવારોની યાદી, વિવિધ પ્રકારના કવર હોય છે. તેમાં 28 પ્રકારના બંધારણિય કવર અને 15  પ્રકારના બિનબંધારણિય કવરો હોય છે. આ ઉપરાંત વિવિધ નિશાનીવાળા પાટિયા જેમાં શાંતિ રાખો, લાઇનમાં ઉભા રહો, અંદર જવાનો માર્ગ, બહાર નિકળવાનો માર્ગ સહિતની સૂચના આપતા પાટિયાઓ મુખ્યત્વે હોય છે.

પોલિંગ બૂથમાં હોય છે આટલી મહત્વની સ્ટેશનરી

  1. પેન્સિલ
  2. ત્રણ વાદળી અને એક લાલ મળી કુલ ચાર બોલપેન
  3. આઠ કોરા કાગળ
  4. 25  નંગ પીન,
  5. સીલ મારવા માટેની લાખના 6  ટૂકડા
  6. ગમપેસ્ટ
  7. પતરી (Blade)
  8. પાતળી વળ આપેલી સૂતળી 20  મિટર
  9. ધાતુની પટ્ટી
  10. કાર્બન પેપર
  11. એક કાપડનો  કટકો
  12. રબર બેન્ડ
  13. સેલોટેપ
  14. વીવીપેટ સાથે મતદાન ટૂકડીને જાડા કાગળના બનેલા કવર
  15. કાળા કાગળને સીલ કરવાનું પ્લાસ્ટિકનું બોક્સ
  16. પ્લાસ્ટિક બોક્સને સીલ કરવા માટે પિંક પેપર સીલ
  17. મોકપોલ સ્લીપ સ્ટેમ્પ
  18. મત કેવી રીતે આપવો તે અંગેનું પોસ્ટર
  19.  હેન્ડબૂક

વિથ ઇનપુટ ક્રેડિટ: યુનૂસ ગાઝી, વડોદરા , ટીવી9

Next Article