Gujarat Election 2022 : ગુજરાતમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા 710 ફ્લાઈંગ સ્કવોડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત

ગુજરાતમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કૉડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. જેમાં મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી ઈમારતો પરથી 3,07,574 લખાણો, જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ વગેરે દૂર કરવામાં આવ્યા છે

Gujarat Election 2022 : ગુજરાતમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા 710 ફ્લાઈંગ સ્કવોડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત
Gujarat Election Flying Squad
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 29, 2022 | 3:40 PM

ગુજરાતમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કવોડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. જેમાં મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી ઈમારતો પરથી 3,07,574 લખાણો, જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ વગેરે દૂર કરવામાં આવ્યા છે. આચાર સંહિતાના અમલના ભંગની કુલ 2,423 અરજીઓ મળી છે, જેમાંથી 2,389 નો નિકાલ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 3,822 જનરલ ફરિયાદો મળી છે, તેમાંથી 3,600 અરજીઓનો નિકાલ કરાયો છે.

c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા કુલ 2,364 ફરિયાદો મળી છે, તે પૈકી 2,347 ફરિયાદોનો નિકાલ

સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે લોન્ચ કરવામાં આવેલી c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે.c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા કુલ 2,364 ફરિયાદો મળી છે, તે પૈકી 2,347 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

મિડિયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મિડિયા પર દેખરેખ

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે બનાવવામાં આવેલા નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ પર અત્યાર સુધીમાં 70 ફરિયાદો મળી છે. તે પૈકી 64 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. સામાન્ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે. નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા કંટ્રોલ રૂમના ફોન નંબર 1800-233-1014 તથા 079-23257791 અને 079-23257792-ફેક્સ મારફતે અત્યાર સુધીમાં 175 ફરિયાદો મળી છે, તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કચેરીમાં મિડિયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મિડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્રચાર માધ્યમો પરથી 205 ફરિયાદો મળી છે. જે પૈકી 152 ફરિયાદનો નિકાલ થયો છે.

આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ-મેઈલ દ્વારા અત્યાર સુધીમાં 705 ફરિયાદો મળી છે. તે પૈકી 676 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. એમ વિવિધ પ્રકારની કુલ 6,245 ફરિયાદો મળી છે, જેમાંથી 5,989 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. બાકી રહેલી 256 ફરિયાદોનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

મતદાનના દિવસે જાહેર રજા

પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં અને બીજા તબક્કાના 14 જિલ્લાઓમાં મતદાનના દિવસે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વટાઉખત અધિનિયમ હેઠળ રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, બન્ને તબક્કામાં મતદાનના દિવસે મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કે જે કોઈપણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ અથવા અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતા હોય તેવા કર્મચારીઓ અને રોજમદારો (કેઝ્યુઅલ કામદારો) ને મતદાનના દિવસે સવેતન રજા આપવા શ્રમ આયુક્તની કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિવ-દમણ અને દાદરા નગરહવેલી જેવા ગુજરાતની સરહદને સાંકળતા જિલ્લાઓમાં ગુજરાતના જે મતદારો રહેતા હોય તેમના માટે પણ પેઈડ હૉલીડે જાહેર કરવામાં આવ્યો છે.

પોલિંગ સ્ટાફને ચૂંટણી સંચાલનની તાલીમ

ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયાના સરળ અને સુચારૂ સંચાલન માટે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને નિયત કાર્યક્રમ મુજબ તાલીમ આપવામાં આવે છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ તમામ 19 જિલ્લાઓમાં પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજા તબક્કાના 14 જિલ્લાઓના પોલીંગ સ્ટાફની બીજી તાલીમનો આજથી આરંભ કરાયો છે અને આગામી તા.28 નવેમ્બર સુધીમાં આ તાલીમ પૂર્ણ કરાશે. જિલ્લા કક્ષાએ આપવાની થતી વિવિધ તાલીમો જેવી કે, મામલતદાર(ચૂંટણી), નાયબ મામલતદાર(ચૂંટણી), સેક્ટર ઓફિસર્સ, માઇક્રો ઓબ્ઝર્વર્સ, બૂથ લેવલ ઓફિસર્સ(BLOs), MCC ટીમ, EEM ટીમ, MCMC ટીમ વગેરેની ટ્રેનીંગ પણ આયોજન મુજબ પૂર્ણ કરવામાં આવી છે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">