Gujarat : વિધાનસભાના સત્ર પહેલા ભાજપ ધારાસભ્ય દળની મળશે બેઠક, પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો રહેશે હાજર

|

Sep 19, 2022 | 12:50 PM

આ બેઠકમાં ધારાસભ્યોને 2 દિવસની કામગીરી અંગે માહિતી અપાશે.જેમાં મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનો હાજર રહેશે.

Gujarat : વિધાનસભાના સત્ર પહેલા ભાજપ ધારાસભ્ય દળની મળશે બેઠક, પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો રહેશે હાજર
Gujarat BJP

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election) નજીક આવતા દરેક રાજકીય પાર્ટીઓ એકશનમાં જોવા મળી રહી છે. ત્યારે 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ (BJP) પણ પોતાનુ વર્ચસ્વ જાળવવા મથામણ કરી રહી છે.રાષ્ટ્રીય નેતા PM મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે.આ બધાની વચ્ચે આવતીકાલે ભાજપ ધારાસભ્ય (BJP MLA) દળની બેઠક મળશે. માહિતી મુજબ વિધાનસભાના ટૂંકા સત્ર (Gujarat Assembly session)  માટે આ બેઠક મળવાની છે. જેમાં ધારાસભ્યોને 2 દિવસની કામગીરી અંગે માહિતી અપાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનો હાજર રહેશે.

ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે મોડી રાત્રે જે. પી. નડ્ડા (J P Nadda ) ગુજરાત આવશે. આવતીકાલે બપોરે 1 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર તેઓ ઉતરશે. એરપોર્ટથી રેસકોર્ષ સુધી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે.પી.નડ્ડા સાથે મુખ્યપ્રધાન અને સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે. જે પછી તેઓ એક જનસભા સંબોધશે. આ સભામાં રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 15000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જેમાં કાર્યકર્તાઓને જેપી નડ્ડા આગામી વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly election) માર્ગદર્શન આપશે. ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનુ ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ અંગેની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

Next Article