Gujarat Election 2022: કોંગ્રેસ અગ્રણી પરેશ ધાનાણી સાયકલ પર પહોંચ્યા મતદાન મથક, લલિત વસોયા અને પુનાજી ગામીતે પણ કર્યુ મતદાન

|

Dec 01, 2022 | 9:18 AM

Gujarat assembly election 2022: પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 788 ઉમેદવારો છે. કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ છે. પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને ઉમેદવારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

Gujarat Election 2022: કોંગ્રેસ અગ્રણી પરેશ ધાનાણી સાયકલ પર પહોંચ્યા મતદાન મથક, લલિત વસોયા અને પુનાજી ગામીતે પણ કર્યુ મતદાન
પરેશ ધાનાણી સાયકલ પર સવાર થઇ મત આપવા પહોંચ્યા

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યુ છે. પ્રથમ તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કામાં કુલ 1,24,33,362 પુરૂષ અને 1,15,43,308 મહિલા મતદારો છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 788 ઉમેદવારો છે. કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ છે. પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને ઉમેદવારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

પરેશ ધાનાણી સાયકલ પર પહોંચ્યા મતદાન મથક

કોંગ્રેસ અગ્રણી અને ઉમેદવાર પરેશ ધાનાણી અમરેલીમાં સાયકલ પર મતદાન મથક પહોંચ્યા હતા. તેઓ ગેસ સિલિન્ડર સાથે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. તો પરેશ ધાનાણીની દીકરી સંસ્કૃતિએ પહેલી વખત મતદાન કર્યુ છે. સંસ્કૃતિ પણ સાયકલ પર તેલનો ડબ્બો લઈને મતદાન કેન્દ્ર પહોંચી હતી.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

લલિત વસોયાએ કર્યુ મતદાન

રાજકોટના ધોરાજીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આદર્શ સ્કૂલમાં મતદાન કર્યું. આ સમયે લલિત વસોયાએ નિવેદન આપ્યુ કે ઉપલેટા અને ધોરાજીમાં 65 ટકાથી વધુ મતદાન થશે. લલિત વસોયાએ લોકોને મતદાન કરવા અપીલ કરી.

પુનાજી ગામીતે કર્યુ મતદાન

તાપી જિલ્લાના વ્યારામાં કોંગ્રેસના ઉમેદવાર પુનાજી ગામીતે મતદાન કર્યું છે. કરંજવેલ ગામે તેમણે પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ.  વ્યારા બેઠક પરથી સતત 4 ટમથી પુનાજી ગામીત ચૂંટાઈ આવ્યા છે. ત્યારે મતદાન દરમિયાન  મીડિયા સમક્ષ  તેમણે આ વખતે પણ જંગી બહુમતીથી જીત મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Published On - 9:02 am, Thu, 1 December 22

Next Article