AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ભરશે ઉમેદવારી પત્ર, ગૃહપ્રધાન અમિત શાહ પણ રહી શકે છે હાજર

Gujarat Election 2022: ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભામાં રેલી યોજશે. આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ફોર્મ ભરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહી શકે છે અને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘટાન અમિત શાહના હસ્તે કરવામાં આવી શકે છે.

CM ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ભરશે ઉમેદવારી પત્ર, ગૃહપ્રધાન અમિત શાહ પણ રહી શકે છે હાજર
CM bhupendra patel (File photo )Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:40 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે ચૂંટણી ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ 14 નવેમ્બર છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે 17 નવેમ્બર છેલ્લી તારીખ છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. તે પહેલા ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભામાં રેલી યોજશે. આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ફોર્મ ભરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહી શકે છે અને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘટાન અમિત શાહના હસ્તે કરવામાં આવી શકે છે. તેની સાથે જ ઘાટલોડિયામાં ગૃહપ્રધાન અમિત શાહની જનસભાનું પણ આયોજન કરવામાં આવી શકે છે.

ગુજરાત ઇલેકશન 2022 : ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત મુલાકાતે આવવાના છે. અગાઉ ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી વલસાડના નાનપોંઢા આવ્યા હતા. જ્યાં તેમણે સભા સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપને મારી પાસે પ્રચારનો જેટલો સમય માગવો હોય તેટલો મારે આપવો પડે. હું ગુજરાતમાં પ્રચાર માટે ભાજપ જેટલો સમય માગશે તેટલો આપીશ. પોતે આપેલા વચન પ્રમાણે જ વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં એક પછી એક પ્રચાર રેલીઓ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં 25 જેટલી રેલી ગુજરાતમાં કરવાના છે.

ગુજરાત ઇલેકશન 2022 : ઉમેદવારોનો નિયત ચૂંટણી ખર્ચ

  • ચા-ફોફી- એક કપના 15 રૂપિયા
  • ચા-કોફી- અડધો કપના 10 રૂપિયા
  • દૂધ-એક ગ્લાસના 20 રૂપિયા
  • બિસ્કીટ- 20 રૂપિયા
  • બ્રેડ-બટર-એક પ્લેટના 25 રૂપિયા
  • બટાકા-પૌવા- એક પ્લેટના 20 રૂપિયા
  • ઉપમા- એક પ્લેટના 20 રૂપિયા
  • ભજીયા- 100 ગ્રામના 30 રૂપિયા
  • ગુજરાતી થાળી- એક થાળીના 90 રૂપિયા
  • દહીં છાશ- (150 મિલી) 15 રૂપિયા
  • સમોસા- (બે નંગ) એક પ્લેટના 40 રૂપિયા
  • કટલેટ- (2 નંગ) 30 રૂપિયા
  • લીંબુ પાણી- 1 ગ્લાસ 10 રૂપિયા
  • પાંવભાજી- એક પ્લેટના 70 રૂપિયા
  • પુરી-શાક- એક પ્લેટના 40 રૂપિયા
  • પરોઠા-શાક- એક પ્લેટના 70 રૂપિયા

ભારતના નિર્વાચન આયોગે વિધાનસભા બેઠકોના પ્રત્યેક ઉમેદવાર માટે રૂ.40 લાખના મહત્તમ ચૂંટણી ખર્ચની સીમા બાંધી છે. તેના અનુસંધાને આ ખર્ચ નિરીક્ષણની કામગીરી કરવામાં આવે છે. દર વખતે ચૂંટણી પ્રચાર પાછળ અઢળક નાણાં લોકો ખર્ચ કરતા હોય છે. જેને જોતા તંત્ર દ્વારા ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનું રજીસ્ટર પણ બનાવવાનું રહેશે. રોજે રોજનો ખર્ચ પણ લખવાનો હોય છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કરાય છે. સભા-મંડપ, ફર્નિચર, વાહન ભાડા, પોસ્ટરનાં તેમજ પ્રચાર સાહિત્યનાં, પ્રિન્ટીંગ, સાઉન્ડ સીસ્ટમ, હોટલ, ભોજનમાં ખર્ચ કરવામાં આવતો હોય છે. જેમા ગોટાળા ન થાય માટે ખર્ચ ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">