ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો રાજકોટમાં ઝંઝાવાતી પ્રચાર, કહ્યું ગુજરાતીઓ આપ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાની પરંપરાને આગળ વધારશે

|

Nov 18, 2022 | 11:03 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજકોટમાં ઝંઝાવાતી ચૂંટણી સભા સંબોધી હતી. રાજકોટ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર કાનગડના પ્રચાર માટે આવેલા જેપી નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટ પર નિશાન તાક્યુ. કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યુ નર્મદા ડેમના બાંધકામમાં રોડા નાખવાનુ કામ કોંગ્રેસે કર્યુ.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો રાજકોટમાં ઝંઝાવાતી પ્રચાર, કહ્યું ગુજરાતીઓ આપ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાની પરંપરાને આગળ વધારશે
જે પી નડ્ડા

Follow us on

ભાજપે આજથી પ્રથમ ચરણની વિધાનસભા સીટો પર ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. જે અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડના પ્રચાર માટે પહોંચ્યા હતા, જેપી નડ્ડાએ પોતાના ભાષણમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોનો હિસાબ લોકો સમક્ષ મૂક્યો હતો, નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું  અને ઉદયકાનગડના સમર્થનમાં ભાજપને મત આપવા લોકોને  અપીલ કરી હતી.

આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે-નડ્ડા

આમ આદમી પાર્ટી પર નિશાન ચેપી લડાઈ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં એવો માહોલ ઊભો કરી દે છે કે જાણે તે રાજ્યમાં બીજું કોઈ રાજકીય પાર્ટી જ ન હોય ઉત્તર પ્રદેશમાં પણ તેમણે આવો માહોલ ઊભો કર્યો હતો અને પછી મોટાભાગની સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ ભૂલ થઈ ઉત્તરાખંડમાં પણ આ જ થયું હતું અને હિમાચલમાં પણ આ જ થશે હું ગુજરાતના લોકોને અપીલ કરું છું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાની પરંપરા ચાલુ રહે તેવું મતદાન કરે

નર્મદાના પાણી ગુજરાતને ન મળે તેવા કોંગ્રેસના હતા પ્રયત્નો

જેપી નડ્ડાએ કહ્યું હતું કે ગુજરાત ભાજપના નેતાઓ જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે નર્મદા ડેમ પર પાટિયા મુકવા માટે પરવાનગી માંગી રહ્યા હતા. પરંતુ કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકાર કંઈ જ કરવા માગતી ન હતી મનમોહનસિંહ કંઈ જાણતા ન હોય તે રીતે કંઈ બોલવા તૈયાર ન હતા.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ સહિતની અનેક સુવિધાઓ ગુજરાતને મળી

જે.પી.નડ્ડાએ કહ્યુ હતું કે નવા ભારતની ગંગોત્રી ગુજરાત છે. કેન્દ્ર સરકારે ગુજરાતને અનેક ભેટ આપી છે. એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ ,ગિફ્ટ સિટી સહિતની મોટી ભેટ આપી છે. ગુજરાત સહિત દેશમાં કોરોનામાં સરકારની કામગીરી નોંધપાત્ર રહી છે. ગરીબોને અનાજ, જનધન ખાતા,ખેડૂતોને સહાય સહિત અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે.

Next Article