Gujarat Election 2022 : ઝાંઝરકાથી સોમનાથની યાત્રામાં આ બેઠકો પર અમિત શાહની નજર, જાણો શું છે અહીંનો રાજકીય ઈતિહાસ

|

Oct 13, 2022 | 12:51 PM

ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનને પગલે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો. જો કે હવે અહીંની રાજકીય સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહી છે.

Gujarat Election 2022 : ઝાંઝરકાથી સોમનાથની યાત્રામાં આ બેઠકો પર અમિત શાહની નજર, જાણો શું છે અહીંનો રાજકીય ઈતિહાસ
Gujarat Gaurav yatra

Follow us on

વિધાનસભા ચૂંટણી નજીક (Gujarat Assembly Election) આવતા સત્તા કાયમી રાખવા ભાજપ એડી ચોટીનુ જોર લગાવી રહી છે. ભાજપે ગૌરવ યાત્રા થકી ચૂંટણી પ્રચંડ પ્રચારની શરૂઆત કરી છે. ગઈ કાલે બહુચરાજી માતાના મંદિરે માતાજીના દર્શન કર્યા પછી વિધિવત રીતે જે.પી. નડ્ડાએ (JP Nadda) ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે બીજા દિવસે અમિત શાહ પણ આ પ્રચાર અભિયાનમાં જોડાશે. સૌપ્રથમ અમદાવાદના ઝાંઝરકાથી સોમનાથ જતી ગુજરાત ગૌરવ યાત્રાને (Gujarat Gaurav yatra) અમિત શાહ પ્રસ્થાન કરાવશે. આ યાત્રા 24 વિધાનસભા, 9 જિલ્લા 1070 કિમીનો પ્રવાસ ખેડશે. જો કે પ્રશ્ન એ થાય કે આ જિલ્લાઓની જ પસંદગી કેમ કરવામાં આવી ?

અમદાવાદ જિલ્લાની બેઠકો પર ભાજપને ફટકો

આ યાત્રા થકી ભાજપ અમદાવાદ જિલ્લાની બેઠકો પર પકડ મજબૂત કરવા માગે છે. વર્ષ 2017માં ભાજપે અમદાવાદ (Ahmedabad) જિલ્લાની ધંધુકા-વિરમગામ બેઠક ગુમાવી હતી. તો ધોળકા બેઠકમાં પણ ગણતરીના મતોથી જ બીજેપીની જીત થઈ હતી. આથી અમદાવાદ જિલ્લામાં પકડ મજબુત કરવા પર ભાજપનું ફોકસ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સૌરાષ્ટ્રની આ બેઠકો પર ભાજપનું ફોકસ

તો બોટાદની વાત કરીએ તો ગત વિધાનસભા ચૂંટણીમાં 2 માંથી 1 સીટ ભાજપને મળી હતી. તો ભાવનગર શહેર અને જિલ્લામાં 7 માંથી 6 બેઠક બીજેપી પાસે છે. જ્યારે એક બેઠક પર ભાજપને (BJP) ફટકો મળ્યો હતો. તો અમરેલીમાં વર્ષ 2017માં 5 માંથી એક પણ બેઠક મેળવવામાં ભાજપ નિષ્ફળ ગયુ હતુ. જો કે પેટા ઇલેક્શનમાં ધારી બેઠક પરથી ભાજપે જીત મેળવી હતી.

જો જૂનાગઢની (Junagadh) વાત કરીએ તો આ જિલ્લામાં 5 માંથી 2017 માં ભાજપ એક પરથી જ જીત મેળવી શક્યુ હતુ. તો માણાવદર જવાહર ચાવડા પેટા ઇલેક્શનમાં જીત્યા હતા. તો બીજી તરફ વિસાવદરના દિગ્ગજ નેતા હર્ષદ રીબડીયા એ કોંગ્રેસનો હાથ છોડી ભગવો ખેસ ધારણ કર્યો છે. તેથી આ વખતે અહીંના રાજકીય ઈતિહાસમાં પરિવર્તન જોવા મળી શકે છે. તો આ યાત્રાનું અંતિમ બિંદુ એટલે ગીર સોમનાથ. જો અહીંની વાત કરીએ તો 4 વિધાનસભા બેઠક પરથી ભાજપ એક પણ બેઠક પરથી કાઠુ કાઢી શક્યુ નહોતું. જો કે ગત વખતે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પાટીદાર આંદોલનને પગલે ભાજપને મોટ ફટકો પડ્યો હતો. જો કે અત્યારે અહીંની રાજકીય સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહી છે.

Published On - 11:12 am, Thu, 13 October 22

Next Article