Gujarat Election 2022: મહેસાણામાં ચૂંટણીની કામગીરીમાં ફરજ પર મૂકાયેલા પ્રોફેસરનું મોત

|

Nov 24, 2022 | 4:58 PM

Gujarat Election: મહેસાણામાં ચૂંટણી કંટ્રોલ રૂમમાં ફરજ પર મૂકાયેલા પ્રોફેસરનું તેમના ઘરે હાર્ટએટેકથી મોત થયું છે. તેઓ કુકસ ગામે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતા. વિધાનસભાની ચૂંટણીને લઈને તેઓ કેટલાક દિવસ પહેલા જ કુકસ આવ્યા હતા.

Gujarat Election 2022: મહેસાણામાં ચૂંટણીની કામગીરીમાં ફરજ પર મૂકાયેલા પ્રોફેસરનું મોત
મહેસાણાના પ્રોફેસરનું મોત
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોને સાથે ચૂંટણી પંચ પણ તૈયારીઓમાં લાગી ગયુ છે. અત્યારે ઠેર ઠેર વિવિધ રાજકીય પક્ષોની રેલીઓ ચાલી રહી છે. જેમાં પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. તો ચૂંટણીની કામગીરીને લઇને પણ કેટલાક કર્મચારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. મહેસાણામાં ચૂંટણી કંટ્રોલ રૂમ માટે એક પ્રોફેસરને કેટલીક જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે મળતી માહિતી પ્રમાણે આ પ્રોફેસરને હાર્ટ એટેક આવવાથી તેમનું મોત થયુ છે.

ગુજરાત ઇલેકશન 2022 : ચૂંટણી કંટ્રોલ રૂમમાં ફરજ પર મૂકાયેલા પ્રોફેસરનું મોત

મહેસાણામાં ચૂંટણી કંટ્રોલ રૂમમાં ફરજ પર મૂકાયેલા પ્રોફેસરનું તેમના ઘરે હાર્ટએટેકથી મોત થયું છે. તેઓ કુકસ ગામે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતા. વિધાનસભાની ચૂંટણીને લઈને તેઓ કેટલાક દિવસ પહેલા જ કુકસ આવ્યા હતા. 42 વર્ષીય અનિલ વેકરિયા રાજકોટના ગોંડલ તાલુકાના મહેતા ખંભાળિયા ગામના વતની હતા. ગઈકાલે સવારે 6થી બપોરે 2 કલાક સુધીની તેમની ફરજ હોવાથી તેઓ ઘરેથી તૈયાર થઈને ડ્યુટી પર જવા નીકળતા હતા. તે સમયે અચાનક જ હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું. પરિવારજનો હોસ્પિટલ લઈ જતાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કર્મચારીના આકસ્મિક મોતને પગલે મહેસાણા મામલતદાર, અન્ય અધિકારીઓ અને સરકારી કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાત ઇલેકશન 2022 : મહિલા પોલીસ બેભાન થતા PMએ રોક્યુ સંબોધન

તો ગઇકાલે પણ એક આ પ્રકારની જ ઘટના મહેસાણામાં જ સામે આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણામાં સભા સંબોધી રહ્યા હતા. જે દરમિયાન વડાપ્રધાનના સ્ટેજ પાસે જ એક મહિલા પોલીસ કર્મચારી બેભાન થઇ ગઇ હતી. આ મહિલા પોલીસ કર્મચારી સ્ટેજ પાસે ફરજ પર હતી. ત્યારે તેને બેભાન થયેલી જોઇને વડાપ્રધાન મોદીએ તેમની સભામાં અચાનક સંબોધન રોક્યુ હતુ અને આસપાસના વ્યક્તિઓને મહિલા માટે પાણી લાવવા જણાવ્યુ હતુ. જે પછી કેટલાક લોકોએ મહિલાને પાણી પીવડાવ્યુ હતુ. જે પછી મહિલાને સારવાર માટે લઇ જવાઇ હતી. મહિલાને લઇ જવાયા બાદ જ વડાપ્રધાને ફરીથી પોતાની સભામાં સંબોધન શરુ કર્યુ હતુ.

Next Article