Goa Election 2022: કેજરીવાલે ગોવાના પૂર્વ મુખ્યપ્રધાનના પુત્રને પાર્ટીમાં જોડાવાની કરી ઓફર, જાણો શું છે સમગ્ર મામલો

|

Jan 20, 2022 | 4:39 PM

અરવિંદ કેજરીવાલે ઉત્પલ પર્રિકરને ગોવાની ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાની ઓફર કરી છે.

Goa Election 2022: કેજરીવાલે ગોવાના પૂર્વ મુખ્યપ્રધાનના પુત્રને પાર્ટીમાં જોડાવાની કરી ઓફર, જાણો શું છે સમગ્ર મામલો
Kejriwal give offer to Utpal parrikar (File Photo)

Follow us on

Goa Election 2022: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) ગુરુવારે પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને (Utpal Parrikar) AAPમાં જોડાઈને ચૂંટણી લડવા જણાવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે જાહેરમાં આ ઓફર કરી છે. તેણે એક ખાનગી ચેનલનો વીડિયો ટ્વીટ કરીને પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભાજપ ઉત્પલને તેમના પિતાના મતવિસ્તાર પણજીથી ચૂંટણી લડવા દેતા નથી.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, ‘ગોવાના લોકો ખૂબ જ દુઃખી છે કે ભાજપે પર્રિકર પરિવાર સાથે પણ Use and Through નીતિ અપનાવી છે. મેં હંમેશા મનોહર પર્રિકર જીનું સન્માન કર્યું છે. AAPની ટિકિટ પર ચૂંટણી લડવા માટે ઉત્પલ જીનું સ્વાગત છે. તમને જણાવી દઈએ કે મનોહર પર્રિકરનું 2019માં નિધન થયું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

શિવસનાએ ઉત્પલને ટેકો આપ્યો

થોડા દિવસો પહેલા જ ભાજપના હરીફ શિવસેનાએ ઉત્પલ પર્રિકરને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા હતા. શિવસેનાના સંજય રાઉતે ટ્વીટ કર્યું હતુ કે, “જો ઉત્પલ પર્રિકર પણજી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડે છે તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ગોવા ફોરવર્ડ પાર્ટી સહિત તમામ બિન-ભાજપ પક્ષો તેમની ઉમેદવારીનું સમર્થન કરવું જોઈએ. મનોહરભાઈને આ જ સાચી શ્રદ્ધાંજલિ હશે. હાલમાં ઉત્પલ પર્રિકરને લઈને ગોવામાં રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે.

ભાજપે 34 ઉમેદવારોની યાદી જાહેર કરી

તમને જણાવી દઈએ કે ભાજપે ગુરુવારે આગામી ગોવા વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને સંકલિમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે પાર્ટીએ છ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. પક્ષ દ્વારા નામાંકિત 34 ઉમેદવારોમાંથી નવ ખ્રિસ્તી સમુદાયના છે, જ્યારે ત્રણ સામાન્ય બેઠકો પર અનુસૂચિત જનજાતિના નેતાઓનુ નામાંકન કરવામાં આવ્યુ છે.

 

આ પણ વાંચો : UP Election 2022 : ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસમાંથી છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ

Next Article