
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પલટાનો દાવો કરીને સત્તામાં પાછા ફરવાની આશા રાખનારા તેજસ્વી યાદવને મોટો ઝટકો લાગ્યો છે. સીટ-વહેંચણી વ્યવસ્થામાં મહત્તમ બેઠકો મેળવવા માટે પ્રયત્નશીલ કોંગ્રેસ માત્ર 5 સીટો આગળ છે. જો કે તેણે 60 થી વધુ બેઠકો પર ઈલેક્શન લડી હતી. આમાંથી ઘણી બેઠકો પર મહાગઠબંધનની અંદર ભાગલા પડ્યા, જેના કારણે લગભગ 12 બેઠકો પર મૈત્રીપૂર્ણ સ્પર્ધા થઈ. 2020 ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે 70 બેઠકો પર ચૂંટણી લડી અને ફક્ત 19 બેઠકો જીતી.
તેજસ્વી યાદવની RJD ગયા વખતે 74 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જોકે આ વખતે વલણો દર્શાવે છે કે તે 36 બેઠકો પર અટકી ગઈ છે, જે તેની અગાઉની સંખ્યાના અડધા છે. વિકાસશીલ ઇન્સાન પાર્ટીના મુકેશ સાહની, જેમણે નાયબ મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોયું હતું, તેઓ પણ ફક્ત એક બેઠક સુધી મર્યાદિત હોય તેવું લાગે છે.
બિહારનુ પાટનગર પટના છે. લગભગ 10.5 કરોડની વસ્તી ધરાવતું બિહાર 95 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. રાજ્યમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 16 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. લોકસભાની 40માંથી 6 બેઠકો અનુસૂચિત જાતિના લોકો માટે અનામત છે. રાજ્યમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા 243 છે. વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
Published On - 4:21 pm, Fri, 14 November 25