‘પીરિયડ્સમાં રાહત’, કેરળ યુનિવર્સિટીએ વિદ્યાર્થિનીઓને આપી ‘મોટી રાહત’, હવે પીરિયડ્સના દિવસો માટે મળશે ‘રજા’

|

Jan 15, 2023 | 8:14 AM

કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT) હવે મહિલા વિદ્યાર્થીઓને હાજરીમાં 2% છૂટ આપશે. આ છૂટ તેમને 'માસિક સ્ત્રાવ રાહત' હેઠળ આપવામાં આવશે.

પીરિયડ્સમાં રાહત, કેરળ યુનિવર્સિટીએ વિદ્યાર્થિનીઓને આપી મોટી રાહત, હવે પીરિયડ્સના દિવસો માટે મળશે રજા
kerala university

Follow us on

કેરળ (Kerala)ની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ હાજરીમાં પિરિયડ્સને લઈને વધારાની છૂટછાટ તરીકે ‘માસિક સ્ત્રાવમાં રાહત’ મેળવી શકે છે. ગર્લ સ્ટુડન્ટ્સની લાંબા સમયથી ચાલતી માંગને ધ્યાનમાં રાખીને કેરળની જાણીતી કોચીન યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT) એ દરેક સેમેસ્ટરમાં ગર્લ સ્ટુડન્ટ્સની હાજરીમાં ઘટાડો કરવા માટે વધારાની બે ટકાની છૂટછાટને મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં, જો કોઈ છોકરી પીરિયડ્સને કારણે યુનિવર્સિટીમાં ન જાય, તો તેની હાજરીમાં ઘટાડો થશે નહીં, કારણ કે તે ‘માસિક રાહત’નો લાભ લઈ શકે છે.

એક સ્વાયત્ત યુનિવર્સિટી, CUSATમાં વિવિધ વિભાગોમાં 8000થી વધુ વિદ્યાર્થીઓ છે અને તેમાંથી અડધાથી વધુ છોકરીઓ છે. સંયુક્ત રજિસ્ટ્રાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “મહિલા વિદ્યાર્થીઓને માસિક ધર્મના લાભો માટેની વિનંતીઓ પર વિચાર કર્યા પછી, વાઈસ-ચાન્સેલર એકેડેમિક કાઉન્સિલને રિપોર્ટિંગને આધિન દરેક સેમેસ્ટરમાં મહિલા વિદ્યાર્થીઓની હાજરીમાં બે ટકાની વધારાની છૂટની મંજૂરી આપવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો : World Menstrual Hygiene Day 2022 : માસિક સ્વચ્છતા દિવસની વાસ્તવિકતા, 500 મિલિયન મહિલાઓ માસિક અસ્વચ્છતાને કારણે  એનિમિયાની ઝપેટમાં

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વિદ્યાર્થી યુનિયનની માંગ થઈ પુરી

યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ વિદ્યાર્થી સંગઠનો છેલ્લા કેટલાક સમયથી ગર્લ સ્ટુડન્ટ્સ પર માસિક ધર્મના લાભો માટે દબાણ કરી રહ્યા છે. આ અંગેની દરખાસ્ત તાજેતરમાં વાઇસ ચાન્સેલરને ઔપચારિક રીતે સુપરત કરવામાં આવી હતી. તે મંજૂર થયા બાદ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે CUSAT અધિકારીએ કહ્યું કે, દરેક વિદ્યાર્થીની માટે છૂટછાટ અલગ હશે. કારણ કે તે તેની હાજરી પર આધારિત છે.

વિદ્યાર્થીનીઓ કેવી રીતે લાભ લઈ શકે?

CUSAT અધિકારીએ કહ્યું, “તે દરેક વિદ્યાર્થી માટે અલગ હશે. દરેક વિદ્યાર્થીની માસિક સ્રાવ લાભ તરીકે તેની કુલ હાજરીના બે ટકાનો દાવો કરી શકે છે. તેથી આદેશમાં રજાઓની ચોક્કસ સંખ્યા આપવામાં આવી નથી. આ આદેશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી તમામ પ્રવાહની મહિલા વિદ્યાર્થીઓને લાગુ પડશે. તેનો અમલ પણ તાત્કાલિક અસરથી થાય તેવી અપેક્ષા છે.

યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના ચેરપર્સન નમિતા જ્યોર્જે ખુશી વ્યક્ત કરી હતી કે, તેમની માંગણીઓ કોઈપણ વાંધો ઉઠાવ્યા વિના સ્વીકારવામાં આવી છે. તેમણે કહ્યું, “નિયમો અનુસાર CUSAT વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં બેસવા માટે દરેક સેમેસ્ટરમાં 75% હાજરી હોવી જરૂરી છે પરંતુ નવા આદેશથી વિદ્યાર્થીનીઓને આમાં બે ટકાની છૂટ મળશે. આ રીતે હવે તેમને 73 ટકા હાજરી પર પણ પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવશે.

(ભાષા ઇનપુટ સાથે)

Next Article