JEE Main Admit Card 2021 : જેઇઇ મેઇન્સ ફાઇનલ સેશન્સ માટેના એડમિટ કાર્ડ જલ્દી આપવામાં આવશે

|

Aug 15, 2021 | 4:27 PM

BTech અને BArch કાર્યક્રમોમાં પ્રવેશ માટે JEE Main 2021 નું ચોથું અને અંતિમ સત્ર 26 મી ઓગસ્ટ, 27 મી ઓગસ્ટ, 31 મી ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ યોજાશે.

JEE Main Admit Card 2021 : જેઇઇ મેઇન્સ ફાઇનલ સેશન્સ માટેના એડમિટ કાર્ડ જલ્દી આપવામાં આવશે
સાંકેતિક તસ્વીર

Follow us on

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ટૂંક સમયમાં JEE મેઈન્સ પરીક્ષા 2021 ના ​​ચોથા સત્ર માટે એડમિટ કાર્ડ બહાર પાડશે. એનટીએ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર એડમિટ કાર્ડ બહાર પાડશે. આવી સ્થિતિમાં, પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે એડમિટ કાર્ડ (JEE Main Admit card 2021) સંબંધિત નવી અપડેટ્સ માટે વેબસાઇટની વિઝિટ લેવાનું ચાલુ રાખો.

BTech અને BArch કાર્યક્રમોમાં પ્રવેશ માટે JEE  Main 2021 નું ચોથું અને અંતિમ સત્ર 26 મી ઓગસ્ટ, 27 મી ઓગસ્ટ, 31 મી ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ યોજાશે. જો કે, એનટીએ દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી કે પરીક્ષા માટે એડમિટ કાર્ડ (JEE Main Admit card 2021) ક્યારે આપવામાં આવશે. દેશભરમાં IIT માં પ્રવેશ માટે JEE (એડવાન્સ્ડ) 2021 ની પરીક્ષા આ વર્ષે 3 ઓક્ટોબર, 2021 ના ​​રોજ યોજાશે.

વધારાઇ પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાને ધ્યાનમાં રાખીને, આ વખતે આ પરીક્ષાઓ 334 શહેરોમાં લેવામાં આવી રહી છે, જ્યારે અગાઉ આ પરીક્ષાઓ 232 શહેરોમાં લેવાની હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના સિનિયર ડિરેક્ટર ડો.સાધના પરાશરે જણાવ્યું હતું કે આ વખતે દરેક પાળી માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ વધારવામાં આવી છે. દરેક શિફ્ટમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 660 થી વધારીને 828 કરવામાં આવી છે.

13 ભાષાઓમાં યોજાઇ રહી છે પરીક્ષાઓ

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અનુસાર, JEE ની પરીક્ષાઓ પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવામાં આવી રહી છે. દેશનું કોઈ પણ બાળક તેની માતૃભાષામાં પરીક્ષા આપીને એન્જિનિયરિંગ કરી શકે છે. આ વખતે JEE ની પરીક્ષા 13 જુદી જુદી ભાષાઓમાં લેવામાં આવી રહી છે.

ચોથા તબક્કાની JEE Mains પરીક્ષાઓ 26 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ચોથા સત્ર માટે નોંધણીની તારીખ 20 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સલાહ પર લેવામાં આવ્યો હતો.

જેઇઇ મેઇન 2021 ના ​​ચોથા સત્રની પરીક્ષા પણ અગાઉના સત્રમાં આપેલ કોવિડ મહામારીની દિશા-નિર્દેશો મુજબ લેવામાં આવશે. આ મુજબ, NTA JEE Main એડમિટ કાર્ડ સાથે, વિદ્યાર્થીઓએ અગાઉના સત્રોની જેમ સ્વ-ઘોષણા ફોર્મ લાવવાનું રહેશે. જેઇઇ મેઇન સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં જેઇઇ મેઇન ઉમેદવારોની આરોગ્ય સ્થિતિનો ઉલ્લેખ હશે.

Next Article