AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડ સાયન્ટિફિક રેન્કિંગ જાહેર, ગુજરાતની 32 યુનિવર્સિટીનું રેન્કિંગમાં સ્થાન, ગુજરાતની ટોપ ટેનમાં ચાર અમદાવાદની સંસ્થા

યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિક સંસોધકો અને દેશ-દુનિયાની જાણીતી જર્નલોમાં આ સંશોધનોના રેફરન્સની સંખ્યાના આધારે આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની ટોપ -10 યુનિવર્સિટીઓમાં અમદાવાદની સૌથી વધુ 4 છે.

વર્લ્ડ સાયન્ટિફિક રેન્કિંગ જાહેર, ગુજરાતની 32 યુનિવર્સિટીનું રેન્કિંગમાં સ્થાન, ગુજરાતની ટોપ ટેનમાં ચાર અમદાવાદની સંસ્થા
world scientific ranking
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 11:32 AM
Share

આ વર્ષે એટલે કે 2023માં એજ્યુકેશન રીસર્ચ સંસ્થા એલ્પર ડોગર એટલે કે ADએ વિજ્ઞાનનું શિક્ષણ આપવાની સાથે વિજ્ઞાન ક્ષેત્રે સંસોધન કરતી દુનિયાની 20,089 યુનિવર્સિટી અને 13 લાખથી વધુ વિજ્ઞાનીઓના સંસોધનોનો અભ્યાસ કરીને યુનિવર્સિટીનું રેન્કિંગ જાહેર કર્યું છે.

આ રેન્કિંગ માટે તેને ભારત માટે અલગ વિભાગ જાહેર કર્યો છે. જે અંતર્ગત 33 યુનિવર્સિટીઓ ગુજરાતની છે. જેમાં સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (SVNIT) પ્રથમ અને વડોદરાની MS યુનિવર્સિટી બીજા ક્રમે છે. યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિક સંસોધકો અને દેશ-દુનિયાની જાણીતી જર્નલોમાં આ સંશોધનોના રેફરન્સની સંખ્યાના આધારે આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતની ટોપ -10 યુનિવર્સિટીઓમાં અમદાવાદની સૌથી વધુ 4 છે. જ્યારે સુરત, વડોદરા ઉપરાંત આણંદ-વિદ્યાનગરની 3 અને ગાંધીનગરની 1 યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Career options : BA પછી શું કરવું…? આ છે 10 બેસ્ટ કરિયર ઓપ્શન

આ રેન્કિંગના ટોપ પરની સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના વિજ્ઞાન ક્ષેત્રના પ્રોત્સાહન વિશે વાત કરતાં પ્રો.ઉપેના દલાલ કહે છે કે, ‘યુનિવર્સિટીની સ્ટેટ ઓફ આર્ટ લેબોરેટરીઝ અને સંસોધનો માટે પ્રાધ્યાપકોને અપાતું પ્રોત્સાહન સંસ્થાના મુખ્ય જમાપાસું છે. આવનારા સમયમાં ઈન્ફ્રાસ્ટક્ચરને વધુ મજબુત કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. યુનિવર્સિટીમાં દુનિયાના ઉત્તમ 10 ટકા પ્રાધ્યાપકોમાં SVNITના 5 પ્રાધ્યાપકો છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. જ્યારે દેશના ટોપ – 10 હજાર સાયન્ટિસ્ટ્સમાંથી 23 અમારી સંસ્થાના છે.’

ડો. કે એમ ચુડાસમાએ કહી આ વાત

જ્યારે એમએસ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. કે એમ ચુડાસમા કહે છે કે, ‘છેલ્લા 3 વર્ષમાં યુનિવર્સિટીમાં રિસર્ચરની ધગશ, મહેનતને જોઈને એક લાખ રુપિયાનું ભંડોળ યુનિવર્સિટી દ્વારા પુરૂં પાડવામાં આવે છે. સંસોધન કરવા પર જ નહીં પણ તેને પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થાય તે માટે પણ વિશેષ આગ્રહ રાખવામાં આવે છે. જેથી સ્કોપસમાં યુનિવર્સિટીનો દેખાવ સુધર્યો છે.’

દેશમાં MSUનો રેન્ક 175મો છે અને ભારતના 10 હજાર ઉત્તમ વૈજ્ઞાનિકોમાં 28 એમએસયુના છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાની યુનિવર્સિટીઓના ટોપ 10% વિજ્ઞાનીઓમાં ગુજરાતના 18 છે. આ ઉપરાંત સાઈટેશન સંસોધકો 1395 છે. જે પૈકીના ટોપ – 10 યુનિવર્સિટીઓના 727 છે.

ગુજરાતની યુનિવર્સિટીઓના ટોપ 5 સાયન્ટિસ્ટ અને પ્રોફેસર

રાજ્યમાં રેન્ક દેશમાં રેન્ક રિસર્ચર ક્ષેત્ર
1 160 દત્તા મદમવાર, ચારુસેટ, આણંદ એન્વાયર્મેન્ટ માઈક્રોબાયોલોજી
2 167 આર.વેંકટરાવ, SVNIT, સુરત એનએરોબિક માઈક્રોબાયોલોજી
3 257 સંદીપ તંવર, નિરમા યુનિવર્સિટી, અમદાવાદ બ્લોક ચેઈન ટેક્નોલોજી
4 343 શ્રીનિવાસ મૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ, સાદરા એનએરોબિક માઈક્રોબાયોલોજી
3 257 સંદીપ તંવર, નિરમા યુનિવર્સિટી, અમદાવાદ બ્લોક ચેઈન ટેક્નોલોજી
5 346 પ્રિયદર્શી શુક્લા, અમદાવાદ યુનિ., અમદાવાદ એન્વાયર્મેન્ટ એનર્જી

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">