ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારો IGNOU ની ઓફિશિયલ વેબસાઇટ ignouadm.samarth.edu.in પર જઈને પ્રવેશ માટે અરજી કરી શકે છે. યુનિવર્સિટીએ આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.
પીએચડી પ્રવેશ માટે નોંધણી કરાવતા ઉમેદવારો પાસે JRF સાથે UGC NETનું માન્ય સ્કોરકાર્ડ હોવું આવશ્યક છે. UCG NET 2024 પાસ કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. ઓનલાઈન અરજીની ફી 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
IGNOU દ્વારા કુલ બેઠકોના પાંચ ટકા વિકલાંગ ઉમેદવારો (40 ટકાથી ઓછી વિકલાંગતા નહીં) માટે અનામત રાખવામાં આવશે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મુજબ જેઆરએફ પાત્ર વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુના આધારે પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ આપવામાં આવે છે. JRF સાથે માન્ય UGC NET ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને ઇન્ટરવ્યુમાં 100% વેઇટેજ હશે. કેટેગરી 2 અને 3 હેઠળ માન્ય UGC NET સ્કોર્સ ધરાવતા JRF ઉમેદવારો અને ઉમેદવારોની સંયુક્ત મેરિટ સૂચિ તૈયાર કરવામાં આવશે, જે પીએચડી પ્રવેશ માટેની અંતિમ મેરિટ યાદી હશે. વધુ માહિતી માટે, ઉમેદવારો બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન ચકાસી શકો છો.