
ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને ભારત સરકાર તરફથી એક્ઝિક્યુટિવ ઓર્ડર મળ્યા છે જેમાં X ને ભારતમાં 8,000 થી વધુ એકાઉન્ટ્સ બ્લોક કરવાની જરૂર છે, જેમાં કંપનીના સ્થાનિક કર્મચારીઓ માટે ભારે દંડ અને કેદ સહિત સંભવિત દંડની જોગવાઈ છે. આ આદેશોમાં આંતરરાષ્ટ્રીય સમાચાર સંગઠનો અને અગ્રણી X યુઝર્સના એકાઉન્ટને બંધ કરવાની માંગણીઓનો સમાવેશ થાય છે.
ધર્મશાલામાં ફ્લડલાઈટ બંધ, મેચ હાલ પૂરતી રોકી દેવામાં આવી
પંજાબ કિંગ્સેને પહેલો ઝટકો, પ્રિયાંશ આર્ય 70 રન બનાવી થયો આઉટ, ટી નતરાજને લીધી વિકેટ, દિલ્હી કેપિટલ્સને પહેલી સફળતા અપાવી
પંજાબ કિંગ્સેનો સ્કોર 120 ને પાર, પ્રિયાંશ આર્ય-પ્રભસિમરન સિંહની ફિફ્ટી, પ્રભસિમરન સિંહે 7 બાઉન્ડ્રી ફટકારી
પંજાબ કિંગ્સેનો સ્કોર 100 ને પાર, પ્રિયાંશ આર્યની આક્રમક ફિફ્ટી, પ્રિયાંશ આર્યએ અક્ષર પટેલની ઓવરમાં જોરદાર સિક્સર ફટકારી
પંજાબ કિંગ્સેનો સ્કોર 50 ને પાર, પ્રભાસિમરન સિંહ-પ્રિયાંશ આર્યની આક્રમક બેટિંગ
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, દિલ્હી કેપિટલ્સ ધર્મશાલામાં પહેલા બોલિંગ કરશે.
પાકિસ્તાને ગઈકાલ રાત્રે ભારતના અનેક શહેરો પર કરેલા હુમલાને નિષ્ફળ બનાવ્યા બાદ, આજે હિન્દુસ્તાને પાકિસ્તાનના એનક શહેરોમાં મિસાઈલ અને ડ્રોન મારો કર્યો હતો. આ સ્થિતિમાં આજે આર્મી ચીફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર મોર્ટાર અને ભારે કેલિબર આર્ટિલરીથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે. પાકિસ્તાની ગોળીબારમાં 16 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. પાકિસ્તાન તરફથી મોર્ટાર અને તોપમારો રોકવા માટે ભારતને જવાબ આપવાની ફરજ પડી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, જ્યારે UNSCમાં પહેલગામ વિશે વાતચીત ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાને TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) ની ભૂમિકાનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાને આ ત્યારે કર્યું જ્યારે TRF એ એક વાર નહીં પણ બે વાર હુમલાની જવાબદારી સ્વીકારી હતી. કર્નલ કુરેશી અને વિંગ કમાન્ડર સિંહે ગઈકાલે અને આજે સ્પષ્ટપણે કહ્યું છે કે, ભારતનો જવાબ ચોક્કસ તત્વો ઉપર અને સિમિત માત્રામાં છે. અમારો આ મામલો વધારવાનો કોઈ ઈરાદો નથી. અમે ફક્ત વધતા જતા, તણાવનો જવાબ આપી રહ્યા છીએ. ગઈકાલના હુમલામાં ભારતે પાકિસ્તાનના એક પણ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યું ન હતું. અમે ફક્ત પાકિસ્તાનમાં આતંકવાદી માળખાને નિશાન બનાવ્યા છે.
ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત કોઈ સૈન્ય મથકોને નિશાન બનાવ્યા નથી, આમ છતા પાકિસ્તાન અમારા પર હુમલો કરશે તો જડબાતોડ જવાબ અપાશે તેવી ચેતવણી આપવા છતા, પાકિસ્તાને આજે ભારતના વિવિધ શહેરોમાં આવેલા સૈન્ય મથકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને છોડેલા મિસાઈલ અને ડ્રોનને ભારતની સુરક્ષા પ્રણાલીએ તોડી પાડ્યા હતા. આ બાદ ભારતે પણ પાકિસ્તાન પર ડ્રોન અને મિસાઈલ હુમલો કરીને લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ જ તોડી નાખી છે. તેમ કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું.
ભારતે પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાનો વળતો જવાબ આપતા લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડી. આ ઉપરાંત પાકિસ્તાન સરહદે ગોળીબારને બદલે મોર્ટારથી હુમલો કરવાનુ શરુ કર્યું છે.
પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાને નિશાન નથી બતાવ્યા. જો પાકિસ્તાન અમારા પર હુમલો કરશે તો તેનો જવાબ અપાશે. સૈન્ય ઠેકાણાને પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતની સરક્ષણ સિસ્ટમે આ તમામ હુમલાના પ્રયાસને તોડી પાડ્યા.
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ઓપરેશન સિંદૂર માટે ભારતીય સેનાની ખુબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ગઈકાલે સશસ્ત્ર દળો દ્વારા દર્શાવવામાં આવેલી બહાદુરી અને હિંમત માટે હું ભારતીય સેનાને અભિનંદન આપું છું. ભારતે ગઈકાલે રાત્રે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી. પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો.
પાકિસ્તાને ભારત પર કરેલ નિષ્ફળ હુમલા બાદ, ભારતે શરૂ કરેલા વળતા હુમલામાં પાકિસ્તાનમાં તબાહી મચી જવા પામી છે. એક પછી એક જગ્યાએ ભારતની મિસાઈલ અથવા તો ડ્રોન ત્રાટકી રહ્યાં છે. ભારતના હુમલા બાદ, પાકિસ્તાને લાહોર, કરાચી અને ઇસ્લામાબાદ એરપોર્ટ બંઘ કરી દેવાયા છે.
પાકિસ્તાનમાં થયેલા મોટા હુમલા બાદ ઘણા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોના ઘર ખાલી કરાવવામાં આવી રહ્યા છે. લાહોર એરપોર્ટ પર જોરદાર વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલા થયા છે, જેમાં કરાચીનો પણ સમાવેશ થાય છે. આ હુમલો ડ્રોનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. લાહોરના વોલ્ટન એરપોર્ટ પર વિસ્ફોટ થયો છે.
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કર્યા બાદ, હતપ્રભ બનેલા પાકિસ્તાને ગુજરાતના ભુજ સહિત દેશના 15 શહેર ઉપર મિસાઈલ ડ્રોન હુમલો કર્યો હતો. જેને ભારતની સુરક્ષા પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો હતો. ત્યાર બાદ ભારતે પાકિસ્તાનના એક પછી એક અનેક શહેરોમાં ડ્રોન હુમલો કરીને પાકિસ્તાનની ધરતી સાથે સરકારને પણ ધ્રુજાવી નાખી છે. આ ઘટનાને પગલે, અમેરિકાએ તેના નાગરિકોને પાકિસ્તાન છોડવા આદેશ આપ્યો છે.
ગઈકાલે રાત્રે પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતે પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાને ભારતના ઘણા લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો. શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, લુધિયાણા અને ભૂજ જેવા સ્થળોએ ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. હુમલાના પુરાવા તરીકે ઘણી જગ્યાએથી પાકિસ્તાને છોડેલા મિસાઈલ અને ડ્રોનનો કાટમાળ પણ મળી આવ્યો છે.
અમદાવાદઃ લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીની ફરિયાદ મળી. સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ભૂમાફિયાએ ધમકી આપી એક લાખ રૂપિયા પડાવ્યા. સૂરજ ઉર્ફે બાબા અને આકાશ નામના વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વેપારીએ ખંડણી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કપડાંના વેપારી હરેશ મૂળચંદાનીએ ફરિયાદ નોંધાવી. રૂપિયાની લેતીદેતીમાં લોરેન્સના નામથી ધમકી અપાઈ .
અમદાવાદ: IRS અધિકારી સંતોષ કરનાનીના ઘરે CBIએ દરોડા પાડ્યા છે. રહેણાંક અને સત્તાવાર પરિસરમાં CBIએ દરોડા પાડ્યા. અમદાવાદ, ગાંધીનગર અને જયપુરમાં સર્ચ ઑપરેશન ચાલી રહ્યુ છે. કુલ 11 જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી. 2005 બેચના IRS અધિકારી અને તેમના પત્ની સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ છે.
ઓપરેશન સિંદૂરમાં ભારતને સૌથી મોટી સફળતા મળી છે. ભારતના હુમલામાં આતંકી મસૂદ અઝહરનો ભાઇ રઉફ અઝહર હણાયો. રઉફ અઝહર IC-814 અપહરણકાંડનો માસ્ટર માઇન્ડ હતો. 2001માં સંસદ પર એટેકમાં સંડોવણી હતી. 2008માં 26-11ના હુમલામાં સંડોવણી હતી. 2016માં પઠાણકોટ હુમલામાં સંડોવણી પણ હતી. 2019નાં પુલવામા હુમલામાં પણ હાથ હતો.
પાકિસ્તાનના લાહોરમાં વાયુસેના યુનિટ પર થયેલા હુમલામાં ચાર સૈન્ય અધિકારીઓ પણ માર્યા ગયા હતા.
ભારત પાક બોર્ડર ના સરહદી વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ હાથ ધરાયુ છે. બોર્ડરનું છેલ્લું ગામ જલોયા સહિતના ગામડાઓમાં પોલીસનું પેટ્રોલિંગ થઇ રહ્યુ છે. યુદ્ધની પરિસ્થિતિ થાય તો કયા પ્રકારે સાવચેત અને કયા પ્રકારે મદદરૂપ થઈ શકે તેની પોલીસ સમજૂતી આપી રહી છે. બોર્ડર તથા બોર્ડર ના વિસ્તારોમાં પોલીસ અને તંત્ર દ્વારા સુરક્ષા પણ વધારાઈ.
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને હવાઈ સેવા પ્રભાવિત થઇ છે. અમદાવાદ એરપોર્ટ થી આવતી જતી 16 ફ્લાઈટ થઈ રદ. શ્રીનગર, ચંદીગઢ ,કિશનગઢ, ભુજ ,કેશોદ અને નાશિક અવર જવર કરતી ફ્લાઈટ થઈ રદ. એર સ્ટ્રીપ અને હવાઈ મથક બંધ હોવાના કારણે વિમાની સેવા થઈ પ્રભાવિત.
સરકારે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કરવામાં આવ્યા હતા. લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા. ગણતરી હજુ પણ ચાલુ છે. અમે આ બાબતને વધુ આગળ વધારવા માંગતા નથી. જો પાકિસ્તાન એવું કરશે તો આપણે પણ પાછળ હટીશું નહીં.
પાકિસ્તાનના લાહોરમાં ફરી એટેક થયો છે. લાહોરના નસિરાબાદમાં ડ્રોન હુમલો થયો. ડ્રોન હુમલા બાદ ચારેબાજુ ધુમાડા દેખાયા. લાહોરમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા. ધડાકા બાદ લાહોર એરપોર્ટ બંધ કરાયું. આ પહેલા લાહોર શહેરમાં ધડાકા થયા હતા. લાહોરમાં દૂર સુધી ધડાકાના અવાજ સંભળાયા. ધડાકાને કારણે સ્થાનિકોમાં અફડાતફડીનો માહોલ છે.
‘ઓપરેશન સિંદૂર’ બાદ જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામા આવી રહ્યુ છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતીય સેનાના એક જવાન ગોળીબારમાં શહીદ થયા છે. 4 બાળક સહિત 13 લોકોના ગોળીબારમાં મોત થયા છે. તંત્ર દ્વારા સરહદ નજીક રહેતા લોકોનું સ્થાળંતર કરાવાઇ રહ્યુ છે. સુરક્ષાને ધ્યાને રાખીને લોકોને રાહત કેમ્પમાં ખસેડાયા છે.
સર્વદળિયે બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુંકાર કર્યો કે આપણે મળીને દુશ્મનનો સામનો કરીશું. આ સ્થિતિમાં દરેક ભારતીય એક થઈને રહે. રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વદળિય બેઠક મળી હતી.
આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા. બેઠક પહેલા કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીની માંગણી કરી હતી, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. આ બેઠક રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. બેઠકના આરંભ પહેલા કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે “દેશે એક મોટું પગલું ભર્યું છે અને સરકારની જવાબદારી છે કે તે સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર અંગે તમામ પક્ષોને સમૂચિત માહિતી પહોંચાડે”
જૂનાગઢ : માંગરોળના ફુલરામા ગામે લગ્નપ્રસંગમાં જમણવાર બાદ 85 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. ભોજન સમારંભમાં પીરસાઇ હતી ફ્રૂટ સલાડ, બરફી સહિતની મીઠાઇઓ હતી. બીમાર તમામને માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાયા. હાલ તમામ લોકોની તબિયત હવે સ્થિર છે.
વડોદરા: કમોસમી વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી. માંજલપુરમાં 15 ફૂટ ઊંડા ભૂવામાં પાંચ લોકો પડ્યા. બે મહિલા સહિત 5 લોકો ભૂવામાં પડ્યા હતા. યુવકને બહાર કાઢવા JCB બોલાવવાની ફરજ પડી હતી. બે દિવસ પહેલા પડેલા વરસાદને કારણે ભૂવો પડ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક સીડી મૂકીને બન્ને મહિલાને બહાર કાઢી. 3 ઈંચ વરસાદમાં અનેક જગ્યાએ રોડ બેસી જવાની ઘટના બની છે. બે મહિલા ભૂવામાં પડ્યા બાદ ભૂવાનું તાત્કાલિક પુરાણ કરાયું.
સુરતઃ પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન, 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા. અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન થયુ.ગેરકાયદે હોવાની ખરાઈ બાદ એકથી વધુ તબક્કામાં મિશન હાથ ધરાયું. અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મૂકાયા.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. હેલિકોપ્ટર ક્રેશ થતાં 5 લોકોના મોત થયા છે. 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ગંગાવાનીના નાગમંદિર નજીક દુર્ઘટના બની. ખાનગી કંપનીનું હેલિકોપ્ટર હોવાની જાણકારી સામે આવી છે.
#Uttarakhand | Five passengers dead, two seriously injured in a helicopter crash near #Ganganani in #Uttarkashi district, confirms Garhwal Divisional Commissioner Vinay Shankar Pandey. Administration and relief teams are present at the #helicoptercrash site.
(Photo source:… pic.twitter.com/TFdTth9cit
— Tv9 Gujarati (@tv9gujarati) May 8, 2025
ઓપરેશન સિંદૂરના આઘાતમાંથી પાકિસ્તાન બહાર આવે તે પહેલા જ, ફરી પાકિસ્તાનની ધરતી પર ધડાકા થયા છે. પાકિસ્તાનના લાહોર શહેરમાં અનેક ધડાકાના અવાજો સંભળાયા છે. જેને પગલે લાહોર એરપોર્ટ બંધ કરી દેવાયું. લાહોર શહેરમાં દૂર દૂર સુધી ધડાકાના અવાજો સંભળાયા. એવું મનાય છે કે, લાહોરથી 70 કિમી દૂર બ્લાસ્ટ થયો છે. ધડાકાના અવાજોથી સ્થાનિકોમાં નાસભાગ મચી હતી.
પંજાબ: પાકિસ્તાનના ફાયરિંગ વચ્ચે અમૃતસર એરપોર્ટ બંધ કરાયુ. સતર્કતાના ભાગ રૂપે તમામ ઉડાન રદ કરાઇ. પાકિસ્તાન બોર્ડરની નજીક રહેલા 27 એરપોર્ટ 10 મે સુધી બંધ. શ્રીનગર, જમ્મુ, લેહ, ચંડીગઢ એરપોર્ટ બંધ કરાયા. બીકાનેર, જોધપુર, ધર્મશાલા એરપોર્ટ પણ બંધ કરાયા. ગુજરાતના રાજકોટ, જામનગર, ભુજના એરપોર્ટ પણ બંધ.
મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11% પરિણામ આવ્યું છે, ભાવનગરના ભોળાદ કેન્દ્રનું પરિણામ પણ 99.11% અને સૌથી ઓછું પરિણામ ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56% આવ્યું છે, સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા છે, સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લાનું 72.55 ટકા અને 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 1574 છે.
30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળા 201 છે, ધોરણ 10માં અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.58 ટકા, ધોરણ 10માં ગુજરાતી માધ્યમનું પરિણામ 81.79 ટકા, ધોરણ 10માં હિન્દી માધ્યમનું પરિણામ 76.47 ટકા નોંધાયું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું, ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું.
1 હજાર 574 સ્કૂલનું 100 ટકા પરિણામ આવ્યુ છે. 201 સ્કૂલનું 30 ટકાથી ઓછું પરિણામ છે. 45 સ્કૂલનું શૂન્ય પરિણામ છે. 28 હજાર 55 વિદ્યાર્થીને A 1 ગ્રેડ મળ્યો, વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓ 7.68 ટકા આગળ છે.
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું, ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું. ત્યારે પરિણામ આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. અંગ્રેજી (SL) વિષયમાં સૌથી વધુ 93.54% વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે, જ્યારે હિન્દી (SL) વિષયમાં પાસ થનારાઓનું પ્રમાણ 93.51% રહ્યું છે. સંસ્કૃત વિષયમાં પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર રીતે સારી કામગીરી આપી છે, જેમાં 97.06% વિદ્યાર્થીઓ સફળ થયા છે.
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર
ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. કચ્છના સરહદીય વિસ્તારોમાં પોલીસ સતર્ક છે. કંડલા અને મુંદ્રા પોર્ટ પર સુરક્ષા વધારી દેવાઇ. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસનું સતત ચેકિંગ થઇ રહ્યુ છે. સરહદીય ગામડાઓમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચેકિંગ કરાઇ રહ્યુ છે. કચ્છ પોલીસ અન્ય એજન્સીઓના સંપર્કમાં છે.
આજે ધોરણ-10 નું પરિણામ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ અંગે જાહેરાત કરી છે. સવારે 8 કલાકે પરિણામ જાહેર થશે. બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઇ શકાશે. વોટ્સએપ નંબર 6357300971થી પણ પરિણામ જાણી શકાશે.
Published On - 7:18 am, Thu, 8 May 25