Independence day : વર્લ્ડ રેકોર્ડ બનાવવાના માર્ગે ચંદીગઢ યુનિવર્સિટી, ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનની લઈને ખાસ તૈયારીઓ

|

Aug 07, 2022 | 9:52 AM

ચંદીગઢ યુનિવર્સિટી (Chandigarh University) દ્વારા "હર ઘર ત્રિરંગા"નો ઉદ્દેશ લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ (Indian National Flag) વિશે જાગૃતિ લાવવાનો છે.

Independence day : વર્લ્ડ રેકોર્ડ બનાવવાના માર્ગે ચંદીગઢ યુનિવર્સિટી, હર ઘર ત્રિરંગા અભિયાનની લઈને ખાસ તૈયારીઓ
Chandigarh University Flag

Follow us on

NID ફાઉન્ડેશનના સહયોગથી ચંદીગઢ યુનિવર્સિટી (Chandigarh University) 15મી ઓગસ્ટ, ભારતીય સ્વતંત્રતાના 75મા વર્ષ નિમિત્તે વિશ્વ રેકોર્ડ બનાવવાના માર્ગે છે. સ્વતંત્રતાના અમૃત મહોત્સવ- મહા મહોત્સવ “હર ઘર ત્રિરંગા” નિમિત્તે ચાલી રહેલા અભિયાન માટે ચંદીગઢ યુનિવર્સિટી દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ જે લોકો ત્રિરંગો ઘરે લાવે છે, તેઓને તેને ફરકાવવા અને ભારતીય રાષ્ટ્રધ્વજ પ્રત્યે તેમના આદર અને પ્રતિબદ્ધતાને ચિહ્નિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ચંદીગઢ યુનિવર્સિટી દ્વારા “હર ઘર ત્રિરંગા”નો ઉદ્દેશ લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે. દેશ માટે આદરનો વિચાર વિકસાવવાનું પગલું છે. આ અભિયાન અંતર્ગત યુનિવર્સિટી દ્વારા ખાસ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ચંદીગઢ યુનિવર્સિટી તરફથી વિશેષ કાર્યક્રમ

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

13 થી 15 ઓગસ્ટ સુધી ચાલશે આ અભિયાન

75માં સ્વાતંત્ર્ય પર્વને કારણે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ‘હર ઘર ત્રિરંગા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. હર ઘર ત્રિરંગા અભિયાનને ચંદીગઢમાં ખૂબ સમર્થન મળી રહ્યું છે. તિરંગાને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે. તમને જણાવી દઈએ કે, 13 થી 15 ઓગસ્ટ સુધી દેશભરમાં દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. આ અભિયાનમાં જોડાવા માટે નોંધણી લિંક શેર કરવામાં આવી છે. આ માટે વેબસાઇટ nidf.in પર જવું પડશે.

UGC તમામ કોલેજ યુનિવર્સિટીઓને કરે છે અપીલ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશને લઈને UGCએ દેશભરના વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી પોસ્ટ કરવાની અપીલ કરી છે. આ અભિયાન હેઠળ, તમામ વિદ્યાર્થીઓએ વેબસાઇટ- harghartiranga.com પર ત્રિરંગા સાથે સેલ્ફી અપલોડ કરવાની રહેશે.

NIRF રેન્કિંગમાં શ્રેષ્ઠ છે ચંદીગઢ યુનિવર્સિટી

15 જુલાઈ 2022ના રોજ, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ભારતની કોલેજો અને સંસ્થાઓને રેન્ક આપવા માટે NIRF બહાર પાડ્યું. NIRF રેન્કિંગ 2022માં તેના શૈક્ષણિક મોડેલ સાથે ચંદીગઢ યુનિવર્સિટીએ ભારતની ટોચની યુનિવર્સિટીઓમાં 29મો ક્રમ મેળવીને તેની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ શાનદાર પ્રદર્શન સાથે, ચંદીગઢ યુનિવર્સિટી ભારતની સૌથી યુવા યુનિવર્સિટી બની છે. જેને ભારતની ટોચની 30 યુનિવર્સિટીઓમાં સામેલ કરવામાં આવી છે.

Next Article