CBSE Board Exams Date Sheet 2026: CBSEએ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની કામચલાઉ તારીખ જાહેર કરી

સીબીએસઈએ જાહેર કરેલ કામચલાઉ સમયપત્રક મુજબ, આ વર્ષે અંદાજે 45 લાખ વિદ્યાર્થીઓ 204 વિષયોમાં પરીક્ષા આપશે. પરીક્ષાઓ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના 26 દેશોમાં પણ લેવામાં આવશે.

CBSE Board Exams Date Sheet 2026: CBSEએ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની કામચલાઉ તારીખ જાહેર કરી
| Edited By: | Updated on: Sep 24, 2025 | 9:45 PM

CBSE બોર્ડ પરીક્ષાઓની તારીખ પત્રક 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2026 માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ માટે કામચલાઉ સમય પત્રક જાહેર કર્યું છે. સીબીએસઈની બોર્ડ પરીક્ષાઓ, આગામી 17 ફેબ્રુઆરીથી 15 જુલાઈ, 2026 દરમિયાન યોજાવાની સંભાવના છે. આશરે 4.5 મિલિયન વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2026 માં યોજાનારી ધોરણ 10મા અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ માટે કામચલાઉ સમય પત્રક જાહેર કરી દીધુ છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ હંગામી સમય પત્રક અનુસાર, ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓ, આગામી 17 ફેબ્રુઆરીથી લઈને 15 જુલાઈ, 2026 દરમિયાન યોજાવાની ધારણા છે. CBSE અનુસાર, અંદાજે 4.5 મિલિયન વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાઓ આપશે.

26 દેશોમાં પરીક્ષાઓ લેવામાં આવશે

સીબીએસઈએ જાહેર કરેલ કામચલાઉ સમયપત્રક મુજબ, આ વર્ષે અંદાજે 45 લાખ વિદ્યાર્થીઓ 204 વિષયોમાં પરીક્ષા આપશે. પરીક્ષાઓ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના 26 દેશોમાં પણ લેવામાં આવશે. મુખ્ય, માધ્યમિક અને પૂરક પરીક્ષાઓ માટે એક કામચલાઉ તારીખ પત્રક બહાર પાડવામાં આવ્યું છે. આનાથી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસનું વધુ સારી રીતે આયોજન કરવામાં, શાળાઓને શૈક્ષણિક અને વહીવટી કાર્યોને સમાયોજિત કરવામાં અને શિક્ષકોને તેમની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં મદદ મળશે.

દરેક વિષયની પરીક્ષાના આશરે 10 દિવસ પછી ઉત્તરપત્રોનું મૂલ્યાંકન શરૂ થશે અને 12 દિવસની અંદર પૂર્ણ થશે. શાળાઓ દ્વારા અંતિમ ઉમેદવારોની યાદી સબમિટ કર્યા પછી અંતિમ તારીખ પત્રક બહાર પાડવામાં આવશે.

 

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો