Gujarati NewsEducationCBSE Class 12 OSM Scam Evaluation Errors Answer Sheet Mix ups Student Outcry Justice
ન્યાય માગતા વિદ્યાર્થીઓને ‘એન્ટી નેશનલ’ ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો
CBSE અવાજ ઉઠાવનાર કોઈ એક-બે વિદ્યાર્થી નહોતા. 18 લાખમાંથી 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પેપર ચેલેન્જ કર્યા અને 4 લાખથી વધુએ સ્કેન કોપીની માંગણી કરી, જે પાછલા વર્ષ કરતા 400% વધુ છે,આ આંકડો જ સાબિત કરે છે 23% વિદ્યાર્થીઓને લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ સમગ્ર વિવાદની સૌથી વધુ ધ્યાન ખેંચનારી અને રસપ્રદ વાત એ રહી કે આ સમગ્ર મામલાની આગેવાની કોઈ સંગઠન, સ્ટુડન્ટ યુનિયન કે કોઈ રાજકીય પાર્ટી દ્વારા નહીં પરંતુ એક વિદ્યાર્થીએ તેની સમસ્યા સોશિયલ મીડિયા પર શેર કરી. અન્ય એ તેના ટેન્ડર ડોક્યુમેન્ટની તપાસ કરી અને ત્રીજા વિદ્યાર્થીઓ ટેકનિકલ ખામીઓને ઉજાગર કરી. સમગ્ર દેશ સમક્ષ સત્ય લાવ્યુ. આ ત્રણેય વિદ્યાર્થીઓના પ્રયાસોએ સાબિત કર્યુ કે આજના ડિજિટલ યુગમાં સવાલ પૂછવાની અને જવાબ માગવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે.
CBSE ધોરણ 12નું નું પરિણામ આવ્યા બાદ સમગ્ર દેશમાં માહોલ ગરમાયેલો છે અને આ વખતે ગરબડીઓ પરીક્ષાના પેપરને લઈને નહીં પરંતુ પેપર ચેકિંગમાં એટલે કે ‘ઓન સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમમાં સામે આવી છે. દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાએ 12 મા ના પરિણામ માં ઓછા માર્ક્સ અને મૂલ્યાંકનમાં થયેલી ટેકનિકલ ક્ષતિ અંગે ફરિયાદ કરી છે.
જો કે દરેક વસ્તુઓને રાજકીય ચશ્માથી જોવાના આદિ આપણા નેતાઓ અન પિઠ્ઠુઓએ વિદ્યાર્થીઓએ ઉઠાવેલા સવાલને પણ વિપક્ષી રાજનીતિનો ભાગ ગણાવ્યા. ઓછા માર્ક્સ મળતા વિદ્યાર્થીઓએ રીચેકિંગ માટે અરજી કરી હતી અને આ દરમિયાન જે થયુ તેનાથી વિદ્યાર્થીઓના પગતળેથી જમીન સરકી ગઈ. વિદ્યાર્થીઓને રિચેકિંગ કરાયેલી જે આન્સરશિટ મોકલવામાં આવી તેમાંથી અનેક વિદ્યાર્થીઓને એવી ઉત્તરવહીઓ મળી, જે તેમની હતી જ નહીં. અથવા તો અડધી તેની હતી પરંતુ પાછળની કોપી જે જોડવામાં આવે છે તે કોઈ અન્ય વિદ્યાર્થીઓની હતી. આ જ ઘટનાક્રમ વચ્ચે વેદાંત શ્રીવાસ્તવ નામના વિદ્યાર્થીઓને કિસ્સો સામે આવ્યો જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો. અન
CBSE નો વિવાદ...