CBSE Board Exam 2024 : આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં છૂટ મળશે, સેન્ટર પર લઈ જઈ શકે છે ફળો સહિતની આ વસ્તુઓ

|

Feb 10, 2024 | 2:50 PM

CBSE Board Exam 2024 : સીબીએસઈ બોર્ડની પરીક્ષા 2024 15 ફેબ્રુઆરીથી લેવામાં આવશે. પરીક્ષા CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ હેઠળ લેવામાં આવશે. ચાલો જાણીએ કે, બોર્ડ દ્વારા ક્યા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફળ વગેરે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે.

CBSE Board Exam 2024 : આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં છૂટ મળશે, સેન્ટર પર લઈ જઈ શકે છે ફળો સહિતની આ વસ્તુઓ
CBSE Board Exam 2024

Follow us on

CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી લેવામાં આવશે. એક્ઝામનું આયોજન CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ કરવામાં આવશે. ચાલો જાણીએ કે બોર્ડ દ્વારા કયા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફળ વગેરે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે.

એક્ઝામ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2024થી લેવામાં આવશે. એડમિટ કાર્ડ પણ આપવામાં આવ્યા છે. નિયમિત વિદ્યાર્થીઓ તેમની સંબંધિત શાળાઓમાંથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. જ્યારે ખાનગી વિદ્યાર્થીઓએ CBSEની ઓફિશિયલ વેબસાઇટ પરથી એક્ઝામ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ચાલો જાણીએ કે પરીક્ષા દરમિયાન CBSE દ્વારા કયા વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવી છે.

પારદર્શક બેગમાં સામાન લઈ જવાની મંજૂરી

બોર્ડે ડાયાબિટીસથી પીડિત વિદ્યાર્થીઓને ફળો, પાણીની બોટલ, ગ્લુકોમીટર કેન્દ્રમાં લઈ જવાની મંજૂરી આપી છે. સીબીએસઈ દ્વારા 8 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને પારદર્શક બેગમાં સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

આ વસ્તુઓ લઈ જવાની છૂટ છે

  • સુગરની ગોળીઓ, ચોકલેટ, કેન્ડી
  • કેળા, સફરજન, નારંગી જેવા ફળો
  • નાસ્તાની વસ્તુઓ જેમ કે સેન્ડવીચ અને કોઈપણ ઉચ્ચ પ્રોટીન ખોરાક
  • ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ જરૂરી દવાઓ
  • પાણીની બોટલ (500 મિલી)
  • ગ્લુકોમીટર અને ગ્લુકોઝ ટેસ્ટ સ્ટ્રીપ્સ
  • ગ્લુકોઝ મોનિટરિંગ (CGM) મશીન, ફ્લેશ ગ્લુકોઝ મોનિટરિંગ (FGM) મશીન અને ઇન્સ્યુલિન પંપ

ડાયાબિટીસના વિદ્યાર્થીઓએ આ માહિતી આપવાની રહેશે

રજીસ્ટર કરતી વખતે અથવા સબમિટ કરતી વખતે વિદ્યાર્થીઓ માહિતી આપશે કે, તેઓ ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત છે. વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાઓમાં સુવિધાઓ મેળવવા માટે પોર્ટલ પર અમુક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. જેમાં પરીક્ષા દરમિયાન CGM/FGM/ઇન્સ્યુલિન પંપ વગેરે માટે તબીબી નિષ્ણાતની ભલામણોનો સમાવેશ થાય છે.

આ સુવિધાઓનો લાભ લેવા માટે શાળા/વિદ્યાર્થી/વાલીએ CBSE દ્વારા જાહેર કરાયેલા ટાઈમટેબલ મુજબ અરજી કરવાની રહેશે. શેડ્યૂલ સમાપ્ત થયા પછી કોઈપણ વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

45 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું

તમને જણાવી દઈએ કે, પરીક્ષાના દિવસે પણ વિદ્યાર્થીઓ સવારે 9.45 વાગ્યા સુધીમાં એક્ઝામ શરૂ થવાના ઓછામાં ઓછા 45 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું પડશે. તમામ અરજીઓ/વિનંતી શાળા દ્વારા નિયત ડોક્યુમેન્ટ્સ સાથે મોકલવામાં આવશે. વિદ્યાર્થી દ્વારા સીબીએસઈને કરવામાં આવેલી કોઈપણ સીધી વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

આ સંબંધમાં વધુ માહિતી માટે તમે CBSE દ્વારા જાહેર કરાયેલી નોટિસને ચેક શકો છો. બોર્ડની પરીક્ષા CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર જ લેવામાં આવશે. તમામ ઉમેદવારોએ જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

Published On - 2:50 pm, Sat, 10 February 24

Next Article