CBSE 10th Result 2021: જલ્દી જાહેર થશે ધોરણ 10નું પરિણામ, જાણો રોલ નંબર વગર કેવી રીતે જાણી શકાશે પરિણામ ?

|

Jul 20, 2021 | 10:39 AM

CBSE 10th Result 2021 : આ વર્ષે સીબીએસઇએ કોરોના મહામારીના કારણે પરીક્ષાઓ રદ્દ કરી દીધી હતી. વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ અપાયા નથી.

CBSE 10th Result 2021: જલ્દી જાહેર થશે ધોરણ 10નું પરિણામ, જાણો રોલ નંબર વગર કેવી રીતે જાણી શકાશે પરિણામ ?
સાંકેતિક તસ્વીર

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશનના(CBSE) લાખો વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઇ રહ્યા છે. જો કે બોર્ડ દ્વાર હજી સુધી તારીખ કે સમયની ઓફિશિયલ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ કેટલાક રિપોર્ટ પ્રમાણે CBSEનું ધોરણ 10નું પરિણામ 20 જુલાઇએ જાહેર થવાની જાણકારી મળી રહી છે. જો કે આ બાબતે હજી સુધી કોઇ અધિકારીક પુષ્ટી કરાઇ નથી.

સીબીએસઇનુ ધોરણ 10નુ પરિણામ જાહેર થયા બાદ જોવા માટે વિદ્યાર્થીને પોતાનુ પરિણામ જોવા માટે રોલ નંબરની જરુર પડે છે, જે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલા આપવામાં આવેલા એડમિટ કાર્ડ પર આપવામાં આવ્યા હોય છે. જો કે આ વર્ષે સીબીએસઇએ કોરોના મહામારીના કારણે પરીક્ષાઓ રદ્દ કરી દીધી હતી. વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ અપાયા નથી.

વિદ્યાર્થીઓને નથી અપાયા રોલ નંબર 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શાળાએ પણ હજી સુધી રોલ નંબર વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા નથી કારણ કે ઓફિશિયલ પ્રોટોકોલ માત્ર એડમિટ કાર્ડ શેર કરવાનો છે. કેટલાક શિક્ષકો દ્વારા રિજનલ ગ્રુપમાં સવાલ પણ ઉઠાવાયો છે કે  રોલ નંબર વગર વિદ્યાર્થી પોતાનુ પરિણામ કેવી રીતે ચેક કરી શકશે . વિદ્યાર્થીએ પોતાનું સીબીએસઇ બોર્ડનું 10માં ધોરણનું રિઝલ્ટ ચેક કરવા માટે પોતાના રોલ નંબરની જાણકારી માટે સંબંધિત શાળામાં સંપર્ક કરવો જોઇએ. શાળા પાસે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન સંબંધિત જાણકારી હોય છે.

રોલ નંબર વગર આ રીતે ચેક કરો પરિણામ

પોતાની સ્કૂલ પાસેથી રોલ નંબર ન મેળવી શકો અથવા શાળા પાસે રોલ નંબર ઉપલબ્ધ ન હોય તો આ સ્થિતિમાં વિદ્યાર્થી ભારત સરકારના ડિજીલોકરથી પોતાનું સીબીએસઇ બોર્ડનું ધોરણ 10નું રિઝલ્ટ રોલ નંબર વગર ચેક કરી શકશે.

વિદ્યાર્થી પોતાની સીબીએસઇ બોર્ડની ધોરણ 10ની ઇ-માર્કશીટ 2021 પણ ડીજીલૉકરથી ડાઉનલોડ કરી શકશે. આ માટે વિદ્યાર્થીએ પોતાના મોબાઇલમાં ભારત સરકારની ડિજીલૉકર એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવી પડશે પોતાના આધારનંબર અને મોબાઇલ નંબરના આધારે લોગઇન કરવાનુ રહેશે.

 

Next Article