C.A. ફાઇનલ અને ઇન્ટરમીડીએટનું પરિણામ જાહેર, અમદાવાદના વેદાંત ક્ષત્રિયએ ઓલ ઇન્ડિયામાં ચોથો રેન્ક મેળવ્યો

|

Jan 10, 2023 | 5:25 PM

Ahmedabad: C.A. ફાઈનલ અને ઈન્ટરમીડીયેટનું પરિણામ જાહેર થયુ છે. જેમા અમદાવાદના વેદાંત ક્ષત્રિયએ બાજી મારતા ઓલ ઈન્ડિયામાં ચોથો રેન્ક મેળવ્યો છે. સાથે જ ઓલ ઈન્ડિયાના 11.09 ટકા પરિણામમાં અમદાવાદનું 15 ટકા પરિણામ આવ્યુ છે.

C.A. ફાઇનલ અને ઇન્ટરમીડીએટનું પરિણામ જાહેર, અમદાવાદના વેદાંત ક્ષત્રિયએ ઓલ ઇન્ડિયામાં ચોથો રેન્ક મેળવ્યો
સીએનુ પરિણામ જાહેર

Follow us on

નવેમ્બર માસમાં લેવાયેલ સીએ ફાઈનલ અને ઇન્ટરમિડીયેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ફાઇનલમાં અમદાવાદના વેદાંત ક્ષત્રિય ઓલ ઇન્ડિયામાં ચોથો ક્રમાંક હાંસલ કર્યો છે. આ પ્રથમવાર બન્યું છે કે આટલા જલ્દી અને સીએ ફાઇનલ તેમજ ઇન્ટરમીડીએટના પરિણામો સાથે આવ્યા હોય. સાથે જ ઓલ ઇન્ડિયના 11.09 ટકા પરિણામ સામે અમદાવાદનું પરિણામ 15 ટકા આવ્યું છે.

સીએના પરિણામની વાત કરવામાં આવે તો અમદાવાદના 877 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 135 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા પરિણામ 15.39% આવ્યું છે. જ્યારે ઓલ ઇન્ડિયામાં 29,242 વિદ્યાર્થીઓ પૈકી 3,243 વિદ્યાર્થીઓ પાસ થતા 11.9% પરિણામ આવ્યું છે. આમ ઓલ ઇન્ડિયા ના પ્રમાણમાં અમદાવાદનું 3 ટકા ઊંચું પરિણામ રહ્યું છે. પરીક્ષામાં ટોપ 50 માં અમદાવાદના પાંચ વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ઇન્ટરમીડીયેટમાં અમદાવાદના 1200 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 240 વિદ્યાર્થીઓ પાસ થતાં 20 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ઓલ ઇન્ડિયા લેવલ પર ઇન્ટરમીડિયેટનું પરિણામ 12.72 ટકા આપ્યું. ટોપ 50માં અમદાવાદના છ વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

સીએ ફાઇનલમાં ઓલ ઇન્ડિયા ચોથો અને ગુજરાતમાં પહેલો રેન્ક મેળવનાર વિદ્યાર્થી વેદાંત ક્ષત્રિયએ જણાવ્યું કે મે શરૂઆતમાં 7-8 કલાકની મહેનત શરૂ કરી હતી ત્યારે એક મિત્ર એ 13 કલાક મહેનત કરવાનું કહ્યું હતું. વ્યસ્તતા વચ્ચે પણ મે મારી ગમતી પ્રવૃતિઓ ચાલુ રાખી હતી. ગમે એટલો અભ્યાસ બાકી હોય પરંતુ જોગિંગ અને ક્રિકેટ રમતો હતો. ભવિષ્યમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ જવાનો ગોલ છે. મહેનત કરતા રહો પરિણામ મળશે. માતા-પિતાના સમર્થન વગર પાસ થવું અશક્ય, જ્યારે મેં વિચાર્યું કે હવે નહીં થાય ત્યારે પરિવારજનોએ મોરલ સપોર્ટ પૂરો પાડ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

ઓલ ઇન્ડિયા 8મો રેન્ક મેળવનાર યશ જૈન એ જણાવ્યું કે મારા પિતા સીએ બનવા માંગતા હતા, એ સમયે આર્થિક સંકડામણના કારણે તેઓ C.A. થઈ ના શક્યા. હાલ તેઓ બીમાર હોવાથી પથારીવશ છે અને તેમનો પુત્ર સીએ બનતા ઘણા ખુશ છે. સાથે જ જણાવ્યું કે તમને જે પસંદ હોય એ કરો ત્યારે તમને મહેનત થાકવા નથી દેતી. હું ઘડિયાળ સામે જોયા વગર મહેનત કરતો હતો. મોબાઈલ વગર રૂમમાં બેસી વાંચ વાંચ કરવાથી પરિણામ ના આવે. થોડો મોબાઈલ નો ઉપયોગ પણ જરૂરી છે.

Next Article