AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષમાં બે વખત લેવાશે બોર્ડની પરીક્ષા, ધોરણ 12ના વિદ્યાર્થીઓએ બે ભાષાનો અભ્યાસ કરવો પડશે

શિક્ષણ મંત્રાલયે બોર્ડની પરીક્ષાઓ માટે નવો સિલેબસ પરિપત્ર જાહેર કર્યો છે. જાહેર કરાયેલા ફ્રેમવર્કમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડની પરીક્ષાઓ હવે વર્ષમાં એક વખતની જગ્યાએ બે વખત લેવામાં આવશે.

વર્ષમાં બે વખત લેવાશે બોર્ડની પરીક્ષા, ધોરણ 12ના વિદ્યાર્થીઓએ બે ભાષાનો અભ્યાસ કરવો પડશે
Board exams
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 3:45 PM
Share

બોર્ડની પરીક્ષા 2024માં બેસનારા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર છે. હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ વિદ્યાર્થીઓ માટે એક નવો અભ્યાસક્રમ ફ્રેમવર્ક બહાર પાડ્યો છે. મંત્રાલયે કહ્યું કે, બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે, તેનાથી વિદ્યાર્થીઓની સમજ અને કૌશલ્યનો વિકાસ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની બે તક મળશે.

આ પણ વાંચો : Education News : દેશની ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે

શિક્ષણ મંત્રાલયનું નવું માળખું જણાવે છે કે, બોર્ડ પેપર માટે ટેસ્ટ ડેવલપર્સ અને મૂલ્યાંકનકર્તાઓએ આ કાર્ય હાથ ધરતા પહેલા યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમોમાંથી પસાર થવું પડશે. શિક્ષણ મંત્રાલયે વધુમાં કહ્યું કે, 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓએ બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. જેમાં ઓછામાં ઓછી એક ભાષા ભારતની હશે.

પુસ્તકોના ભાવ ઘટશે

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અભ્યાસક્રમને આવરી લેવાની વર્તમાન પ્રથાને ટાળશે. આ સાથે કોર્સના પુસ્તકોના ભાવમાં પણ ઘટાડો થશે. ધોરણ 11 અને 12 માં વિષયની પસંદગી સ્ટ્રીમ સુધી મર્યાદિત રહેશે નહીં. વિદ્યાર્થીઓને તેમની પસંદગીના વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. નવી શિક્ષણ નીતિ 2020 અનુસાર ફ્રેમવર્ક જાહેર કરવામાં આવ્યું છે.

નવા પુસ્તકો થશે તૈયાર

શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ હેઠળ 2024ના શૈક્ષણિક સત્ર માટે નવા પુસ્તકો તૈયાર કરવામાં આવશે. તે જ સમયે શાળા બોર્ડ નિયત સમયે માંગ મુજબ પરીક્ષા આપવાની ક્ષમતા વિકસાવશે.

સીબીએસઈનો પણ સમાવેશ થાય છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનો પણ નવા અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરવામાં આવ્યો છે. CBSE સહિત વિવિધ રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે. પરીક્ષાઓ ટર્મ મુજબની નહીં હોય, જે પરીક્ષામાં વિદ્યાર્થીના ગુણ સારા હશે તે આગળ માન્ય રહેશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
g clip-path="url(#clip0_868_265)">