Bharuch Video : જેપી કોલેજમાં 2000 વૃક્ષનું Digitalization કરાયું, મોબાઈલની એક ક્લિક વનસ્પતિના ગુણ વર્ણવશે

Bharuch Video : જેપી કોલેજમાં 2000 વૃક્ષનું Digitalization કરાયું, મોબાઈલની એક ક્લિક વનસ્પતિના ગુણ વર્ણવશે

| Updated on: Oct 20, 2023 | 2:45 PM

Bharuch : ઘણીવાર આપણા ઘરના બગીચામાં(Garden) કે આસપાસ નજરે પડતા વૃક્ષ કે છોડ વિશે આપણી પાસે કોઈજ માહિતી હોતી નથી. નકામી નજરે પડતી વનસ્પતિઓ આપણે ક્યારેક ઉખાડીને ફેંકી દેતા હોઈએ છે પણ આ વનસ્પતિઓ તેમનામાં અનેક લાભ સમાવી લાભદાયક ગુણ ધરાવતી હોય છે. વનસ્પતિ માત્ર છાંયડો જ નહીં પણ વાતાવરણની શુદ્ધતા , આરોગ્ય માટે જરૂરી પરિસ્થિતિનું સર્જન અને તેના દ્વારા પ્રદાન થતા ઐષધીય ગુણ વરદાન સમાન સાબિત થતા હોય છે.

વનસ્પતિ વિશેની અજ્ઞાનતા દૂર કરવાનો પ્રયાસ

વનસ્પતિના લાભની અજ્ઞાનતા દૂર કરવા ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ(Jayendrapuri Arts and Science College) દ્વારા મોબાઈલની એક ક્લિકમાં વનસ્પતિ વિશે તમામ માહિતી, તેના લાભ અને ઉપયોગ વિશે જાણકરી મળે તેવી ઉમદા વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. કોલેજ 2000 કરતા વધુ છોડ અને વૃક્ષનું ડિજિટલાઇઝેશન(Digitalization) કરી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ફૂલ અને છાંયડો આપતા વૃશો અને બોટોનિકલ ગાર્ડન(Botanical Garden)ની રચના સાથે ઔષધીય વનસ્પતિના 100 કરતાં વધુ પ્રકારના છોડ અને વૃક્ષનો સમાવેશ કરાયો છે.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રોજેકટમાં જોડાયા

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય નીતિન પટેલ(Principal Dr. Nitin Patel) અને રસાયન વિજ્ઞાનના તજજ્ઞ પ્રોફેસર  ડો.પી જે શાહ(Dr. P J Shah)ના માર્ગદર્શન સાથે બોટોનીકલના પ્રોફેસર ડો. રાજેશ વ્યાસ(Dr. Rajesh Vyas) કોલેજના વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાન સાથે સમાજઉપયોગી કાર્યની સમજ આપી વૃક્ષના અને છોડના ડિજિટલાઝેશન(Digitalisation of trees and Plants) પ્રોજેક્ટ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

QR Code Scan કરવાથી તમામ માહિતી સ્ક્રીન પર આવશે

હવે આસપાસ નકામી નજરે પડતી વનસ્પતિઓના લાભ અને ઐષધીય ગુણ મોબાઈલની એક ક્લિકમાં જાણી શકાશે. આધુનિક યુગ સાથે કદમ મિલાવવા ભરૂચની જે પી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વૃક્ષઓનું ડીઝીટલાઇઝેશન કરાયું છે. કોલેજના કેમ્પસમાં 2000 કરતા વધુ વૃક્ષ પર QR Code લગાડાયા છે. QR Scan કરવાથી વૃક્ષ વિશે તમામ માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. કોલેજ દ્વારા બોટોનીકે ગાર્ડન પણ તૈયાર કરાયું છે. વનસ્પતિ માત્ર છાંયડો નહીં પણ અનેક લાભ આપે છે તે માહિતી વિધાયર્થીઓ અને મુલાકાતીઓ સીધી પહોંચાડાઇ રહી છે.

ટેક્નોલોજીના ઉપયોગના કારણે પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો

માનવીય સ્વભાવમાં નવું નવું જાણવાની ઉત્સુકતા હોય છે. આ જાણકારી ટેક્નોલોજીની મદદથી એક સારા પ્રેઝન્ટેશન સાથે મળવાથી વૃક્ષનું ડીઝીટલાઇઝેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નવરાશના સમયમાં વિદ્યાર્થીઓ QR સ્કેન કરી જાણકારી મેળવતા નજરે પડે છે તેમ પ્રોજેક્ટ ઇન્ચાર્જ ડો. રાજેશ વ્યાસે જણાવ્યું હતું.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 20, 2023 02:44 PM
g clip-path="url(#clip0_868_265)">