ગુજરાતમાં ફરી એક વાર પેપર લીક થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ગુજરાત ધોરણ 10નું બોર્ડનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. ચાલુ પરીક્ષા દરમિયાન જ આ પેપરના જવાબો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જને લઇને પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની શક્યતા છે. સમગ્ર ઘટના અંગે બોર્ડને જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે જો વિદ્યાર્થી પેપર વહેલુ લખી દે અને વહેલુ વર્ગખંડની બહાર જવા ઇચ્છે તો તેની પાસેથી પેપર લઇ લેવામાં આવે છે અને બાદમાં તેને જવા દેવામાં આવે છે. જોકે પરીક્ષાનો સમય પૂર્ણ થયા પહેલા સોલ્વ થયેલુ પેપર સોશિયલ મિડીયામાં વાયરલ થતા ફરી એક પેપર ફુટ્યાની શક્યતાઓ સેવાઇ રહી છે.
આજે ધોરણ 10ની પરીક્ષાનું હિન્દી દ્વિતીય ભાષાનું પેપર હતુ. સવારે 10થી 1 વાગ્યા સુધી આ પેપર લેવાયું હતું. જો કે પેપરના જવાબો 12.39 કલાકે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. ચાલુ પરીક્ષા દરમિયાન જ પેપરના જવાબો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ જતા અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. પરીક્ષાનો સમય પૂર્ણ થયા પહેલા સોલ્વ થયેલુ પેપર સોશિયલ મિડીયામાં વાયરલ થતા આ મામલો જીએસઈબી બોર્ડ સુધી પહોંચ્યો હતો. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં વર્ગ-1ના અધિકારી 15 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, પેટ્રોલ પંપ માટે જમીન NA કરવા લાંચ માગી હતી
આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 3:05 pm, Sat, 9 April 22