દિવાળી પર્વમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટયાં, કષ્ટભંજન દેવને 8 કિલો સોનાના વસ્ત્રોનો શણગાર

|

Nov 14, 2020 | 1:08 PM

દિવાળીના પર્વે સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામમાં કષ્ટભંજન દેવ મંદિરના પ્રાંગણમાં મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ મારૂતિ યજ્ઞનો 151 યજમાનોએ લાભ લીધો. અહીં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મહાયજ્ઞનું આયોજન થયો. દિવાળીના પર્વે ભક્તોએ હનુમાનજીના દર્શનની સાથે જ હવનના દર્શનનો પણ લ્હાવો લીધો. કષ્ટભંજન દેવને 8 કિલો સોનામાંથી […]

દિવાળી પર્વમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટયાં, કષ્ટભંજન દેવને 8 કિલો સોનાના વસ્ત્રોનો શણગાર

Follow us on

દિવાળીના પર્વે સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામમાં કષ્ટભંજન દેવ મંદિરના પ્રાંગણમાં મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ મારૂતિ યજ્ઞનો 151 યજમાનોએ લાભ લીધો. અહીં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મહાયજ્ઞનું આયોજન થયો. દિવાળીના પર્વે ભક્તોએ હનુમાનજીના દર્શનની સાથે જ હવનના દર્શનનો પણ લ્હાવો લીધો.

કષ્ટભંજન દેવને 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવવામાં આવશે. આ વાઘામાં 1 કરોડના હીરા જડવામાં આવશે. 22 મુખ્ય અને 100 અન્ય કારીગરોએ મહિનાઓ સુધીની મહેનત બાદ હીરા જડીત સુવર્ણ વાઘા તૈયાર કર્યા છે. આ વાઘામાં રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણો અને એન્ટિક વર્કનો પણ સમન્વય જોવા મળે છે. સંતોના માર્ગદર્શનથી મુગટ અને કુંડળમાં સાચા હીરા જડીત વર્ક કરાયું. આ પેટે ભક્તોએ 250 રૂપિયાથી લઈને 1 કરોડ સુધીનું દાન આપ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article