ધનતેરસના શુભ દિવસે ભૂલથી પણ ના કરશો આ 8 ભૂલ!

|

Oct 25, 2019 | 10:51 AM

ધનતેરસના દિવસે મા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ધન્વંતરીનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મી તેના પર તેમની કૃપા કરે. લક્ષ્મી અને કુબેરની પૂજા દરમિયાન ઘણી સાવચેતી રાખવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ દિવસે કયા […]

ધનતેરસના શુભ દિવસે ભૂલથી પણ ના કરશો આ 8 ભૂલ!

Follow us on

ધનતેરસના દિવસે મા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ધન્વંતરીનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મી તેના પર તેમની કૃપા કરે. લક્ષ્મી અને કુબેરની પૂજા દરમિયાન ઘણી સાવચેતી રાખવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

1. દિવાળી પહેલા લોકો ઘરને સાફ કરે છે, પરંતુ જો ધનતેરસના દિવસ સુધી ઘરમાં કચરો કે નકામી વસ્તુ હશે તો ઘરમાં સકારાત્મક ઉર્જા નહીં આવે, તેથી ઘરમાં કોઈ જૂની કે નકામી વસ્તુ હોય તો તેને આજે જ ફેંકી દો.

2. ઘરના પ્રવેશદ્વાર અથવા હોલમાં નકામી વસ્તુઓ બિલકુલ રાખશો નહીં. એવું માનવામાં આવે છે કે લક્ષ્મી ઘરના મુખ્ય દ્વારથી ઘરમાં પ્રવેશ કરે છે, તેથી આ સ્થાન હંમેશાં શુધ્ધ હોવું જોઈએ.

3. ધનતેરસ પર માત્ર કુબેરની પૂજા કરો છો તો આ ભૂલ ન કરશો. કુબેરની સાથે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરો, નહીં તો તમે આખા વર્ષ દરમિયાન બીમાર રહેશો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

4. આ દિવસે કાચનાં વાસણો ખરીદવા જોઈએ નહીં. ધનતેરસના દિવસે સોના-ચાંદીની કે નવા વાસણોની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

5. ધનતેરસના દિવસે ઘરે ઝઘડો કરશો નહીં. જો તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો, તો ઘરની મહિલાઓને માન આપો.

6. ધનતેરસના દિવસે કોઈને પણ ઉધાર આપવાનું ટાળો. આ દિવસે લક્ષ્મીને તમારા ઘરની બહાર ન નીકળવા દો.

આ પણ વાંચો: નાભિ પર લગાવો આ 8 તેલ, થશે ફાયદા જ ફાયદા! જુઓ VIDEO

7. આ દિવસે નકલી મૂર્તિઓની પૂજા ન કરો. સોના, ચાંદી અથવા માટીની બનેલી દેવી લક્ષ્મીની મૂર્તિની પૂજા કરો.

8. ધનતેરસ પર લોખંડની કોઈ ચીજ વસ્તુઓ ખરીદશો નહીં. એવું માનવામાં આવે છે કે આ દિવસે લોખંડ ખરીદવાથી ઘરમાં ગરીબી આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article