CA નો વ્યવસાય છોડી અમદાવાદના યુવકે શરૂ કર્યું મધનું ઉત્પાદન, વિવિધ ફ્લેવરના મધથી કરે છે લાખોની કમાણી

|

May 09, 2021 | 12:18 PM

બજારમાં મળતા ભેળસેળવાળા મધની હાજરીએ માનવ સ્વાસ્થ્ય માટે પરિસ્થિતિ વધુ ખરાબ બનાવી દીધી છે. મધ એ એક સ્વાસ્થ્ય વર્ધક અને ઔષધીય ગુણધર્મો ધરાવતું તત્વ છે.

CA નો વ્યવસાય છોડી અમદાવાદના યુવકે શરૂ કર્યું મધનું ઉત્પાદન, વિવિધ ફ્લેવરના મધથી કરે છે લાખોની કમાણી
Honey

Follow us on

અમદાવાદના 38 વર્ષીય પ્રતિક ધોડાએ પોતાનું સ્વપ્ન પુરૂ કરવા અને લોકો માટે કંઈક ફાયદાકરક હોય તેવા બિઝનેસ પર ધ્યાન કેન્દ્રીત કરતા હતા. આ દરમિયાન તેને મધમાખી ઉછેર અને શુદ્ધ મધ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બજારમાં મળતા ભેળસેળવાળા મધની હાજરીએ માનવ સ્વાસ્થ્ય માટે પરિસ્થિતિ વધુ ખરાબ બનાવી દીધી છે. મધ એ એક સ્વાસ્થ્ય વર્ધક અને ઔષધીય ગુણધર્મો ધરાવતું તત્વ છે.

15 લાખનું રોકાણ અને 15 લાખની કમાણી

પ્રતિકે ડિસેમ્બર 2019 માં મધનું ઉત્પાદન શરૂ કરવા 300 મધપૂડાના બોક્સ ખરીદવા માટે રૂ.15 લાખનું રોકાણ કર્યું હતું. એક વર્ષમાં જ સ્ટાર્ટઅપે ચાર ટન મધ વેચીને 15 લાખ રૂપિયાની આવક મેળવી. 2021 માં મધની ખેતીથી 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરવાનો તેમનો ધ્યેય છે. દરેક બેચ દર પખવાડિયામાં લગભગ 6 લાખ રૂપિયા કમાય તેટલા મધનું ઉત્પાદન કરે છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

વર્ષ 2019 ની શરૂઆતમાં તેમણે મધમાખી, મધ ઉત્પાદન અને તેના સહાયક વ્યવસાયની તકો પર સંશોધન કરવાનું શરૂ કર્યું. મધમાખી ઉછેરની પધ્ધતિઓ અને તેમના વ્યવસાયિક મોડલને સમજવા માટે આ ક્ષેત્રમાં કામ કરતા ખેડુતોની મુલાકાત પણ કરી. તેમની પાસે મધપુડાની પેટી રાખવા કોઈ જગ્યા કે ખેતર ન હતા, તેથી તેમણે ખેડૂતોને મધપુડાની પેટી આપી તેમાંથી થતી આવકમાંથી કમિશન આપવાનું મોડલ અપનાવ્યું.

સોશિયલ મીડિયાનો ઉપયોગ

પ્રથમ ક્વાર્ટરમાં પ્રતિકે એક ટન મધ મેળવ્યું. COVID-19 રોગચાળો ફાટી નિકળતા, રિટેલ સ્ટોર્સ મારફતે ગ્રાહકો સુધી પહોંચવાના પરંપરાગત માર્ગને અનુસરી શક્યા નહીં. એક વિકલ્પ તરીકે, તેણે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મધનું પ્રમોશન અને માર્કેટિંગ શરૂ કર્યું.

વિવિધ ફ્લેવરવાળું મધ

હાલ આદુ, લીંબુ, તુલસી, અજમો, ડ્રમસ્ટિક, નીલગિરી, મલ્ટિફ્લોરા, લીચી, કેસર અને વરિયાળી સહિત 11 ફેલવરમાં મધનું વેચાણ કરે છે. મધની કિંમત 600 રૂપિયાથી 900 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે. ખેડૂતો પાક પર જંતુનાશક દવા છાંટતા હોય છે, જેને લીધે મધમાખીઓ મોટી સંખ્યામાં મરે છે. તેમને આ ઝેરી રસાયણોના ઉપયોગથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે પરાગાધાનથી જ પાકનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે.

Published On - 12:17 pm, Sun, 9 May 21

Next Article