Drone Technology : ડ્રોન ખરીદવા માટે 10 લાખ રૂપિયા સુધીની મળશે સબસિડી, ખેડૂતોને થશે ફાયદો
બદલાતા સમય સાથે ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ પણ જરૂરી બન્યું છે. ડ્રોનની મદદથી ખેડૂતોનું કામ સરળ બને છે. પાક પર વધતા રોગો અને જીવાતોને સરળતાથી રોકી શકાય છે.
ખેડૂતો (Farmers) માટે ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિની નવી ટેક્નિકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કૃષિ ડ્રોન ( agriculture Drone) પણ ખેતીના આધુનિક સાધનો પૈકી એક છે. જેના કારણે ખેડૂતોને ઘણી રાહત મળી રહી છે. કારણ કે આની મદદથી જંતુનાશક કે દવાઓનો છંટકાવ માત્ર થોડા કલાકોમાં જ મોટા વિસ્તારમાં કરી શકાય છે. આનાથી ખેડૂતોનો ખર્ચ ઘટશે. સમયની બચત થશે અને સૌથી મોટો ફાયદો એ થશે કે યોગ્ય સમયે ખેતરોમાં જંતુ વ્યવસ્થાપન કરી શકાશે.કૃષિમાં ડ્રોન ટેક્નોલોજીના અનોખા ફાયદાઓને ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રાલય દ્વારા ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે.
કૃષિમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને ખેડૂતોને તેના વિશે જાગૃત કરવા માટે, કૃષિ મંત્રાલયે (Ministry of Agriculture ) ડ્રોન ખરીદવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ જેવી સરકારી ICAR સંસ્થાઓને 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવાનીસુવિધા આપવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયથી ગુણવત્તાયુક્ત ખેતીને પ્રોત્સાહન મળશે. આ સાથે જ ડ્રોનનું સ્થાનિક ઉત્પાદન વધારવામાં પણ મદદ મળશે.
ડ્રોન ટેકનોલોજી અપનાવવી એ સમયની જરૂરિયાત છે અને તેનાથી ખેડૂતોને ફાયદો થશે. દેશના વિવિધ રાજ્યોમાં તીડના હુમલાને રોકવા માટે પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરકાર કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે, જેથી કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા તેમજ કાર્યક્ષમતા વધારવાના સંદર્ભમાં ટકાઉ ઉકેલો શોધી શકાય.
ICAR સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને સબ-મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન (SMAM) યોજના હેઠળ ડ્રોનની પ્રાપ્તિ, ભાડે રાખવા અને પ્રદર્શનમાં મદદ કરવા માટે ભંડોળની માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ રકમ ડ્રોનની ખરીદી માટે કૃષિ મશીનરી તાલીમ અને પરીક્ષણ સંસ્થાઓ, ICAR સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને અનુદાન તરીકે આપવામાં આવશે.
ડ્રોનમાં મલ્ટિ-સ્પેક્ટ્રલ અને ફોટો કેમેરા જેવી વિવિધ સુવિધાઓ છે. તેનો ઉપયોગ ખેતીના ઘણા પાસાઓમાં થઈ શકે છે, જેમાં પાકની દેખરેખ, છોડની વૃદ્ધિ અને જંતુનાશકો પર ખાતર અને પાણીનો છંટકાવ સામેલ છે.
આઠથી દસ લાખ રૂપિયાના કૃષિ ડ્રોન અગ્રણી કૃષિ સંશોધન અને કૃષિ તાલીમ સંસ્થાઓને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બદલામાં, આ સંસ્થાઓ દેશભરમાં ડ્રોન છાંટવાની તાલીમ આપશે. ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે કૃષિ ડ્રોનના ઉપયોગ વિશે જાગૃત કરવા માટે FPO અને કૃષિ સાહસિકો માટે સબસિડીવાળા દરે કૃષિ ડ્રોન આપવામાં આવશે. જેથી તેનો ઉપયોગ વધી શકે. તેમજ દેશના દરેક ખેડૂત તેનો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો : Pakistan Navy: ‘બેલેટ’ અને ‘મેડ ઈન ચાઈના’ના ભરોસે પાકિસ્તાન નેવી, ચીનના યુદ્ધ જહાજો અને હેલિકોપ્ટરનો કર્યો સમાવેશ