Tomato Price: એક કિલો ટામેટાના ભાવ માત્ર 70 રૂપિયા, આ રીતે ઘરે બેઠા કરો ઓર્ડર
ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રી અશ્વની કુમાર ચૌબેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ટામેટાનો નવો પાક આવવા લાગ્યો છે, તેથી એવી અપેક્ષા રાખી શકાય છે કે ટામેટાના ભાવ ટૂંક સમયમાં નીચે આવશે.
દેશમાં હાલ ચોમાસુ સક્રિય છે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. તેના કારણે અનાજ, મસાલા અને શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને મોંઘવારી વધી છે. લગભગ તમામ લીલા શાકભાજી મોંઘા થયા અને તેમા પણ ટામેટાના વધતા ભાવથી (Tomato Price) લોકોને મુશ્કેલી પડી રહી છે. હાલમાં ટામેટાની કિંમત 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો છે, પરંતુ જો તમે દિલ્હીમાં રહો છો તો તમને ટામેટા 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.
સસ્તા ટામેટાનું વેચાણ આજથી શરૂ થશે
કેન્દ્ર સરકાર ONDC (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ) પ્લેટફોર્મ દ્વારા દિલ્હીમાં સસ્તા ભાવે ટામેટા વેચવા જઈ રહી છે. ONDC ના MD ટી કોશેને ટાંકીને સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે સસ્તા ટામેટાંનું વેચાણ આજથી જ શરૂ થશે. એગ્રીકલચર માર્કેટિંગ એજન્સી નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) અને નાફેડ દિલ્હીમાં ONDC મારફત ટામેટા વેચવા માટે વાતચીત કરી રહ્યા હતા.
એક કિલો ટામેટાના ભાવ 70 રૂપિયા
દિલ્હીમાં ઘણી ઓનલાઈન કંપનીઓ 170 થી 180 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાની હોમ ડિલિવરી કરી રહી છે. NCCF અને નાફેડ દ્વારા જથ્થાબંધ ખરીદેલા ટામેટા છૂટક બજારમાં વેચાઈ રહ્યા છે. પહેલા તેમની કિંમત 90 રૂપિયા પ્રતિ કિલો હતી, પછી તે 80 રૂપિયા થઈ ગઈ અને હવે તે ઘટીને 70 રૂપિયા થઈ છે.
14 જુલાઈથી સસ્તા ટામેટાંનું વેચાણ શરૂ થયું
દિલ્હી-NCR માં સરકારે 14 જુલાઈથી સસ્તા ટામેટાનું વેચાણ શરૂ કર્યું હતું. 18 જુલાઈ સુધીમાં સરકારે 391 ટન ટામેટાનું વેચાણ કર્યું છે. સરકારનો પ્રયાસ આ બજારોમાં ઝડપથી ટામેટાની આવક વધારવાનો છે. સરકારના આદેશ પર NAFED અને NCCF એ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટાનો પાક ખરીદ્યો છે. સાથે જ તેને વધારે જરૂરિયાત વાળા બજારોમાં મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Ginger Price: આ શહેરોમાં ટામેટા કરતાં આદુ થયું મોંઘું, જાણો શું છે ભાવ
કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર દેશમાં ટામેટાની સરેરાશ કિંમત 119.29 રૂપિયા પ્રતિ કિલો છે. ગ્રાહક બાબતોના રાજ્ય મંત્રી અશ્વની કુમાર ચૌબેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ટામેટાનો નવો પાક આવવા લાગ્યો છે, તેથી એવી અપેક્ષા રાખી શકાય છે કે ટામેટાના ભાવ ટૂંક સમયમાં નીચે આવશે.
ONDC થી ઘરે બેઠા આ રીતે ઓર્ડર કરો
દિલ્હીના લોકો ઘરે બેસીને 70 રૂપિયાના ભાવે ટામેટા મંગાવી શકે છે. તેના માટે તમારે કોઈપણ એપ પર જવું પડશે જે ONDC ને સપોર્ટ કરે છે જેમ કે Paytm, Magic Pin અને Meesho. સર્ચમાં જઈ ONDC સર્ચ કરો. તે પછી તમારે તમારા વિસ્તારના ટામેટા વિક્રેતાને ચેક કરો અને ત્યારબાદ ટામેટાનો ઓર્ડર આપો.