આ વખતે 1 કરોડ ટનથી વધુ ઘઉંની નિકાસ કરશે ભારત, ઉત્પાદન વધારવા પર ધ્યાન આપી રહ્યા છે ખેડૂતો: પીયુષ ગોયલ

|

Apr 04, 2022 | 8:01 AM

વૈશ્વિક બજાર (Global Market)માં વધતી જતી માગને કારણે નાણાકીય વર્ષ 2022-23માં દેશની ઘઉંની નિકાસ (Wheat Export) 1 કરોડ ટનને પાર થવાની ધારણા છે.

આ વખતે 1 કરોડ ટનથી વધુ ઘઉંની નિકાસ કરશે ભારત, ઉત્પાદન વધારવા પર ધ્યાન આપી રહ્યા છે ખેડૂતો: પીયુષ ગોયલ
Union Minister Piyush Goyal (File Photo)

Follow us on

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે (Piyush Goyal) રવિવારે જણાવ્યું હતું કે વૈશ્વિક બજાર (Global Market)માં વધતી જતી માગને કારણે નાણાકીય વર્ષ 2022-23માં દેશની ઘઉંની નિકાસ (Wheat Export) 1 કરોડ ટનને પાર થવાની ધારણા છે. ઘઉંની નિકાસ 2021-22માં 70 લાખ ટન (રૂ. 15,000 કરોડથી વધુ)ને વટાવી ગઈ હતી, જ્યારે 2020-21માં આ આંકડો 21.55 લાખ ટન હતો. વર્ષ 2019-20માં તે માત્ર બે લાખ ટન (રૂ. 500 કરોડ) હતું.

ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે મોટા પાયા પર ઘઉંની નિકાસ કરવાનું ચાલુ રાખીશું અને એવા દેશોની જરૂરિયાતો પૂરી કરીશું કે જેઓ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી પુરવઠો નથી મેળવી રહ્યા.” હું માનું છું કે આ વખતે આપણા ઘઉંની નિકાસ ખૂબ જ સરળતાથી 1 કરોડ ટનને પાર કરી જશે. વૈશ્વિક ઘઉંના પુરવઠામાં રશિયા અને યુક્રેનનો હિસ્સો લગભગ ચોથા ભાગનો છે. આ બે દેશોમાં ઘઉંનો પાક આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાકશે.

ઘઉંની નિકાસ ઝડપી બનાવવા માટે કામ ચાલી રહ્યું છે

ગોયલે જણાવ્યું હતું કે ખેડૂતો ઘઉંનું ઉત્પાદન વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા પ્રદેશોમાં ગત વર્ષ કરતાં વધુ આયાત થઈ રહી છે. ઘઉંની નિકાસને લઈને ઈજિપ્ત સાથે ભારતની અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે જ્યારે ચીન અને તુર્કી સાથે પણ વાતચીત ચાલી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પ્રસંગે ફોરેન ટ્રેડના મહાનિર્દેશક (DGFT) સંતોષ કુમાર સારંગીએ જણાવ્યું હતું કે અન્ય બંદરોથી નિકાસની સુવિધા માટે વાણિજ્ય વિભાગ, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોટાભાગની નિકાસ કંડલા પોર્ટ પરથી થાય છે. સારંગીએ કહ્યું કે વિશાખાપટ્ટનમ, કાકીનાડા અને ન્હાવા શેવા જેવા બંદરો પરથી ઘઉંની નિકાસ શરૂ કરવા માટે રેલવે સાથે વાતચીત ચાલી રહી છે.

ઘઉં ઉપરાંત, કૃષિ નિકાસમાં પણ પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી છે અને ભારત ખાસ કરીને મહામારી દરમિયાન ખોરાક અને આવશ્યક કૃષિ ઉત્પાદનોના મુખ્ય વૈશ્વિક સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. કૃષિ નિકાસમાં ઉછાળો અન્ય કોમોડિટીઝ જેમ કે ચોખા (બાસમતી અને બિન-બાસમતી બંને), દરિયાઈ ઉત્પાદનો, ઘઉં, મસાલા અને ખાંડને કારણે છે, જેણે 2021-22માં કૃષિ ઉત્પાદનોની અત્યાર સુધીની સૌથી વધુ નિકાસનો રેકોર્ડ બનાવ્યો છે.

‘કોરોના હોવા છતાં ખેડૂતોએ વધુ ઉત્પાદન કર્યું’

ગોયલે જણાવ્યું હતું કે દેશમાંથી ઉચ્ચ કૃષિ નિકાસ ભારતીય ખેડૂતોની 1.35 અબજ લોકોની જરૂરિયાતને પહોંચી વળવાની ક્ષમતા દર્શાવે છે અને બાકીના વિશ્વમાં નિકાસ માટે વધારાના અનાજનું ઉત્પાદન પણ કરે છે. વૈશ્વિક બજાર સાથે જોડાવાથી આપણા ખેડૂતો વધુ સ્પર્ધાત્મક અને ગુણવત્તા પ્રત્યે જાગરૂક બનશે. આ સાથે તેઓ તેમના ઉત્પાદનના સારા ભાવ પણ મેળવી શકશે.

તેમણે કહ્યું કે જ્યારે અમે 50 અરબ ડોલરની કૃષિ પેદાશોની નિકાસ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, ત્યારે બહુ ઓછા લોકોએ વિચાર્યું હતું કે તે શક્ય બનશે. પરંતુ આજે હું આપણા ખેડૂતોને અભિનંદન આપવા માંગુ છું, જેમણે કોવિડ-19 છતાં વધુ ઉત્પાદન કર્યું છે. નિકાસમાં થયેલા વધારાથી ખેડૂતો અને શ્રમ સઘન ક્ષેત્રો અને MSME ને મદદ મળી છે.

આ પણ વાંચો: Viral: પતિ-પત્નીએ રેસ્ટોરન્ટમાં જબરદસ્ત પ્રેન્ક કર્યો, લોકોએ કહ્યું ‘પૈસા બચાવવાની આ નિન્જા ટેકનિક છે’

આ પણ વાંચો: Girsomnath: કેસર કેરીના રસિકો માટે આવ્યા માઠા સમાચાર, એક મહિનો મોડી આવશે કેરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article