AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાની સૌથી મોંઘી કેરીની ખેતી, 12 વિદેશી અને ત્રણ દેશી ડોગ, સુરક્ષા ગાર્ડ ઉપરાંત 24 કલાક CCTVથી નજર

Mango Farming : દેશના ઘણા રાજ્યોમાં કેરીનું ઉત્પાદન (Mango Production) થાય છે, પરંતુ મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના જબલપુરથી લગભગ 25 કિલોમીટર દૂર નાનાખેડા હિનોટામાં કેરીની નવી જાતો ઉગાડવામાં આવી રહી છે.

દુનિયાની સૌથી મોંઘી કેરીની ખેતી, 12 વિદેશી અને ત્રણ દેશી ડોગ, સુરક્ષા ગાર્ડ ઉપરાંત 24 કલાક CCTVથી નજર
Foreign dogs deployed for protection of mangoes
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 2:18 PM
Share

ઉનાળાની ઋતુ તેની સાથે કેરીની મીઠાશ પણ લાવે છે અને આ ઋતુમાં જો સૌથી મીઠી વસ્તુ હોય તો તે છે કેરી. ભારતમાં કેરીને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કેરી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ખૂબ જ હોંશથી ઉગાડવામાં આવે છે. અહીં ઉગાડવામાં આવતી કેરીની જાતો અને વિદેશમાં જોવા મળતી કેરીની જાતો વચ્ચે પણ તફાવત છે. દેશના ઘણા રાજ્યોમાં કેરીનું ઉત્પાદન (Mango Production) થાય છે, પરંતુ મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના જબલપુરથી લગભગ 25 કિલોમીટર દૂર નાનાખેડા હિનોટામાં કેરીની નવી જાતો ઉગાડવામાં આવી રહી છે.

નવી જાતો બનાવવા માટે પ્રખ્યાત એવા સંકલ્પ રાણી પરિહારના શ્રી મહાકાલેશ્વર હાઈબ્રિડ ફાર્મહાઉસમાં કેરીની આ જાતો તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં 3,600 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ભારતમાં જોવા મળતી કેરીની તમામ જાતો ઉપરાંત વિદેશમાં મળી આવતા લગભગ 8 જાતના છોડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ભારતમાં લગભગ 50 પ્રકારની કેરી ઉગાડવામાં આવે છે.

જમ્બો ગ્રીન કેરી જે તાલાલા ગીર કેસર કેરી તરીકે પણ ઓળખાય છે. નેપાળની કેસર બદામ કેર,. ચીનની આઈવરી હાથીદાંત, અમેરિકાના ફ્લોરિડામાં થતી મંગિફેરા ‘ટોમી’ એટકિન્સ, જેને બ્લેક મેંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે જાપાનીઝ રીંગણ, મિયાઝાકી, જાપાનીઝ તાઈયો નો ટમૈંગો જેને ‘EGG OF SUN’એટલે કે સૂર્યનું ઈંડું પણ કહેવામાં આવે છે. આ સાથે આ પ્લાન્ટેશનમાં 20 ભારતીય કેરીની જાતો સાથે આઠ આંતરરાષ્ટ્રીય કેરીની જાતો છે.

સંકલ્પ સિંહ કહે છે કે જાપાનની મિયાઝાકી કેરી વિશ્વની સૌથી મોંઘી કેરી છે. તે માત્ર જાપાનના મિયાઝાકી પ્રાંતમાં ઉગાડવામાં આવતી હોવાથી તેનું નામ મિયાઝાકી રાખવામાં આવ્યું છે. લાખોમાં કિંમત હોવાને કારણે જાપાનમાં તેની બોલી લગાવવામાં આવે છે, જેની ભારતીય રૂપિયામાં કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા છે. અહીં ઘણી જગ્યાએ લોકો તેને ઉગાડી પણ રહ્યા છે. સંકલ્પ સિંહ કહે છે કે જાપાનની જ બીજી એક કેરી છે. તે પણ ખૂબ મોંઘી છે. તેનું નામ ટાઈયો નો ટમૈંગો છે.

ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે આ કેરી

આ વખતે સંકલ્પ સિંહે પોતાના પ્લાન્ટેશનમાં કેરીની નવી જાતની ખેતી કરી છે. મેન્ગીફેરા ‘ટોમી એટકિન્સ’, જેને બ્લેક મેંગો તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અમેરિકાના ફ્લોરિડામાં ઉદભવેલી છે. તેમાં ઘણા વિશેષ ગુણો છે, જેમાંથી એક એ છે કે તેના સેવનથી બ્લડ સુગર વધતું નથી. તે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે, જેમણે સામાન્ય રીતે ફળોના સ્વાદિષ્ટ રાજાનું સેવન કરવાનું ટાળવું પડે છે.

આ જાત જેને કાળી કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો રંગ ઘેરો જાંબલી છે અને તેનો માવો લાલ રંગનો છે. આ કેરીમાં ખાંડ પણ ઘણી ઓછી હોય છે અને સ્વાદમાં વધુ એસિડિક હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓને ખાવા માટે એક આદર્શ વેરાયટી બનાવે છે.

સંકલ્પ સિંહ જણાવે છે કે ચીનમાં જોવા મળતી ‘આઈવરી’ જેને હાથીદાંત અને 2KG કિલો કેરી પણ કહેવાય છે. આ કેરીનું સરેરાશ વજન 2થી 3 કિલો જેટલું હોય છે. ઘણી વખત 4 કિલો સુધીની કેરી પણ બજારમાં જોવા મળી છે. આ કેરીઓ એકથી દોઢ ફૂટ લાંબી હોય છે. તેના ઝાડ પર જાન્યુઆરી મહિનામાં જ ફૂલ આવવા લાગે છે અને જૂનના અંત સુધીમાં ફળો પાકવા માટે તૈયાર થઈ જાય છે. તેમની ગોટલીનું વજન પણ 100થી 200 ગ્રામ સુધીની હોય છે. તે બાકીની કેરીઓ કરતા મોટી છે અને દેખાવમાં અલગ છે. આથી તેઓ આ કેરીની મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર છે.

સીસીટીવી દ્વારા કેરી પર નજર રાખવામાં આવે છે

આ વર્ષે ‘મિયાઝાકી’ની સુરક્ષામાં 9 નહીં, પરંતુ 12 વિદેશી જાતિના અને 3 દેશી શ્વાન રોકાયેલા છે. આ સિવાય 4 સુરક્ષા ગાર્ડ પણ છે, જેઓ મિયાઝાકીની સુરક્ષામાં 24 કલાક તૈનાત રહે છે. એટલું જ નહીં, સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવે છે. સંકલ્પ સિંહે કેરીના રક્ષણ માટે વિચિત્ર અને ખતરનાક કૂતરાઓ રાખ્યા છે, જે ‘મિયાઝાકી’માં આવનારાઓ માટે યમરાજથી ઓછા નથી.

સંકલ્પ સિંહ પરિહારે જણાવ્યું કે આ કેરીઓ તેમના માટે બાળકો સમાન છે. આ જ કારણ છે કે તેણે પ્લાન્ટેશનમાં આવતા લોકોને બ્લેક કેરી, જમ્બો ગ્રીન અને ‘મિયાઝાકી મેંગો’ જોવા અને તેની સાથે સેલ્ફી લેવા પણ અપીલ કરી છે, પરંતુ તેને હાથ ન લગાડવો. તેઓ કહે છે કે આ કેરી ખૂબ જ નાજુક છે અને સહેજ ધક્કો મારતા જ તૂટી જાય છે. તેથી સંકલ્પ સિંહે લોકોને તેને સ્પર્શ ન કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: ખેડૂતોના લાભ માટે મોદી સરકાર પાંચ દિવસ સુધી ચલાવશે વિશેષ અભિયાન

આ પણ વાંચો: Success Story: લગ્નની સીઝનમાં ફૂલની કિંમતમાં થયો વધારો, ખેડૂતોએ સારા ભાવની આશા કરી વ્યક્ત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">