આ માખી ખેડૂતો માટે ખૂબ જ ખતરનાક છે, એક જ ઝટકે કરાવે છે લાખોનું નુકસાન

|

Mar 04, 2022 | 1:49 PM

જ્યારે પણ કેરીના પાક પર માખીનો હુમલો થાય છે ત્યારે કેરીના ફળો હાથેથી ઉતારવા જોઈએ અને બની શકે તો મશીનનો ઉપયોગ કરવો જોઈએ. કેરીના પાકની કલમ માત્ર સરકારી માન્યતાપ્રાપ્ત નર્સરીમાંથી જ લેવી જોઈએ.

આ માખી ખેડૂતો માટે ખૂબ જ ખતરનાક છે, એક જ ઝટકે કરાવે છે લાખોનું નુકસાન
Symbolic Image

Follow us on

ખેડૂતો ઘણીવાર ફળની માખીને (Fruit Fly Attack) અવગણે છે. પરંતુ આ માખી પાકના મોટાભાગને અસર કરે છે. તેથી તેનો સામનો કરવા માટેની ટિપ્સ અહીંયા આપવામાં આવી છે. આવી માખી મોટાભાગે કેરીના પાકમાં (Mango Planting) જોવા મળે છે. માખીને લીધે કેરીનો કિંમતી પાક સડી જાય છે અને ખેડૂતોને ઘણું બધું નુકસાન ઉઠાવવાનો વારો આવે છે.

કેરીની ખેતીમાં ફ્રુટ ફ્લાયથી મતલબ કે માખીથી કેટલું નુકસાન થાય છે તે કહેવાની જરૂર નથી. જ્યારે કેરી પાકી જાય છે, ત્યારે કાપ્યા પછી પલ્પમાં માત્ર જંતુના લાર્વા દેખાય છે. આ ખેડૂતો માટે બહુ નુકસાન પહોંચાડનારું જંતુ છે. કેટલીકવાર તે સમગ્ર પાકને નુકસાન પહોંચાડે છે.

બિહારના સમસ્તીપુર સ્થિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ડૉ. એસ.કે. સિંહ ખેડૂતોને આ માખીનો મુકાબલો કેવી રીતે કરવો તે જણાવી રહ્યાં છે. કેરીની સારી ઉપજ મેળવવા માટે યોગ્ય છોડની પસંદગી કરવી જરૂરી છે. આ માટે સારી ગુણવત્તાની પેન એટલે કે કલમ લગાવવાની જરૂર છે. ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પસંદ કરેલ નર્સરીમાંથી રોપા લાવીને વાવ્યા બાદ ખાસ કાળજી લેવાની જરૂર પડે છે. કલમના છોડને એક બાજુ લાકડાનો ટેકો આપવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુ એરંડાના છોડને રોપવામાં આવશે. જેથી સીધો સૂર્યપ્રકાશ છોડ પર ન પડે. આ વૈજ્ઞાનિક ખેતીને શરૂઆતના તબક્કામાં જ સારી સફળતા મળી અને છોડ વહેલા જોવા મળ્યા છે અને ફળ પણ વહેલા આવવા લાગ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જ્યારે પણ કેરીના પાક પર માખીનો હુમલો થાય છે, ત્યારે કેરીના ફળો હાથેથી ઉતારવા જોઈએ અને બની શકે તો મશીનનો ઉપયોગ કરવો જોઈએ. ડો.એસ.કે.સિંઘના જણાવ્યા મુજબ ફળની માખીના પુખ્ત અને લાર્વા એટલે કે મેગોટ ફળોને ગંભીર નુકસાન પહોંચાડે છે. ઈંડા મૂકતી માદા કેરીના ફળોમાં છિદ્રો બનાવે છે. આ ફળની સપાટી પર નિશાન બનાવીને છિદ્રો છોડી દે છે. લાર્વાના ખોરાકને કારણે ફળ અકાળે ખરી જાય છે અને ફળનો પલ્પ નાશ પામે છે. ફળ આખરે સડી જાય છે, જે તેને વપરાશ- વેચાણ માટે અયોગ્ય બનાવે છે.

કેરીના ફળની માખીઓના ઈંડા નાના, સફેદ અને પાતળા હોય છે. માદા એકસાથે 37 જેટલા ઈંડાના ક્લસ્ટર ફળોમાં બનાવે છે. ઈંડામાંથી 2-4 દિવસમાં લાર્વા બનાવે છે. લાર્વા નળાકાર, સંકુચિત અને માથા પર તેમના હુક્સ સાથે નીચે તરફ વળેલા હોય છે. લાર્વા જીવંત રહે તે માટે ફળમાં ટનલ બનાવે છે, પલ્પને તેમનો ખોરાક બનાવે છે. લાર્વા સંપૂર્ણ વિકસિત થઈ ગયા બાદ કેરીમાંથી છિદ્રો બનાવીને જમીન પર પડે છે. આ પ્રક્રિયા 10 દિવસ સુધી ચાલે છે.

જે ફળોમાંથી રસ બહાર ટપકતો હોય, વાસ આવતી હોય, કાળી સપાટી છાલ પર આવી ગઈ હોય તેવા ફળોને તાત્કાલિક રીતે હાથેથી ચૂંટીને દૂર કરવા જોઈએ. જ્યારે ફળ લીલા હોય ત્યારે ફળની વહેલી કાપણી શરૂ કરવી જોઈએ. આ સમયે પાક પર ફ્રુટ ફ્લાયનો હુમલો થવાની કોઈ શક્યતા નથી.

પાક અને ખેતરની સફાઈ સતત કરો. પડી ગયેલા અને ક્ષતિગ્રસ્ત, અતિ સડેલા પાકેલા ફળો એકત્રિત કરીને તેનો નાશ કરો. તમે જે ઓછા સડેલા ફળો ભેગા કર્યા છે તેને ખેડૂતો ઈચ્છે તો મરઘાં, ઘેટાં અને બળદને પણ ખવડાવી શકો છો. જેથી પર્યાવરણની જાળવણી પણ થઈ શકે છે.

આ પણ વાંચો – Mandi: અમરેલીના બાબરા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 10825 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Next Article